SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ બંધકારણ - બંધનિમિત્ત એના પ્રકૃતિ સ્વભાવને મૂકે છે, ત્યારે સ્વ - પરનો વિભાગ - વિભેદ જણવારૂપ વિભાગ જ્ઞાનથી તે શાયક હોય છે - વપરામિFIજ્ઞાનેન જ્ઞાયો મવતિ, સ્વ - પરનો વિભાગ . વિભેદ દેખવારૂપ વિભાગ દર્શનથી દર્શક હોય છે અને સ્વ - પરના વિભાગપણે - વિભેદપણે પરિણમવારૂપ વિભાગ પરિણતિથી સંયત હોય છે અને ત્યારે જ પર - આત્માને એકપણે માની બેસવારૂપ એકત્વ અધ્યાસના અકરણને લીધે - નહિ કરવાને લીધે તે અકર્તા હોય છે, વરાત્મનોરંવાધ્યાસચવUTIત્ કર્તા ભવતિ હવે આ વ્યાખ્યાની વિશેષ વિચારણા કરીએ : આગલી ગાથામાં એમ કહ્યું કે પ્રકૃતિનો અને આત્માનો અન્યોન્ય નિમિત્ત - નૈમિત્તિક ભાવથી બંધ હોય છે અને તેથી સંસાર હોય છે, તો પછી જિજ્ઞાસુને સહજ પ્રશ્ન થાય છે કે – બંધ એ તો પ્રગટ દુઃખ છે, દુઃખરૂપ બંધને કોઈ ઈચ્છતું નથી, પણ બંધથી છૂટવાને જ સર્વ કોઈ ઈચ્છે છે, તો પછી આત્માને પોતાને બંધનું કારણ એવી દુષ્ટ અનિષ્ટ પ્રકૃતિને જીવ શું કામ છોડી દેતો નથી ? કોણે એને બાંધી માર્યો છે કે એ દુષ્ટ પ્રકૃતિને પકડી રાખે છે ? અને હાથે કરીને ભવદુઃખથી હેરાન થાય છે ? આનો સ્પષ્ટ જવાબ એ છે કે અનાદિથી આ ચેતયિતાને - આ ચેતન સ્વરૂપ આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી, હું ચેતન સ્વરૂપ આત્મા છું તેનું જ્ઞાન નથી, એટલે આ “સ્વરૂપ સમજ્યા વિના” તે “પામ્યો દુઃખ અનંત” એમ બનવા પામ્યું છે. અને આ ચેતન સ્વરૂપ આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી એનું કારણ એટલું જ કે - આ આત્મા પ્રગટ ચેતન છે અને આ પુદ્ગલમયી પ્રકૃતિ પ્રગટ અચેતન છે, આ ચેતન સ્વરૂપ આત્મા - અમૂર્ત - અરૂપી છે અને આ અચેતન સ્વરૂપ પ્રકૃતિ મૂર્ત - રૂપી છે, આ શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા અનંત જ્ઞાન - દર્શન - સુખ - વીર્ય ગુણસંપન્ન અતીન્દ્રિય વસ્તુ છે અને આ જડ પુદ્ગલમૂર્તિ પ્રકૃતિરૂપ - રસ - ગંધ - સ્પર્શ ગુણસંપન્ન ઈદ્રિય ગ્રાહ્ય વસ્તુ છે, ઈત્યાદિ પ્રકારે આત્મા - અનાત્માના - સ્વ - પરના પ્રત્યેકના નિયત - “પ્રતિનિયત’ - ત્રણે કાળમાં ન ફરે એવા પ્રતિવિશિષ્ટ ખાસ ચોક્કસ સ્વલક્ષણનું - પોતપોતાના લક્ષણનું નિર્ણાન - નિર્ધારરૂપ નિશ્ચયરૂપ જ્ઞાન તેને હોતું નથી, “પ્રતિનિતિસ્વનક્ષણનિíનેન” એટલે આ પરદ્રવ્યરૂપ જડ અચેતન પ્રકૃતિથી હું ચેતન આત્મા જૂદો છું એવું ભાન તેને હોતું નથી, એટલું જ નહિ પણ આ જડ તે હું એમ તે પરદ્રવ્યમાં પણ આત્મબુદ્ધિ ધરી પોતે પોતાનું ચેતનપણું ભૂલી જડપણું સ્વીકારે છે ! અને પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક શૈલીથી ભાખ્યા પ્રમાણે “આપ આપકે ભૂલ ગયા, ઈનસે ક્યા અંધેર ?' - એના જેવી મહા હાસ્યાસ્પદ વાર્તા બને છે ! અર્થાત્ આ મોટામાં મોટા અંધેર જેમ પોતે પોતાને ભૂલી જવા રૂપ મૂલગત ભૂલને લીધે આત્મસ્વરૂપનું અજ્ઞાન હોય છે. આપ આપકું ભૂલ ગયા, ઈનસેં ક્યા અંધેર? સુમર સુમર અબ હસત છે, નહિ ભૂલેંગે ફેર.” કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વ સ્વરૂપ જ માને છે. “વિચારની ઉત્પત્તિ થયા પછી વદ્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિ કાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયાં છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કયી ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનું આટલાં સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સબોધનાં વર્તમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામઠામ કહી છે, કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંત વિશેષ લાગે ૫૭૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy