SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તે સ્વપ્રમાં ને સ્વપ્રમાં રોમાંચ અનુભવે છે, ત્યાં અફસોસ ! વચ્ચમાં વિઘ્ન આવે છે ગાજવીજનો ગડગડાટ થાય છે, ને તેનું સ્વપ્ના અધૂરૂં રહે છે, તેનો ખેદ માત્ર અવશેષ રહે છે ! આમ આ સંસાર ખરેખર ! સ્વપ્રા જેવો છે, માટે ‘પ્રાણી આ ! ભજી લેને કિરતાર, આ તો સપનું છે સંસાર.' ઈત્યાદિ પ્રકારે નિરંતર વૈરાગ્ય ભાવના ભાવતા આ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને આ સમસ્ત સંસાર સ્વપ્ર જેવો, મૃગજળ જેવો, ગગન નગર જેવો, ને ઉપલક્ષણથી એઠ જેવો, ધૂળ-રાખ જેવો, કાજળની કોટડી જેવો ભાસે છે. કારણકે સ્વપ્ર રૂપ અજ્ઞાન દશા વ્યતીત થઈ, તેને જ્ઞાનરૂપ જાગ્રત દશા પ્રાપ્ત થઈ છે. ‘‘સકળ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન; કહીયે જ્ઞાનિદશા, બાકી વાચા જ્ઞાન.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઉંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.'' - શ્રી નરસિંહ મહેતા ‘‘વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી આપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ. "" - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી ભાવનાબોધ અને એટલે જ વેદ્ય સ્વ-૫૨ વસ્તુનું આત્મસંવેદન રૂપ નૈૠયિક વેઘ સંવેઘ' પદ પ્રાપ્ત થયું છે એવા આ શુદ્ધાત્માનુભવી જ્ઞાની સમ્યગ્દષ્ટિને સર્વ પરદ્રવ્ય પ્રત્યે ‘વિરતિ’ વર્તે છે. ‘વિરતિ' એટલે विगता रति यस्याः જેમાંથી રતિ-રાગ-પ્રીતિ વિગત છે - ચાલી ગઈ છે તે ‘વિરતિ’, અર્થાત્ વિરાગ-વૈરાગ્ય-વીતરાગપણું. 'ज्ञानस्य फलं विरति' વિરતિના બે અર્થ - જેનો જે વસ્તુ પ્રત્યે રાગ વિગત થયેલ છે ‘વિરતિ’ ઉપજેલ છે, તે તે વસ્તુ પ્રત્યે પ્રવૃત્તિ કેમ કરે ? ન જ કરે, એટલું જ નહિ પણ તે વસ્તુથી વિરમે અટકે વિરતિ કરે, અર્થાત્ તે વસ્તુથી વિરામ પામે. આમ પરવસ્તુથી વિરમવું - વિરામ પામવો વિરતિ કરવી એ ‘વિરતિ'નો બીજો અર્થ થયો. પ્રથમ અર્થમાં જે વિરાગ પામવા રૂપ ‘વિરતિ’ છે તેનું સહજ સ્વાભાવિક પરિણામ બીજા અર્થ પ્રમાણે વિરામ પામવા રૂપ ‘વિરતિ’ છે, જે પ્રથમ પ્રકારની ‘વિરતિ' પામે છે તે બીજા પ્રકારની વિરતિ પામે છે અને આમ ‘જ્ઞાનનું ફલ વિરતિ' - જ્ઞાનસ્ય છતું વિરતિ - એ સૂત્ર ચરિતાર્થ બને છે. . - - જે ખરેખરો શાની હોય છે તેને સર્વ પરભાવ પ્રત્યે વિરાગભાવ રૂપ વિરતિભાવ વર્તે જ છે અને એટલે જ ભાવથી તો તે સર્વભાવથી વિરામ પામવા રૂપ વિરતિ ભાવને ભજે જ છે અને દ્રવ્યથી વિરતિ પણ કરે છે વા કરવા ઈચ્છે જ છે. યદિ બન્ને અર્થમાં ભાવથી વિરતિ છતાં પૂર્વ કર્મના દોષથી દ્રવ્યથી વિરતિ કરવાનું ન બની શકે - પૂર્વ પ્રારબ્ધના યોગથી ભોગ પ્રવૃત્તિ કરવી પડે તો પણ તેની તે ભોગ પ્રવૃત્તિ ‘તમ લોહપદન્યાસ* જેવી એટલે કે તપેલા લોઢા પર પગ મૂકવા જેવી હોય છે. જેમ તપેલા લોઢા પર પગ મૂકતાં તરત જ આંચકો અનુભવાય છે, પગ ત્યાં ઝાઝો વખત સ્થિતિ કરતો નથી, તરત જ આપોઆપ પાછો ખેંચી લેવાય છે, તેમ આ મહાત્મા સમ્યગ્દષ્ટિ પુરુષ એટલો બધો પાપભીરુ હોય છે, ભોગસખા પાપથી એટલો બધો ડરતો રહે છે કે ક્વચિત્ કર્મના અપરાધને લીધે પણ જો જાણતાં - અજાણતાં પણ ભોગ નિમિત્તક હિંસાદિ પાપમાં કંઈ પ્રવૃત્તિ થઈ જાય, તો તે તરત એકદમ આંચકો અનુભવે છે, પાપમાં તે ઝાઝો વખત ટકતો નથી, ત્યાંથી તે તત્ક્ષણ જ પાછો વળી જાય છે – પ્રતિક્રમી જાય છે. - ‘તા લોહ પદન્યાસ’ વૃત્તિ ઃ કાયપાતી પણ ચિત્તપાતી નહિ "अतोऽन्यदुत्तरास्वस्मात् पापे कर्मागसोऽपि हि । તમનોહરવાસતુલ્યા વૃત્તિ હ્રાવિવવિ ।।” - શ્રી ‘યોગદૅષ્ટિ સમુચ્ચય’ શ્લો. ૭૦ ૨૧૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy