SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર ; આત્મખ્યાતિ રાગ જન્મમાં પરદ્રવ્ય જ નિમિત્તતા જે કળે છે, તેઓ મોહવાહિની (નદી) ઉતરતા નથી, એવા ભાવનો સમયસાર કળશ (૨૯) સંગીત કરે છે - स्थोद्धता रागजन्मनि निमित्ततां, परद्रव्यमेव कलयति तु ते । उत्तरंति न हि मोहवाहिनी शुद्धबोधविधुरांधबुद्ध्यः ॥२२१॥ અમૃત પદ - ૨૨૧ રાગ જન્મમાં અન્ય દ્રવ્યનો, દોષ મૂઢ જે કાઢે; વસ્તુ સ્થિતિ અજ્ઞાન કુશસ્ત્ર, જ્ઞાન શિર જ તે વાઢે... રે ચેતન ! રાગ દ્વેષ તુજ દોષ. ૧ અન્ય દ્રવ્યને જ નિમિત્તતા જે, રાગ જન્મમાં માને; શુદ્ધ બોધથી હીન તે સાવ, અંધ બુદ્ધિ જ અજ્ઞાને... રે ચેતન ! ૨ મોહવાહિની પ્રવાહમહિ રે, અરે ! વહ્યા તે જાતા; મોહવાહિની પાર ઉતરવા, કદી ય સમર્થ ન થાતા... રે ચેતન ! ૩ ઉપાદાન વસ્તુથી જ જન્મે, વસ્તુમાં જ વસ્તુભાવો; હો તે સહજ સ્વભાવી ભાવો, વા વિકૃત વિભાવો... રે ચેતન ! ૪ રાગ સ્વભાવ ન આતમ કેરો, તે તો વિભાવ અનેરો; પણ વિકૃત પણ તેહ વિભાવો, ભાવ જ ચેતન કેરો... રે ચેતન ! ૫ નિમિત્ત માત્ર જ તેમાં કદાપિ, અન્ય દ્રવ્ય ભલે થાવે; તોય ઉપાદાન આતમ પોતે, તેહ વિભાવ જનમાવે... રે ચેતન ! ૬ જીવભાવ જ છે રાગ તે તેથી, પણ તે ઉપાધિક ભાવો; પર નિમિત્તે ઉપજેલો પણ, હોય ન જીવ સ્વભાવો... રે ચેતન ! ૭ અજ્ઞાની આ ભેદ ન જાણે, પર નિમિત્ત જ મુખ્ય માને; ઉપાદાનને ગૌણ ગણીને, નિમિત્તને પ્રધાન લેખીને... રે ચેતન ! ૮ નય ભેદ સાપેક્ષ મૂઢ ન જાણે, પરને જ નિમિત્ત ઠઠાડી; દોષ પોતાનો જ દુષ્ટ ઉડાડી, પરને જ દીએ ઓઢાડી.. રે ચેતન ! ૯ પરને જ જોખમદાર ગણે તે, રાગ દ્વેષ કેમ મૂકે? પોતે ન જોખમદાર ગણે તે, વસ્તુ સ્થિતિ તે કેમ ચૂકે?... રે ચેતન ! ૧૦ મોહ નદીમાં એમ તણાતાં, મોહમાં ગળકાં ખાતાં; મોહ નદીનો પાર બિચારા, કેમ અજ્ઞાની પાતા?.... રે ચેતન ! ૧૧ દૂર કરી ઉપાદાન અશુદ્ધિ, રાગાદિ દુષ્ટ વિભાવો; ભગવાન અમૃત પ્રગટાવે, શુદ્ધ ચિત્ સ્વ સ્વભાવો... રે ચેતન ! ૧૨ અર્થાત્ - રાગ જન્મમાં જે મોહમૂઢ જનો અન્ય દ્રવ્યનો દોષ કાઢે છે, તેઓ વસ્તુસ્થિતિના અજ્ઞાનરૂપ કુશસ્ત્ર વડે કરીને પોતાનું જ્ઞાન - મસ્તક જ વાઢી નાંખે છે. કારણકે અન્ય દ્રવ્યને જ જેઓ રાગ જન્મમાં નિમિત્ત માને છે, તે શુદ્ધબોધથી “વિધુર” - વિરહિત - વિહીન જનો અજ્ઞાને કરી જેની બુદ્ધિ અંધ બની છે એવો “અંધ બુદ્ધિઓ જ' છે - શુદ્ધવવિધુરીશ્વયુદ્ધયઃ | એટલે તેઓ મોહમાં વહન ૬૯૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy