SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૧૪, ૩૧૫ છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૩૭, ૪૧૭), હાથનોંધ, ૧૫૫, ૫૦૦ આમ આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે આત્મા આત્માને પોતાને બંધનું કારણ એવા પ્રકૃતિ સ્વભાવને મૂકતો નથી. ખરી રીતે તો કોઈને બંધાવું ગમતું નથી, છતાં આ આત્મા અનાદિની આ આત્માને વળગેલી બંધકારણ પ્રકૃતિ બલાને બળવાનપણે શા માટે પકડી રાખે છે, તેનો ખુલાસો આ પરથી મળી રહે છે, આ પ્રકૃતિ-નારી આ આત્મપુરુષની સાથે અનાદિથી સંલગ્ન થઈ છે, તેની છેડાછેડી કેમ છટતી નથી. એનું સ્પષ્ટ કારણ આ પરથી સમજાઈ જાય છે. જીવને વળગેલી આ પ્રકૃતિ બલા અબળા છતાં પ્રબળા બનીને, પોતાની માયાજાલથી જીવ પર પોતાનું આધિપત્ય જમાવી બેસી છે, તેના સકંજામાંથી જીવ કેમ છૂટતો નથી તેનું રહસ્ય આ પરથી શીઘ ખુલ્લું થઈ જાય છે અને અનંત શક્તિનો સ્વામી છતાં આ પુરુષ પ્રકૃતિ - સ્ત્રીની માયાજાળમાં ફસાઈ પડી ભવજલમાં કેમ અટવાઈ રહ્યો છે, એ અજબ કોયડાનો ઉકેલ પણ આ પરથી તુરત આવી જાય છે. અરે ! આ પ્રકૃતિ અને મહાભવ દુઃખદાયિની બંધનિમિત્ત છે - “પ્રવ્રુતિસ્વીવમાત્મનો વંનિમિત્તે - એટલું પણ આ મૂઢ અબુઝ જીવ સમજતો નથી, પણ આ પ્રકૃતિ-સુંદરી તો મને કેવી સંસાર સુખદાયિની (1) છે એમ સમજી તેને પૂર્ણ પ્રેમથી વળગી રહે છે ! જેમ આ સંસારમાં કોઈ સંસાર સુખનો લ્હાવો લેવા માટે બંધનરૂપ લગ્નસંબંધમાં હોંશે હોંશે જોડાય છે અને પછી સંસાર સાગરનું ખારું પાણી હોંશે હોંશે પીએ છે, તેમ આ મૂઢ અજ્ઞાની જીવ પણ પ્રગટ બંધરૂપ પ્રકૃતિ સાથે લગ્ન સંબંધથી હોંશે હોંશે જોડાય છે અને આ સંસાર – લવણ સમુદ્રનું ખારું પાણી હોંશે હોંશે પીધા કરે છે ! અને આ અનાદિની વળગેલી પ્રકૃતિ - બલાને અળગી કરવાને બદલે પ્રેમથી ગાઢ આલિંગનથી વળગી રહે છે ! અને મોહિની રૂપધારિણી આ પ્રકૃતિ બલાએ અબળા છતાં પ્રબળા બની, કોણ જાણે કેવી યે માયાની ભૂરકી આંજી આ સબળા પુરુષને એવો તો લટ્ટ બનાવી દીધો છે, કે તે અબલા પ્રબળા પ્રકૃતિના મોહબંધનમાં જ મોજ માણે છે ! અને ગાઢ પ્રેમીની પેઠે અનાદિની પ્રકૃતિ – પ્રિયા સાથે કોઈ પણ પ્રકારની જૂદાઈ જાણતો નથી ! હું છોડી નિજ રૂપ રમ્યો પર પુદગલે, ઝીલ્યો ઉલટ આણી વિષય તૃષ્ણા જલે.” - શ્રી દેવચંદ્રજી અને આમ જૂદાઈ જાણતો નથી, એટલે જ આત્માને પોતાને બંધનિમિત્ત પ્રકૃતિ સ્વભાવને અજ્ઞાની ચેતયિતા જ્યાં લગી મૂકતો નથી, ત્યાં લગી તે સ્વ - પરને એટલે કે સ્વ - ચેતન આત્માને અને પર - અચેતન પ્રકૃતિને એકપણે જાણે છે, જૂદાઈ જાણતો નથી, એથી કરીને તે અજ્ઞાયક હોય છે, સ્વ - પરને એકપણે દેખે છે, જૂદાઈ દેખતો નથી, તેથી કરીને તે મિથ્યાદેષ્ટિ હોય છે, સ્વ - પરને એકપણે પરિણમે છે, જૂદાઈ પરિણમતો નથી, તેથી કરીને તે અસંમત હોય છે અને ત્યાં લગી જ તે પર - આત્માનું એકપણું માની બેસવાપણું કરે છે, એથી આ એકત્વ અધ્યાસના કરવાને લીધે - Yરાત્મનોરેસ્વાધ્યાસહ્ય વરVIતુ તે કર્તા હોય છે, કર્મો કરે છે અને તેથી બંધાય છે અને ભવભ્રમણ દુઃખ પામે છે. આમ પરવસ્તુમાં એકત્વ અધ્યાસનું કરણ (કરવું) એ જ કર્તુત્વનું અને તજ્જન્ય ભવદુઃખનું મૂલ કારણ છે, આ પરમ તત્ત્વ રહસ્ય પરમતત્ત્વદેખા આચાર્યવર્ય પરમર્ષિ અમૃતચંદ્રજીએ અત્ર ખુલ્લું કર્યું છે. કારણ છે - ઉપર “માસ્' - બેસી જવું (To sit) એ વ્યુત્પત્તિ અર્થ પરથી આ જીવ અનાદિ કાળથી પ્રકૃતિરૂપ પુદ્ગલમયી પર વસ્તુમાં અધ્યાસ અધિકૃતપણે - ઉપર ચઢી બેસવા રૂપ - અધિકાર જમાવવારૂપ આસન કરી બેઠો છે, તે પરવસ્તુને પોતાની માની તે પર ચઢી બેઠો છે, પારકી બેઠક - પારકી ગાદી પચાવી પાડવા રૂપ દેઢ અભ્યાસ કરી બેઠો છે; અને આમ પરવસ્તુને પોતાની માની બેસવારૂપ એકત્વ અધ્યાસના કરવાના લીધે જ તે પરભાવનો કર્તા થાય છે, પરભાવ કર્મ કરે છે, પર વસ્તુનું કરણ પ્રયોજે ૫૭૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy