SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૬ “એ પદ ગ્રંથિ વિભેદથી જી, છેલ્લી પાપ પ્રવૃત્તિ; તપ્ત લોહ પદ ધૃતિ સમી જી, અંત સમય નિવૃત્તિ... મનમોહન જિનજી.” - શ્રી યશોવિજયજી કૃત “યોગદૃષ્ટિ સજઝાય” અને તે ભોગ પ્રવૃત્તિ પણ તે અત્યંત નીરસપણે – અંતરંગ ખેદપણે કરે છે, આત્મભાવથી તો કરતો જ નથી, નિર્ધ્વસ પરિણામથી કરતો નથી, પણ પૂર્વકર્મથી પ્રેરાઈને જો વિત્ત જ રન પરાણે - ન છૂટકે કરવી પડે તો આત્માને નિંદતો સતો કરે છે. આ સમ્યગુ તીર્થકરાદિ દષ્ટાંત દૃષ્ટિ જીવ શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં કહ્યું છે તેમ કાયપાતી જ હોય છે, પણ તે ચિત્તપાતી તો હોતો જ નથી. અર્થાત્ કાયાથી જ એનું પતન થાય છે એટલે કે કાયામાત્રથી જ તે ક્વચિત પાપમાં પડે - પાપક્રિયા કરે, પણ ચિત્તથી તો તેનું કદી પાપમાં પતન થતું જ નથી. કારણકે તે ભિન્નગ્રંથિ સમ્યગુદૃષ્ટિ પુરુષનું ચિત્ત મોક્ષમાં હોય છે ને શરીર સંસારમાં હોય છે - “મોક્ષે વિત્ત કરે તનુ:' એટલે તેનો સર્વ જ યોગ - ધર્મ અર્થાદિ સંબંધી વ્યાપાર યોગરૂપ જ હોય છે. શ્રી કૃષણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્તને બાધ થાય નહીં. ** સમ્યગુષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધ કર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહિ. પૂર્વ કર્મના ઉદય રૂપ ભયથી ઘટે છે. જેટલે અંશે ભાવપ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દૃષ્ટિપણું તે જીવને હોય છે. “અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ સમ્યત્વ સિવાય ગયાં સંભવે નહિ, એમ જે કહેવાય છે તે યથાર્થ છે. ** પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજ જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણે પરમાર્થ માર્ગી પુરુષનું હોય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૩૭૫), ૪૫૯ આમ સમ્યગુષ્ટિ પુરુષની સમસ્ત સંસાર ચેષ્ટા ભાવ પ્રતિબંધ વિનાની હોય છે, અનાસક્ત ભાવવાળી હોય છે. આનું ઉત્તમ દષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાનું છે. તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા, ભોગી છતાં યોગી હતા, સંસારમાં અનાસક્ત ભાવે જલકમલવત્ નિર્લેપ રહ્યા હતા. આવું તેમનું લોકોત્તર ચિત્ર ચારિત્ર આચાર્યોના આચાર્ય જેવા સમર્થ કવિવર યશોવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે – “રાગ ભરે જન મન રહો, પણ તિહું કાળ વૈરાગ, ચિત્ત તમારા રે સમુદ્રનો, કોઈ ન પામે તો તાગ.. શ્રી શ્રેયાંસ કૃપા કરો.” - શ્રી યશોવિજયજી “यदा मरुन्नरेंद्रश्रीस्तवया नाथोपभुज्यते । અત્ર તત્ર નિ વિરવત્તત્વ તવાપિ તે ” - શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત શ્રી “વીતરાગ સ્તવ' અને એવું જ ઉજ્જવલ જીવતું જાગતું જવલંત દષ્ટાંત વર્તમાનયુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ "कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् । न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ भिन्नग्रन्थेस्तु यायो मोक्षे चित्तं भवे तनुः । તસ્ય તર્વ વેદ રોગો રોનો હિ માવત: ||'' - શ્રી યોગ બિન્દુ ૨૧૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy