SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સ્વ-પર વસ્તુનો ભેદ જાણી જેણે ‘વેદ્ય સંવેદ્ય પદ'ની પ્રાપ્તિથી શુદ્ધ આત્મસ્વરૂપનું સંવેદન કર્યું છે એવા સમ્યગ્દષ્ટિ જ્ઞાનીમાં અને સ્વ પર વસ્તુનો ભેદ નહિ જાણવાથી જેણે શુદ્ધ આત્મસ્વરૂપનું સંવેદન નથી કર્યું એવા મિથ્યાદૅષ્ટિ અજ્ઞાનીમાં મહદ્ અંતર છે. કારણકે જેણે શુદ્ધ આત્મસંવેદન રૂપ વેદ્ય સંવેદ્ય પદ પ્રાપ્ત કર્યું છે એવા સ્વ-પર વિવેકશ સમ્યગ્દષ્ટિ જ્ઞાની સર્વ હેય - ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ ત્યાગવા યોગ્ય છે અને આ વસ્તુ આદરવા યોગ્ય ગ્રહણ કરવા યોગ્ય છે, એવો સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચય બુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દૃઢ છાપપણે અંકિત થઈ ગયેલ હોય છે. એટલે ભલે કદાચ પૂર્વ પ્રારબ્ધોદયથી તે તે પ્રમાણે આચરણ ન પણ કરી શકે, અર્થાત્ સ્ત્રી આદિ હેય છે, તેનો તે ત્યાગ ન કરી શક્તો હોય, અથવા વિરતિ - પ્રત્યાખ્યાન આદિ આદેય છે, તેનું તે ઉપાદાન-ગ્રહણ ન કરી શકતો હોય, તો પણ આ વસ્તુ ચોક્કસ છોડી દેવા યોગ્ય છે અને આ વસ્તુ ચોક્કસ આદરવા યોગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કંઈ પણ ફેર પડતો નથી. કર્મદોષ વશે તેમ કરવાની કદાચ પોતાની અશક્તિ - નિર્બળતા હોય, તો તેને માટે પણ તેને નિરંતર ખરેખરો આત્મસંવેદનમય ખેદ રહે છે કે અરે ! હું આ હેય વસ્તુ ત્યાગી શકતો નથી, આ વિરતિ આદિ હું આદરી શકતો નથી. આમ તે જ્ઞાનીના અંતરમાં ભેદ પડી જાય છે. અજ્ઞાનીને તેવો સંવેદન રૂપ અંતર ભેદ હોતો નથી. આમ જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં, વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશ પાતાલનું અંતર હોય છે. કારણકે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને ભેદવિજ્ઞાન થયું છે, સ્વ - પર વસ્તુનો ભેદે તેવો જાણ્યો છે, સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, એવા બીજભૂત મૂળભૂત જ્ઞાનનું અંતઃપ્રતીતિમય અખંડ સંવેદન - અનુભવન તેને વર્તે છે અને સર્વ પરભાવથી અંતરંગ રતિ - પ્રીતિ વિરામ પામી જવારૂપ ખરેખરી અંતરંગ ભાવ વિરતિ પણ વર્ષે જ છે. - આથી ઉલટું, સ્વ ૫૨ વસ્તુના ભેદજ્ઞાનથી અનભિજ્ઞ - અજાણ હોઈ મિથ્યાર્દષ્ટિ ભવાભિનંદી જીવ પરવસ્તુમાં વિશેષ રતિ - પ્રીતિ ધરે છે, પરવસ્તુના ભોગ - સાધનોમાં અત્યંત આસક્ત રહી, ભવને અભિનંદતો સતો ભવરોગનું નિવારણ ઈચ્છતો નથી અને વિષયને જ ઈષ્ટ માની તેમાં જ રચ્યોપચ્યો રહે છે, તેમાં જ નિમગ્ન થાય છે, તેમાંજ ડૂબી જાય છે ! અને આમ તેની ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી, તે એટલે સુધી કે ઉંમર પાકી ગઈ હોય, પોતે ઘરડો ખખ બૂટ્ટા બેલ જેવો થઈ ગયો હોય, છતાં વિષયાભિલાષના અતિરેકથી પુનઃ જુવાનીનું જોમ પ્રાપ્ત કરવાને તે ‘વાજીકરણ' પ્રયોગ – ધાતુ પુષ્ટિનો વૈદ્યક પ્રયોગ કરે છે, રસાયન સેવે છે, તે ઘોડા જેવી તાકાત મેળવવા ઈચ્છતો તે વિષયનો ગધેડો બંને છે આશા જીર્ણ થઈ નથી, તે જ જીર્ણ થાય છે ! વય જાય છે, પણ વિષયાભિલાષ જતો નથી !! ‘આશા ન ની િવયમેવ નીí !' ગતં વયં નો વિષયામિત્તાષઃ ।' એટલે આ ભવાભિનંદી મિથ્યાર્દષ્ટિ જીવ ક્ષણિક વિષયરૂપ કુસુખમાં - ખોટા માની લીધેલા કલ્પિત સુખમાં આસક્ત હોઈ, તે વિષયની પ્રાપ્તિ અર્થે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, કુશીલ સેવે છે, પરિગ્રહ વધારે છે, આરંભ આદિ કરે છે અને તે તે પાપ સ્થાનકોના સેવનથી તે જ્ઞાનાવરણાદિ પાપ કર્મરૂપ ધૂલિ-૨જ આત્મામાં નાંખી પોતાના આત્માને મલિન કરે છે ! તે પાપધૂલિથી આત્માને" પાશ નાંખે છે, પોતે પોતાને બાંધે છે, પોતે પોતાનો વૈરી' થઈ આત્મઘાતી બને છે ! અને આમ જે પોતાના હાથે ગળે ફાંસો નાંખે છે, આત્મામાં કર્મરજરૂપ ધૂળ નાંખે છે, તે મૂર્ખ, જડ, મંદબુદ્ધિ કહેવા યોગ્ય છે. કારણકે કોઈ માણસ પોતાના હાથે માથામાં ધૂળ નાંખતો હોય, તો આપણે તેને મૂર્ખ દિવાનો માનીએ છીએ, ગાંડાની ઈસ્પીતાલને લાયક ગાંડો પાગલ ગણીએ છીએ, ને તેની મૂર્ખતા પર હસીએ છીએ, તો પછી આ તો સેવતે - ફલાર્થે રાજાને નથી સેવતો, તત: સ રાના તસ્ય છતું ન વાતિ - તેથી તે રાજા તેને ફલ નથી દેતો, તથા સભ્યવૃત્તિ: - તેમ સમ્યગ્દષ્ટિ તાર્થ જર્મન સેવતે - ફલાર્થે કર્યું નથી સેવતો, તતસ્તત્કર્મ તસ્ય છતું ન વાતિ - તેથી તે કર્મ તેને ફલ નથી દેતું, રૂતિ તાત્પર્ય - એમ તાત્પર્ય..।। રૂતિ ‘આત્મધ્યાતિ’ગાભભાવના - ||૨૨૪-૨૨૭૦૦ " आत्मानं पाशयन्त्येते सदासच्चेष्टया भृशम् । પાપપૂવા ખંડાઃ વાર્થમવિચાર્યેળ, તત્ત્વતઃ ।।” - પરમર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત ‘યોગદૅષ્ટિ સમુચ્ચય’, ૮૨ ૩૩૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy