SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૨૪-૨૨૭ અમૂલ્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક એવા આત્મામાં પાપધૂલ નાંખી તેને મલિન કરવો, તે તો કેટલી બધી મૂર્ખતાનું કામ ગણવું જોઈએ ? ખરેખર ! વિષયાસક્તિથી પાપધૂલિ આત્મામાં નાંખનારા ભવાભિનંદી જીવો મૂર્ખ, દિવાના, પાગલ જ છે, ગાંડાની ઈસ્પિતાલને લાયક મનુષ્યો જ છે, કારણકે તેઓ મોહ મદિરાથી મસ્ત થઈ ઉન્મત્ત બન્યા છે ! “વીત્યા મોહમાં વિરામુનત્તીમૂતું નતું !' (ભર્તુહરિ) અને એટલે જ કર્મભૂમિમાં પરમ ધર્મબીજરૂપ મનષ્યપણું પામીને. એનીસ (ખેતીમાં) અલ્પ મતિવાળાઓ પ્રયત્ન કરતા નથી', પણ મૂર્ખશિરોમણિ એવા આ મંદબુદ્ધિ ભવાભિનંદી મિધ્યાદેષ્ટિ જીવો આમ ધર્મબીજ રૂપ મનુષ્યપણાનું સાર્થક્ય કરવાને બદલે તે બીજને વેડફી નાંખે છે ! અનેક પ્રકારના દુરાચારમાં, મિથ્યાભિમાનમાં, પ્રમાદમાં, વિષયમાં ને કષાયમાં તેઓ અમૂલ્ય ચિન્તામણિ રત્ન સમાન મનુષ્ય જીવન ગુમાવી દે છે ! ને કાગડાને ઉડાડવા માટે ચિંતામણિ રત્ન ફગાવી દેનાર મૂર્ખ જેવું કાર્ય કરે છે ! તેથી તેમનો “એળે ગયો અવતાર' થાય છે. “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો યે અરે ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો, સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો ! રાચી રહો?. લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો, શું કટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત મોક્ષમાળા (બાલાવબોધ) પાઠ-૬૭ આમ મિથ્યાષ્ટિ અજ્ઞાની અને સમ્યગુષ્ટિ જ્ઞાનીની દૃષ્ટિમાં વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશ પાતાલનું અંતર છે. એક જ ભોગ પ્રવૃત્તિમાં પણ બન્નેનું પ્રયોજન જૂદું છે. અજ્ઞાની સકામ છે, જ્ઞાની નિષ્કામ છે, અજ્ઞાની ભોગકર્મને સકામપણે સેવે છે, જ્ઞાની એ જ ભોગકર્મને નિષ્કામપણે સેવે છે. અજ્ઞાની ભોગને તત્ત્વરૂપ સાચા જાણે છે તેથી તે ભોગમાં ડૂબી મરે છે ને ભવાબ્ધિ તરતો નથી, જ્ઞાની ભોગને માયાજલ રૂ૫ - મૃગજલ રૂપ મિથ્યા ખોટા જાણે છે. તેથી તે ભોગમધ્યેથી પણ સોંસરો નિર્વિઘ્ન પસાર થઈ જઈ ભવાબ્ધિ તરી જાય છે. અજ્ઞાની ભોગ પંકમાં ગૂંચી જાય છે, શાની ભોગ-પંકમાં પણ પંકજની જેમ અબદ્ધસ્કૃષ્ટ રહે છે. અજ્ઞાની વિષય સુખની ઈચ્છાથી ભોગનું સેવન કરે છે, જ્ઞાની વિષય સુખની નિરિચ્છા છતાં પૂર્વકર્મના અનિવાર્ય ઉદયથી ભોગનું સેવન કરવું પડે તો ન છટકે કરે છે. અજ્ઞાની વિષય ભોગનું સુખફળ મેળવવા અર્થે ઉત્સુકપણે ભોગ સેવે છે, જ્ઞાની વિષય સુખ ફળ મેળવવા અર્થે ભોગ સેવતો નથી પણ પૂર્વ કર્મરજ નિર્જરી જાય એ અર્થે નિરુત્સુકપણે ભોગ સેવે છે. આમ શાની પૂર્વકર્મની પ્રેરણાથી – પૂર્વ પ્રારબ્ધોદયથી જે કાંઈ મન-વચન-કાયાનું કર્મ કરવું પડે તે નિષ્કામ પણ કરે છે, પણ આથી મને વિષય સુખની પ્રાપ્તિ હો એમ વિષય સુખ ફળાથે સકામપણે કરતો નથી, એટલે તે કર્મ તેને બંધરૂપ કર્મફળ આપતું નથી, આથી ઉલટું, અજ્ઞાની મન-વચન-કાયાનું જે કાંઈ કર્મ કરે છે તે મને વિષય સુખની પ્રાપ્તિ હો એમ વિષય સુખફળાયેં સકામપણે કરે છે, એટલે તે કર્મ તેને બંધરૂપ કર્મફળ આપે છે. અર્થાત્ અજ્ઞાની અભાગી હોય તો પણ ભોગી છે, ને જ્ઞાની ભોગી હોય તો પણ અભોગી છે અને જ્ઞાનીને પણ માત્ર પૂર્વ પ્રારબ્ધોદયથી પ્રાપ્ત ઉદય ભોગ કર્મ સેવવાનો અધિકાર છે, પણ તે કર્મનું ફળ ઈચ્છવાનો કદી પણ અધિકાર નથી, “ જોવુ વાવનું ' અને કદાપિ કર્મફળ ઈચ્છે તો તે જ્ઞાની જ રહેવા પામતો નથી, પણ અજ્ઞાની જ બની જાય છે ને મુમુક્ષુ મટી ભવાભિનંદી મિથ્યાષ્ટિની લોકપંક્તિમાં બેસી જાય છે સમ્યગૃષ્ટિ) ( જ્ઞાની
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy