SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૨૦ કોઈ પણ દોષ છે નહિ, એટલે પોતાના દોષ માટે પર પ્રત્યે રોષ કરવો મિથ્યા છે, રાગ દ્વેષાદિ પરિણામ કરવાની જવાબદારી જીવની પોતાની છે, એટલે તેના દોષનો ટોપલો પરદ્રવ્ય પર ઓઢાડવો તે પ્રગટ અન્યાય છે અને રાગ દ્વેષાદિ દોષનો મૂલ દોષ અજ્ઞાન છે, એટલે અત્રે મુખ્ય સ્વયં અપરાધી જીવનું આ અજ્ઞાન જ છે જીવનો અબોધ જ છે 'स्वयमपराधी तत्र सर्पत्यबोधः ' એમ વચનટંકાર કરી જગદ્ગુરુ અમૃતચંદ્રાચાર્યજી સકલ જગત્ પ્રત્યે ડિંડિમ નાદથી ઉદ્ઘોષે છે “ભવતુ વિવિતમ્” - આ વિદિત હો શાત હો ! અબોધ - અજ્ઞાન અસ્ત પામો ! સસ્તું યાત્વોધઃ ! અને ભાવન કરો કે હું બોધ છું - જ્ઞાન છું, સ્મિ વોધઃ । - - - - અત્રે રાગ જન્મમાં પદ્રવ્ય કાંઈ નિમિત્ત નથી એમ કહેવાનો આશય નથી, પણ પરદ્રવ્યને જ’ એકાંતે પરદ્રવ્યને નિમિત્ત કારણભૂત માનવું તે ખોટું છે એમ ‘જ' કાર પરથી પ્રતીત થતો સ્પષ્ટ આશય છે, કારણકે આ શાસ્ત્રમાં જ પૂર્વે બંધ અધિકારમાં ‘મિન્નિમિત્તે પરસન્ન વ્' તેમાં રાગાદિ ઉત્પત્તિમાં નિમિત્ત પરસંગ જ છે એમ સ્પષ્ટ કહ્યું છે અને આમ ત્યાં રાગ જન્મમાં પરસંગને જ નિમિત્ત કહેલ છે અને અત્રે આત્માને જ કારણ કહેલ છે, તે બે વસ્તુમાં પૂર્વાપર વિરોધ નથી, કારણકે બન્ને વસ્તુ અપેક્ષાવિશેષે કેવળ જીવના કલ્યાણહેતુએ કહેલ છે. પૂર્વે જે કહ્યું હતું તે રાગાદિ જીવના સહજ સ્વભાવભાવ નથી, પણ પરિનિમત્ત થકી જ ઉદ્ભવતા ઔષાધિક વિભાવભાવો છે, એમ સ્પષ્ટ દર્શાવવા માટે અને નૈમિત્તિક અધ્યવસાનોના નિમિત્તભૂત પરવસ્તુઓનું આલંબન છોડાવવા માટે છે, એટલે ભ્રાંતિથી કોઈ તે ઔપાધિક ભાવોને પણ આત્માના સ્વભાવભૂત માની લેવાની ભૂલ કરી તેથી છૂટવાનો પ્રયાસ ન કરે તો મહા અનર્થ થાય, એટલા માટે નિમિત્તપ્રધાન દૃષ્ટિથી નિમિત્તને જ મુખ્ય કરી તે વર્ણન છે; અને અત્રે ઉપાદાનપ્રધાન દ્દષ્ટિથી વર્ણન છે, તે રાગાદિ ભાવોનું ઉપાદાન કારણ જીવ જ પોતે જ છે એ દર્શાવવા માટે છે, એટલે જીવ પોતે જ વ્યાપ્યવ્યાપક ભાવથી રાગાદિ ભાવે પરિણમે છે તેથી રાગાદિ જીવની પોતાની જ વિકૃતિ કૃતિ છે, માટે તે વિકૃતિ દૂર કરવાનો ને પુનઃ નહિ થવા દેવાનો આત્મપુરુષાર્થ જીવે પોતે જ કરવા યોગ્ય છે, એમ જીવનો પુરુષાર્થ ધર્મ જાગ્રત કરવા અર્થે આ કથન છે. પૂર્વ કથન નિમિત્ત નૈમિત્તિક ભાવની મુખ્યતાથી હોઈ પરાશ્રિત વ્યવહાર નયની અપેક્ષાએ છે, પ્રસ્તુત કથન પરિણામી - પરિણામ ભાવની મુખ્યતાથી હોઈ આત્માશ્રિત નિશ્ચયનયની અપેક્ષાએ છે. એટલે ગૌણ - પ્રધાન વિવક્ષાથી આ સમસ્ત સાપેક્ષ કથન હોઈ પૂર્વાપર વિરોધ છે નહિ. આ અંગે પ્રખર તત્ત્વચિંતક પં. ટોડરમલ્લજીએ ‘મોક્ષમાર્ગ પ્રકાશ'માં સ્પષ્ટ કહ્યું છે. = - a - Fee -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy