SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૪૮ : ‘અમૃત જ્યોતિ’ પોતાની (જ્ઞાનની) ‘પ્રવ્યક્તિઓથી’ - પ્રકૃષ્ટ પ્રકટ ‘વ્યક્તિઓથી' - આવિષ્કૃતિઓથી ‘રિક્ત' - ખાલી થઈ રહ્યું છે. જેમ કોઈ ઘડો પાણીથી ભર્યો હોય તે એક બાજુથી પીવાતો જાય અને બીજી બાજુ કાણામાંથી પાણી વહતો જાય, તો ઓર ને ઓર ખાલીખમ (Empty) થતો જાય અને તેની સપાટી (Level) સીદતી જાય' નીચે ઉતરતી જાય, તેમ આ આત્મ - ઘટ જ્ઞાન - રસથી ભર્યો છે, તે એકબાજુથી બાહ્ય શેય પદાર્થોથી પીવાતો જાય અને બીજી બાજુથી પોતાની નિજ વ્યક્તિઓ મિથ્યાત્વ - કાણામાંથી બ્હાર વહતી જાય, તો તે ઉત્તરોત્તર ‘રિક્ત’ ખાલી થતો જાય અને તેની પારાશીશી સપાટી (Level) સીદતી જાય' નીચે ઉતરતી જાય એમાં શું આશ્ચર્ય ? જેમ કોઈ સરોવર જલથી ભર્યું હોય, તે એક બાજુ અસંખ્ય જનોથી પીવાતું જાય અને બીજી બાજુ મોટા મોટા ગરનાળાઓમાંથી બ્હાર નીચે ને નીચે સવી - વહી જતું જાય તો તે ઓર ને ઓર ખાલી થતું જઈ તેની સપાટી સીદતી જાય - ઉતરતી જાય, તેમ આ ચૈતન્ય - અમૃત સરોવર જ્ઞાન - અમૃતરસથી ભર્યું છે, તે એક બાજુ અનંત બાહ્ય શેય પદાર્થોથી પીવાતું જાય અને તેની નિજ વ્યક્તિઓથી મોટા મોટા મિથ્યાત્વાદિ આસવ - ગરનાળામાંથી બ્હાર વહી જતું જાય, તો તે અધિકાધિક ‘રિક્ત’ ખાલી (Empty) થતું જઈ તેની સપાટી ‘સીદતી જાય' નીચે ને નીચે ઉતરતી જાય (sinking) એમાં શું આશ્ચર્ય ? અને આમ બાહ્યાર્થોથી પીવાઈ ગયેલું તે નિજ વ્યક્તિઓથી સ્વરૂપ આવિષ્કારોથી ખાલી થતું જાય છે તેનું પણ 'विश्रांतं पररूप एव परितो', કારણ શું છે ? તે ચોપાસથી પરરૂપમાં જ વિશ્રાંત થયેલું છે તે - - - - - - ‘પરિત:’ બધી બાજુથી સર્વથા આત્માથી - પોતાથી અતિરિક્ત - ૫૨ એવા પરરૂપમાં જ ‘વિશ્રાંત' વિશ્રામ પામી રહેલું છે તે. જેમ કોઈ પરઘરમાં લાંબા વખતથી વસતાં તે તેને ગોઠી જાય છે, એટલે તે પોતાનું નિજ ઘર ભૂલી જઈ - પોથી પોતાનું સર્વસ્વ લૂંટાતા છતાં - તે પરઘરમાં જ આરામથી વિશ્રામ કરે છે ! તેમ આ અજ્ઞાની જીવ ‘પરરૂપ’ - પર ઘરમાં અનાદિથી નિવાસ કરી રહ્યો છે ને તે તેને સારી પેઠે ગોઠી ગયું છે, એટલે તે પોતાનું ‘નિજ' જ્ઞાનમય ચૈતન્ય - ગૃહ ભૂલી જઈ – પ૨ શેય પદાર્થોથી પોતાનું જ્ઞાન ધન - સર્વસ્વ લૂંટાતા છતાં તે ‘પરરૂપ’ પરધામમાં જ ધામા નાંખી પડ્યો રહી આરામથી વિશ્રામ કરે છે ! એટલે આમ ‘પરિતઃ' - બધી બાજુથી પરરૂપમાં જ વિશ્રાંત થયેલું એકાંત મિથ્યાત્વ ગ્રસ્ત ‘પશુ'નું શાન શેય પ૨પદાર્થોથી પીવાઈ ગયેલું હોઈ, પોતાના આવિષ્કાર માટે (manifestation) બાકી (Balance) રહેતું ન હોવાથી, ખાલીખમ બની પરિતઃ સીદે છે - હેઠું - નીચું ઉતરતું જાય છે. - અને આમ જ્ઞાન ને જ્ઞેય ‘એક નહિ એવા' અનેક છે, છતાં તે બન્નેનો ‘એક અંત’ - ધર્મ માની બેસવા રૂપ ‘એકાંત'ને ભજનારા પશુનું જ્ઞાન ભલે સીદતું હો, પણ જ્ઞાન અને શેયના એક નહિ એવા ‘અનેક’ – ભિન્ન ભિન્ન ‘અંત’ ધર્મ દેખવા રૂપ ‘અનેકાંત'ને ભજનારા સ્યાદ્વાદ - દર્શીનું તે પુનઃ સમુન્મજે છે - ‘ચાાનિસ્તઘુન: સમુન્નતિ', સમુન્મગ્ન થાય છે, ‘સં' - સમ્યક્ પ્રકારે ઉન્મગ્ન થાય છે, ‘મગ્ન’ – ડૂબેલી દશામાંથી બ્હાર નીકળી ‘ઉત્' - ઉત્કટપણે ઉંચે આવે છે, ઉંચી ને ઉંચી દશા પામી તરતું જાય છે. સ્યાદ્વાદદર્શીનું તે જ્ઞાન કેવું છે અને કેવી રીતે સમુન્મજ્યે છે ? ‘યત્તત્તત્તહિ સ્વરૂપત રૂતિ' - જે તત્ છે તે જ ‘સ્વરૂપથી તત્' છે એવું તે સ્યાદ્વાદદર્શોનું જ્ઞાન છે અને તે દૂર ઉન્મગ્ન ઘન ઉંચે સુધી સ્વભાવ ભરથી પૂર્ણ સમુન્મજ઼ે છે ‘યૂરોન્મનધનસ્વમાવમરતો પૂર્ણ સમુન્નાતિ', ‘દૂર’ ‘ઉન્મગ્ન’ - મગ્ન - ડૂબેલ દશામાંથી ઉંચે આવેલ - તરતા થયેલ ‘ઘન' - જ્યાં પરભાવનો સર્વ પ્રદેશે પણ પરમાણુ માત્ર પણ પ્રવેશ સર્વથા અસંભવ છે એવા અનવકાશ નક્કર - જ્ઞાનમય સ્વભાવના ‘ભરથી’ ભરાવાથી પૂર્ણ - ભરપૂર સમુન્મજે છે, સમુન્મગ્ન થાય છે, સમ્યક્ પ્રકારે ઉન્મગ્ન થાય છે, મગ્ન - ડૂબેલી દશામાંથી બ્હાર નીકળી ઉંચે આવે છે, ઉત્તરોત્તર ઉંચી ને ઉંચી જ્ઞાનદશાને પામતું જઈ છેવટે પૂર્ણપણાને પામી ઉન્મજ્યે છે તરતું થાય છે, અર્થાત્ પરભાવ - વિભાવનો પ્રવેશ ન થવા પામે એમ સ્વભાવમાં સ્થિતિ કરતા જીવનો જેમ જેમ ઘન સ્વભાવ ઉન્મગ્ન થાય છે, તેમ તેમ આ જ્ઞાન ઉન્મુજ્જતું જઈ – ઉંચી ઉંચી દશા પામી પૂર્ણ થાય છે. - સમયમાત્ર તન્મય - ડ ૮૧૯ - = - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy