SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૧૪, ૩૧૫ દઢ થયો છે. એટલે તે ભાવે છે કે મહારે આ મહારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે – ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે, માટે હું હારા આત્મભાવને જ ભજું ને સમસ્ત પરભાવ પ્રપંચને ત્યજું એ જ યોગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર - પરિવારરૂપ ભાવ જ આ બીજા બધા સાથે સંયોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ ! વિરામ પામ ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાનો પરમ ઉપાય છે, એનો આશ્રય કર ! આશ્રય કર !” - શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૪૭૬-૪૭૭ “ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ - આપણો આતમ ભાવ જે, શુદ્ધ ચેતના ધાર રે, અવર સવિ સાથ સંયોગથી, એ નિજ પરિકર સાર રે. શાંતિ જિન.” - શ્રી આનંદઘનજી આમ આત્માને પોતાને મહા દુઃખકારણ બંધનિમિત્ત પ્રકૃતિ સ્વભાવને ચેતયિતા જ્યારે મૂકી દે છે, ત્યારે આ પ્રકૃતિ જૂદી છે, હું જૂદો છું, એમ સ્વ – પરની જૂદાઈ જાણવા રૂપ સ્વ - પરનું વિભાગ શાન તેને હોય છે, તેથી કરીને તે જ્ઞાયક હોય છે; આ પ્રકૃતિ જૂદી છે, હું જૂદો છું, એમ સ્વ - પરની જૂદાઈ દેખવારૂપ સ્વ – પરનું વિભાગદર્શન તેને હોય છે, તેથી કરીને તે દર્શક હોય છે; આ પ્રકૃતિની પરિણતિ જૂદી છે, મ્હારી પરિણતિ જૂદી છે, એમ જૂદાઈ જાણવા રૂપ - આચરવારૂપ વિભાગ પરિણતિ તેને હોય છે, તેથી કરીને તે સ્વરૂપમાં સંયમનપણા થકી સંયત હોય છે અને ત્યારે જ પર-આત્માનું એકપણું માની બેસવાપણારૂપ એકત્વ અધ્યાસ તે કરતો નથી, એટલે એકત્વ અધ્યાસના અકરણને લીધે - નહિ કરવાને લીધે – પરાત્મનોવધ્યાસર્ચ કરતુ તે અકર્તા હોય છે, કર્મો કરતો નથી, એથી તે અબંધ હોય છે અને કર્મથી મુક્ત હોઈ પરમ શિવસુખ પામે છે. આકૃતિ પ્રતિનિયત પ્રતિનિયત ચેતયિતા પ્રકૃતિ પ્રકૃતિ લક્ષણ લસણ * નિર્ણાન અનિર્ણાન ચેતયિતા) ચેતન અચેતન સ્વ પર પર પ્રકૃતિ ચેતયિતા, એકત્વ – એત્વ શાનથી – અજ્ઞાયક અધ્યાસ – એત્વ દર્શન – મિથ્યાદિ : * કરણથી – એત્વ પરિણતિ ને અસંયતા વિભાગ શાનથી - લાયક વિભાગ દર્શનથી - દર્શક વિભાગ પરિણતિથી સંયત ચેતયિતા પરાત્મના એકત્વ અધ્યાસથી કર્તા :: પરાત્મના ભેદવિજ્ઞાન અભ્યાસથી અર્જા સર્વને વિશુદ્ધ જ્ઞાન ૫૮૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy