SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं दृष्ट्वा स्वतत्त्वाशया, भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छंदमाचेष्टते । यत्तत्तत्पररू तो न तदिति स्याद्वाददर्शी पुन र्विश्वाद्भिन्नमविश्वविश्वपरितं तस्य स्वतत्त्वं स्पृशेत् ॥ २४९ ॥ વિશ્વ શાન પ્રતર્કી સર્વ જ નિર્જ તત્ત્વાશથી દેખતો, થૈને વિશ્વમયો પશુ જ પશુ સ્વચ્છંદ આચેષ્ટતો; જે તત્ તે પરરૂપથી નિહ જ તત્' સ્યાદ્વાદદર્શી દેશે, જીદું વિશ્વથી વિશ્વ વિશ્વ અઘડ્યું તેનું સ્વતત્ત્વ સ્પૃશે. ૨૪૯ અમૃત પદ ૨૪૯ ‘ધાર તરવારની’ એ રાગ વિશ્વને જ્ઞાન માની સ્વ તત્ત્વાશથી, વિશ્વને દેખતો જે ફરે છે, વિશ્વમય થઈ જ અજ્ઞાની તે તો પશુ, પશુ શું સ્વચ્છંદ ચેષ્ટા કરે છે... નહિ પરરૂપથી', એમ જે હોય સ્યાદ્વાદદર્શી, જેહ તત્ તેહ તત્ વિશ્વથી ભિન્ન તે અવિશ્વ વિષે ઘડ્યા, તેના સ્વતત્ત્વનો હોય સ્પર્શી... અર્થ - વિશ્વ શાન છે એમ પ્રતર્કીને (પ્રતર્ક કરીને) સકલને સ્વ તત્ત્વઆશાથી દેખી, વિશ્વમય થઈને પશુ પશુની જેમ સ્વચ્છંદ આચેષ્ટા કરે છે, પણ જે તત્ તે તત્ પરરૂપથી તત્ નથી' એમ સ્યાદ્વાદ દર્શી પુનઃ વિશ્વથી ભિન્ન, વિશ્વ (સકલ) વિશ્વથી અઘડ્યું - ઘડેલું નહિ એવું તેનું સ્વતત્ત્વ સ્પર્શે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩ “પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ... સુગ્યાની.'' - શ્રી આનંદઘનજી - - ‘પશુ: આગલા શ્લોકમાં કળશ કાવ્યમાં કહ્યું તેથી ઉલટું ‘વરરૂપેન ગતત્ત્વ' - ૫૨રૂપથી અતત્ત્વ છે એ બીજો પ્રકાર સુંદર સ્વભાવોક્તિમય તાદેશ્ય શબ્દચિત્ર આલેખી આ કળશ કાવ્યમાં* મહાન્ શબ્દશિલ્પી અમૃતચંદ્રજીએ પૂર્ણ તત્ત્વકળાથી દર્શાવ્યો છે - વિશ્ય જ્ઞાનમિતિ પ્રતવર્ષ - ‘વિશ્વ' - સકલ જગત્ જ્ઞાન છે એમ પ્રતર્કીને' - પ્રકૃષ્ટ તર્ક કરીને, પ્ર - પ્રકૃષ્ટપણે કૃષ્ટ - ખેંચેલા લાંબી ખેંચતાણવાળો ‘વિપ્રકૃષ્ટ’ (far-fetched) અસમંજસ કુતર્ક કરીને, ‘સકલ' બધું ય સ્વતત્ત્વની આશાથી દેખી - ‘સત્ત પૃષ્ટવાસ્વતત્ત્વાશયા', 'વિશ્વમય થઈને - મૂત્વા વિશ્વમય:', પશુ પશુની જેમ સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે પશુરિવ_સ્વચ્છંદ્રમારેતે' - અર્થાત્ સ્વ - પરનો ‘એક’ અદ્વિતીય અદ્વૈત ‘અંત’ ધર્મ માનનારા ‘એકાંત’ - - ગ્રહથી જે ગૃહીત થયો છે એવો ‘પશુ' - પશુ જેવો ગમાર અબૂઝ અજ્ઞાની જીવ, શેય એવું આ વિશ્વ - સકલ જગત્ જ્ઞાન છે એમ પ્રતર્ક કરે છે પ્રકૃષ્ટ વિપ્રકૃષ્ટ લાંબી ખેંચતાણવાળો અસમંજસ કુતર્ક કરે છે - એટલે અહીં મ્હારૂં પોતાનું સ્વતત્ત્વ મળી આવશે એમ સ્વતત્ત્વ - આશાથી સકલ - સઘળું ય વિશ્વ જોતો ફરે છે અને એમ કરતો તે આ વિશ્વ છું એમ સમજી વિશ્વમય થઈ, ગમાર અણસમજુ પશુની જેમ સ્વચ્છંદપણે પોતાની મરજી મુજબ (Wantonly) ફાવે તેમ સમસ્ત ચેષ્ટા - આચરણ કરે છે. પણ આથી ઉલટું - જે સ્યાદ્વાદદર્શી છે તે તો જે ‘તત્’ ૮૨૦ - = - - - - - તે છે ‘તત્' – તે પરરૂપથી ‘તત્’ - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy