SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૫ અને “અનાગત' - ભવિષ્યકાળ સંબંધી ઉપભોગ તો જ્ઞાનિને “કાંક્ષિત' જ નથી - ઈચ્છલ જ નથી. આ ઉપભોગ મને ભવિષ્યમાં પ્રાપ્ત હો એવી કોઈ પણ આકાંક્ષા - અનાગત ઉદયની અનાકાંક્ષા કામના - આશંસા - સૃહ શાની કરતો જ નથી. કારણકે જ્ઞાનીને આકાંક્ષા કે જે અજ્ઞાનમય ભાવ છે તેનો અભાવ નહિ હોવાપણું છે - જ્ઞાનિનો જ્ઞાનમય માવસ્થ ગાવાયા સમાવીત |’ તેથી “અનાગત' - ભાવિ પણ કર્મોદય ઉપભોગ જ્ઞાનીનો પરિગ્રહ ન હોય. આમ ભૂત, ભવદુ કે ભાવિ ત્રણે પ્રકારમાંથી કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળે કર્મોદય ઉપભોગનો ખરેખરા “જ્ઞાનીને’ પરિગ્રહ ભાવ હોય જ નહિ, આ નિશ્ચય છે - રૂતિ સિદ્ધ | જ્ઞાનીને ભોગની ઈચ્છા છે તેથી ભોગ ભોગવે છે એમ નથી, પણ અનિચ્છા છતાં ભોગવ્યા વિના છૂટકો નથી એવા માત્ર પૂર્વ ઉદયથી પ્રાપ્ત ઉદય ભોગ ભોગવવા પડે તે શાનીને ભોગ અનિછા : ભોગવે છે. કારણકે જ્ઞાન-વૈરાગ્ય સંપન્ન જ્ઞાનીને ભોગ ઈચ્છાની સહજ ભોગથી ઈચ્છા નિવૃત્તિ નિવૃત્તિ હોય છે, ભોગાકાંક્ષા પ્રત્યે સહજ વૈરાગ્ય વર્તે છે. અત્રે કોઈ કહેશે કે ન થાય - વિષય ભોગથી તેની નિવૃત્તિ થશે, ભોગ ભોગવ્યાથી એના પ્રત્યે કંટાળો - વૈરાગ્ય આવશે, તો તે માનવું પણ ખોટું છે. કારણકે ભોગથી* તેની ઈચ્છાવિરતિ થવી, તે તો એક ખાંધેથી ભાર ઉતારી બીજી ખાંધે ભાર આરોપવા બરાબર છે, કારણકે તેનો સંસ્કાર તો ચાલુ જ છે. જેમ કોઈ ભારવાહક એક ખાંધે ભાર ઉપાડતાં થાકી જાય, એટલે બીજી ખાંધે આરોપે છે, પણ ભાર મૂકી દેતો નથી, તેમ ભોગવાંચ્છક એક વિષયથી થાકે - કંટાળે એટલે તેની ઈચ્છાથી વિરામ પામી બીજો વિષય પકડે છે, પણ મૂળભૂત વિષયવાસનાને મૂકી દેતો નથી - અંતર્ગત વિષય વિકાર પરિણતિને છોડી દેતો નથી. માટે ગમે તેટલા ભોગથી તેની ઈચ્છા વિરતિ થવી શક્ય નથી. કારણકે ભોગસંસ્કાર છૂટ્યો નથી - અંતર્ગત વિષય વિકાર પરિણતિની દુર્વાસના ટળી નથી, એટલે વિષયમાંથી વિષયાંતર થયા જ કરે છે. આમ ભોગ થકી જે વાસનાનો અનુબંધ ચાલુ જ છે. માટે ભોગ ભોગવ્યા થકી ભોગેચ્છા નિવૃત્તિ માનવી તે મિથ્યા ભ્રાંતિ છે. પણ સમ્યગુ દૃષ્ટિ જ્ઞાનીને તો સહજ વિષય વૈરાગ્ય વર્તે છે, એટલે તે સહજ સ્વભાવે ભાવિભાગની આકાંક્ષારૂપ અજ્ઞાનમય ભોગેચ્છાથી નિવર્તે છે - ભોગેચ્છાથી દૂર રહે છે, વિષય વાંચ્છા ત્યજે છે – વિષય વાસનાનો ત્યાગ કરે છે અને કદાચિત પૂર્વ કર્મયોગે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે પ્રાપ્ત ભોગ સંપત્તિનો વર્તમાન ઉપભોગ કરે છે, તો પણ રાગ રહિતપણે અનાસક્ત ભાવે - અનાત્મભાવે જલકમલવતુ નિર્લેપ રહીને જ કરે છે, એટલે રાગબુદ્ધિરૂપ અજ્ઞાનમય ભાવના અભાવે તે તેમાં બંધાતો નથી અને ઉદય ભોગ કર્મ ભોગવીને - છૂટી જાય છે. આમ અજ્ઞાનમય ભાવરૂપ રાગબુદ્ધિના ને ભોગાકાંક્ષાના અભાવને લીધે ભૂત-ભવદુ-ભાવિ ભોગનો જ્ઞાની પુરુષનો પણ પરિગ્રહભાવ પામતો નથી. આ સમ્યગુદૃષ્ટિ પુરુષની આશ્ચર્ય ઘટના છે ! કારણકે સ્વરૂપના ઘરમાં બેસી સમ્યગુદૃષ્ટિ યોગી અહીં દેષ્ટા-જ્ઞાતા રૂપ સાક્ષીભાવે આ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દમય પુદ્ગલ જાલને જાણે તમાસો જુએ છે અને મફતમાં લીલાલ્હેર અનુભવે છે ! अप्राप्तत्वप्रमात भावदीपयन्ति ये। "सिया विषयसौख्यस्य वैराग्यं वर्णयन्ति ये । मतं न युज्यते तेषां भावदर्थप्रसिद्धितः ॥ अप्राप्तत्वभ्रमादुबैरवाप्तेष्वप्यनंतशः । ખોળોષ મૂાનાં સગીરા નો પ્રાતિ ”- શ્રી યશોવિજયજી કૃત શ્રી “અધ્યાત્મ સાર” "भोगात्तदिच्छाविरतिः स्कंधभारापनुत्तये । પત્તરસમોવત્તાસંવિધાનતઃ ” - શ્રી યોગદષ્ટિ સમુચ્ચય' ગ્લો. ૧૧ ૩૦૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy