SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અધ્યાત્મયોગી સમ્યગ્દષ્ટિ વીતરાગ પુરુષે પોતાના ઉત્તમ અધ્યાત્મ ચરિત્રથી પૂરૂં પાડ્યું છે. તે તેમનું અધ્યાત્મ* જીવન જેમાં ઓતપ્રોત ગુંથાયેલું છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાદ્યંત અવલોકના૨ને સહજે પ્રતીત થાય છે. દાખલા તરીકે - ‘‘રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ર પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ, માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. ‘“ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ.’’ “અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વર્તે છે. અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન મળવા દેતો નથી.’’ *** ‘‘જો કે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવો રૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું ચિત્ત તે નેત્રરૂપ છે. આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાન પણે આરાધિય છૈયે. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણકે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે, તે જેમ દુ:ખે, અત્યંત દુ:ખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામ રૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક્ પ્રકારે વેદે છે, અખંડ સમાધિ પણે વેદે છે.'' ઈત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૩૩, ૩૮૫ ઈ. આ સર્વ ઉપરથી સમજી શકાશે કે જેને આવો પરમ વૈરાગ્ય વર્તે છે - ‘તીવ્ર વિરાગ ભાવ' વર્તે છે, તેવા ઉત્તમ સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પૂર્વ પ્રારબ્ધ યોગથી ક્વચિત્ પરાણે એ ભોગ પ્રવૃત્તિ કરવી પડે, તો પણ તે બંધાતો નથી, તે તેના પરમ વૈરાગ્યનું જ સામર્થ્ય છે. કારણ કે જેણે શુદ્ધ ચેતન રસ પૂર્ણ શુદ્ધાત્માનુભૂતિ રૂપ સમકિત અમૃત રસનો લેશ પણ સ્વાદ ચાખ્યો, તેને બાકસ બુકસ જેવા બીજા રસ કેમ ગમે ? ‘‘તુજ સમકિત રસ સ્વાદનો જાણ, પાપ કુભક્તે હો બહુ દિન સેવિયુંજી, સેવે જો કરમને જોગે તોહિ, વાંછે તે સમકિત અમૃત ધરે લખ્યુંજી... જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી, ચાખ્યો રે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રુચિ કિમેજી.'' - શ્રી યશોવિજયજી જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે અને બંધન નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે.’’ “આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૧૦, ૪૧૧), ૪૯૭, ૪૯૮ સમ્યગ્દષ્ટિ શાની આ વસ્તુ આ પરમ ભાવિતાત્મા મહાત્માના પરમ અદ્ભુત અધ્યાત્મ જીવનનું આલેખન કરતા ‘અધ્યાત્મ રાજચંદ્ર’ ગ્રંથમાં આ વિવેચન લેખકે નિસ્તુષ પૃથક્કરણથી સપ્રમાણ દર્શાવી આપ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે ગ્રંથનું અવલોકન કરવું. ભગવાનદાસ ૨૧૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy