SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ છે, ગ્રહણ રૂપ સંપ્રદાન પરનું કરે છે, ત્યાગ રૂપ અપાદાન પરનું કરે છે અને અધિકરણ પણ પરવસ્તુનું કરે છે. આમ તે પરનો કર્તા હોય છે એટલે તેનું ષકારક ચક્ર પણ આમ આત્મબાધકપણે પ્રવર્તે છે. ‘આ કર્માદિ પરભાવો તો બાહ્ય ભાવો છે, ખરેખર ! પર છે - અર્થાત્ શત્રુનું કામ કરતા હોવાથી પર' છે, આત્માના ભાવશત્રુ છે. ૫રમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી, પણ અનાદિ અધ્યાસની કુવાસનાથી તેમાં અહંત્વ - મમત્વ કરીને તે બંધાય છે. તે એટલે સુધી કે પરપરિણતિના રાગીપણે, તે ૫૨૨સના રંગથી રક્ત થાય છે, પરરસરંગે રંગાઈ જાય છે અને પરનો ગ્રાહક તથા રક્ષક બની પરભોગમાં આસક્ત બને છે ! આ પર પરિણતિના રંગથી જ આ જીવ અનંત દુઃખ પામે છે. એટલે આ પરભાવરૂપ પરચક્રનું આક્રમણ ખરેખર ! ઉપપ્લવરૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્યરૂપ છે, વિઘ્નરૂપ - બાધારૂપ છે, અરિષ્ટ - અનિષ્ટરૂપ છે, ગ્રહરૂપ છે, અંધાધુંધી રૂપ છે.’ યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૪૮૫ - ‘પર પરિણતિ રાગી પણે, ૫૨૨સ રંગે રક્ત રે, પર ગ્રાહક રક્ષકપણે, પર ભોગે આસક્ત રે... જગતારક પ્રભુ વિનવું.'' - શ્રી દેવચંદ્રજી જેમ કોઈ કોકડું ગૂંચવાઈ ગયું હોય, તેની મૂળ ગૂંચ જો ઉકેલાય તો આખું કોકડું સહેલાઈથી ઉકલી જાય છે, તેમ બંધના કોકડાની મૂળ ગૂંચ જો ઉકેલાય તો આખું બંધનું કોકડું સહેલાઈથી ઉકલી જાય એમ છે અને તે મૂળ ગૂંચ પ૨વસ્તુમાં આત્મબુદ્ધિ કરવારૂપ આ એકત્વ અધ્યાસનું કરણ છે, એ એકત્વ અધ્યાસકરણને લીધે જ જીવ કર્તા હોય છે અને સંસાર દુ:ખના મૂળરૂપ બંધ જાલમાં સપડાય છે. “मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । ત્યવત્ત્વનાં પ્રવિશેવન્તવૃદિવ્યાવૃતેન્દ્રિયઃ ।'' - શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત ‘સમાધિશતક’ આથી ઉલટું - આ આત્મા પ્રગટ ચેતન છે અને પુદ્ગલમય પ્રકૃતિ પ્રગટ અચેતન છે, ઈત્યાદિ પ્રકારે આત્મા - અનાત્માના - સ્વ - પરના પ્રત્યેકના નિયત - પ્રતિનિયત – ત્રણે કાળમાં ન ફરે એવા ચોક્કસ નિશ્ચયરૂપ સ્વલક્ષણનું પોતપોતાના પ્રતિવિશિષ્ટ ખાસ (Distinguished, special specified), લક્ષણનું નિર્માન - નિર્ધારરૂપ - નિશ્ચયરૂપ જ્ઞાન આ ચેયિતા ચેતન આત્માને શ્રી સદ્ગુરુ ઉપદેશ થકી હોય છે – એટલે આ જડ અચેતન પ્રકૃતિથી હું ચેતન આત્મા જૂદો છું એવું પ્રગટ ભાન તેને પ્રગટે છે, આમ ‘જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત' એવી સ્થિતિ બનવા પામી હતી, તે સ્વરૂપ શ્રી સદ્ગુરુ ભગવંતથી સમજી, તે અનંત દુઃખના કારણરૂપ તે આત્માના બંનિમિત્ત પ્રકૃતિ સ્વભાવને મૂકી દે છે - પ્રકૃતિસ્વમાવમાભનો ચંનિમિત્તે મુંદ્યુતિ । કારણકે બંધાવાને પશુ પણ ઈચ્છતો નથી, પણ બંધનથી છૂટવાને જ ઈચ્છે છે, તો પછી આ બુધજન પ્રકૃતિ સ્વભાવને આત્માનું બંધનમિત્ત જાણીને તત્ક્ષણ કેમ ન છોડી ઘે ? એટલે કે અનાદિથી વળગેલી આ પ્રકૃતિબલાને તે તત્કાળ અળગી કરે છે, અબળા છતાં પ્રબળા બનેલી જે અનાદિના ગાઢ પ્રેમ પરિચયથી આત્મ-પુરુષ પર આધિપત્ય જમાવી બેઠી હતી તે પ્રકૃતિ - બલાના સકંજામાંથી શીઘ્ર છૂટી જાય છે, અનાદિથી સંલગ્ન થયેલી જે પ્રકૃતિ - સુંદરીના પ્રેમપાશમાં ફસાઈ પડી પોતે સ્ત્રીમુખ - સ્ત્રી લટ્ટુ (Henpecked husband) પતિ બન્યો હતો, તે પ્રકૃતિ નારીને લગ્ન વિચ્છેદ કરી તત્ક્ષણ છૂટાછેડા (Divorce) આપે છે ! “કારણકે આ સમ્યગ્દષ્ટિ દૃષ્ટા પુરુષને સત્પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા ‘શ્રુત’ જ્ઞાનથી વિવેક ઉપજ્યો છે, શ્રુતજ્ઞાન સમ્યક્ષણે પરિણમ્યાથી સદ્-અસનું ભાન થયું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ - ૫૨નું ભેદજ્ઞાન પ્રગટ્યું છે, આત્મા - અનાત્માનો પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યો છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેક ખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે. જેમકે હું આ દેહાદિ પરવસ્તુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહજાત્મસ્વરૂપ જ મ્હારૂં છે, બીજું કંઈ પણ મ્હારૂં નથી. હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મ્હારા નથી - એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં ૫૪૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy