SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૫ જ્ઞાન જ મોક્ષહેતુ છે એ ઉક્ત વસ્તુની પરિપુષ્ટિ કરતો સમયસાર કળશ (૬) લલકારે છે शिखरिणी यदेतद् ज्ञानात्म ध्रुवमचलमाभाति भवनं, शिवस्यायं हेतुः स्वयमपि यतस्सच्छिव इति । अतोन्यद्वंधस्य स्वयमपि यतो बंध इति तत्, ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितं ॥१०५॥ પ્રભાસે જ્ઞાનાત્મ ધ્રુવ અચલ આ જે ભવન તે, શિવે હેતુ છે આ સ્વયમપિ યતઃ છે શિવ જ તે; બીજો તો બંધોનો સ્વયમપિ યતઃ બંધ નિત તે, તતઃ જ્ઞાનાત્મત્વ ભવન અનુભૂતિ વિહિત તે. ૧૦૫ થાય. અમૃત પદ-૧૦૫ જ્ઞાનાત્મ ભવન અનુભૂતિ, જ્ઞાનાત્મ ભવન અનુભૂતિ, એ જ શિવસુંદરીની દૂતિ, એ જ શિવસુંદરીની દૂતિ... જ્ઞાનાત્મભવન. ૧ જે આ જ્ઞાનાત્મ ભવન ભાસે, ધ્રુવ અચલ અત્યંત આ ભાસે, શિવનો નિશ્ચય આ હેતુ, શિવ સ્વયં જ તેહ આ હેતુ... જ્ઞાનાત્મભવન. ૨ એથી અન્ય બંધનો હેતુ, બંધ સ્વયં જ તેહ આ હેતુ, તેથી જ્ઞાનાત્મપણું ભવનં, તે નિશ્ચય છે અનુભવનં... જ્ઞાનાત્મભવન. ૩ જ્ઞાનાત્મભવન અનુભૂતિ, એ જ શિવસુંદરીની દૂતિ, ભાખી જ્ઞાનભવનની ભૂતિ, ભગવાન્ અમૃતચંદ્ર વિભૂતિ... જ્ઞાનાત્મભવન. ૪ અર્થ - જ્ઞાનાત્મ એવું જે આ ધ્રુવ અચલ ભવન ભાસે છે, આ શિવનો હેતુ છે, કારણકે સ્વયં પણ તે (જ્ઞાન) શિવ છે, એનાથી અન્ય બંધનો હેતુ છે, કારણકે સ્વયં પણ તે (અન્ય) બંધ છે, તેથી જ્ઞાનાત્મત્વ (જ્ઞાનાત્મપણું) ભવન તે સ્ફુટપણે અનુભૂતિ જ વિહિત છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે. જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે.'' અજ્ઞાન ટાળવા માટે કારણો (સાધનો) બતાવ્યાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૯૫૭ ઉપદેશ છાયા ઉપરમાં જે જ્ઞાનને જ મોક્ષહેતુ સુનિશ્ચિત કર્યો, તેની પરિપુષ્ટિ રૂપે આ સારસમુચ્ચય રૂપ કળશ ૫૨મ આત્મભાવ શિખરે સ્થિત તાત્ત્વિકશેખર અમૃતચંદ્રજીએ ભાવવાહી શિખરિણી વૃત્તમાં લલકાર્યો દ્વૈતવું જ્ઞાનાત્મ ધ્રુવમવતમામતિ મવનં - જે આ જ્ઞાનાત્મા - જ્ઞાનરૂપ એવું ધ્રુવ અચલ ભવન આભાસે છે, તે આ શિવનો મોક્ષનો હેતુ છે, કારણકે સ્વયં - પોતે પણ તે શિવ મોક્ષ છે शिवस्यायं हेतुः સ્વયપિયતતચ્છિવ રૂતિ । આનાથી અન્ય તે બંધની હેતુ છે, કારણકે સ્વયં - પોતે પણ તે બંધ છે ગતોચંદ્રંથસ્ય સ્વયપિ યતો બંધ કૃતિ તાત્ તેથી જ્ઞાનાત્મ ભવન જ્ઞાનાત્મપણું ભવન સ્ફુટપણે અનુભૂતિ વિહિત છે ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितं । - *** - ૫૫ - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy