SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ફલત્યાગી કર્મકર્તા નથી એમ તાત્પર્યદર્શી સમયસાર કળશ (૨૧) કહે છે – त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं, किन्त्वस्यापि कुतोऽपि किंचिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकंपपरमज्ञानस्वभावे स्थितो, ज्ञानी किं कुरुतेऽथं किं न कुरुते कर्मेति जानाति कः ॥१५३॥ ત્યાગ્યું છે ફલ કર્મ તે ન કરતો એવું પ્રતીતા અમે, એને ય કયાંયથી કર્મ 8 અવશથી આવી પડે કો સમે; ને તે આવી પડ્યું અકંપ પરમ જ્ઞાનસ્વભાવે સ્થિતો, શાની કર્મ કરે છે શું? શું ન કરે? એ કોણ જાણે? અહો ! ૧૫૩ અમૃત પદ-(૧૫૩) ફલ ત્યાગું તે કર્મ કરે ના, પ્રતીતિએ અમે એવું, એને ય ક્યાંયથી કર્મ કંઈ આવશે, આવી પડે તે લેવું... ફલ ત્યાગ્યું તે કર્મ કરે ના. ૧ આવી પડ્યું તે સ્થિત અકંપા, પરમ સ્વજ્ઞાન સ્વભાવે, શાની કર્મ શું કરે? કરે ન શું? કોણ જાણે એ ભાવે ?.... ફલ ત્યાખ્યું તે કર્મ કરે ના. ૨ કર્મફલ પરિત્યાગી એવા, કર્મ કરે ના શાની, ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્રા, જ્ઞાન અમૃતના પાની. ફલ ત્યાગું તે કર્મ કરે ના, ૩ અર્થ - જેણે ફળ ત્યર્યું, તે કર્મ કરતો નથી, એમ અમે પ્રતીત કરીએ છીએ, કિંતુ આને પણ ક્યાંયથી પણ કિંચિતું પણ તે કર્મ અવશથી આવી પડે, પણ તે આવી પડ્યું અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત એવો શાની કર્મ શું કરે છે? વા નથી કરતો? એમ કોણ જાણે છે? અમૃત જ્યોતિ' મહાભાષ્ય “ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્ત સ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે, વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ હૈયે. " જગતથી બહુ ઉદાસ થઈ ગયા હૈયે.” કોઈ પ્રકારે રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. " લી. યથાર્થ બોધ સ્વરૂપના પ્રણામ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૬), ૩૧૭ જેણે કર્મફલનો ત્યાગ કર્યો તે કર્મ કરતો જ નથી એવા ભાવનો આ કળશ કહ્યો છે – વત્તે યેન છત્ત સ “ સૂક્ત નેતિ પ્રતીકો વયે - જેણે કર્મનું ફલ ત્યજી દીધું છે તે કર્મ કરતો નથી એમ અમે પ્રતીતિએ છીએ – પ્રતીત કરીએ છીએ - દેઢ શ્રદ્ધાથી દઢ નિશ્ચયથી માનીએ છીએ, અર્થાત્ તે કર્મ કરે જ નહિ, કિંતુ આને પણ - આવા કર્મફલ ત્યાગીને પણ ક્યાંયથી પણ કિંચિત પણ તે કર્મ અવશથી આવી પડે - હિન્દુસ્થાપિ તોડપિ વિવિ તત્વ Íવશેના તે, જે પોતાને વશ - સ્વાધીન નથી એવા અવશથી - અસ્વાધીનપણાથી - પૂર્વકમ પરાધીનપણાથી આવી પડવાનો સંભવ છે, તમન્નાપતિતે તુ - પરંતુ તે આવી પડ્યું ‘અપપરમજ્ઞાનમાં સ્થિત - “અકંપ' - કદીપણ કંપાયમાન ન થાય એવા “પરમ' - ઉત્કૃષ્ટ - જ્ઞાન સ્વભાવમાં સ્થિત શાની શું કર્મ કરે છે ? કે નથી કરતો ? તે કોણ જાણે છે ? “જ્ઞાની જિં વાન્ડેડ કિં ન સુતે તિ નાનાતિ : ?' અત્રે સહજ આશંકા થવી સંભવે છે કે જે જ્ઞાનીને કર્મફલનો પરિત્યાગ છે ને કર્મફલની ઈચ્છા જ નથી, તો પછી એ કર્મ જ શા માટે કરે છે ? એણે કર્મ જ શા માટે કરવું જોઈએ ? આનો જાણે ઉત્તર ૩૪૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy