________________
સમયસાર : આત્મખ્યાતિ .
આકૃતિ
અનુભૂતિ -
જ્ઞાનાત્મા
- મોક્ષ
'ભવન
અજ્ઞાન અન્ય ભવન
= બંધ ) બંધ હેતુ
) - મોક્ષહેતુ
ધ્રુવ-અચલ
અર્થાત્ જ આ પ્રત્યક્ષ અનુભૂયમાન - અનુભવાઈ રહેલું “જ્ઞાનાત્મ' - જ્ઞાન જેનો આત્મા - સ્વરૂપ છે એવું “ધ્રુવ - સ્વભાવભૂતપણાથી સદા - સ્થિર “અચલ” - પરભાવ – વિભાવથી કદી પણ ચલાયમાન ન થાય એવું “ભવન’ - હોવું - પરિણમન - તથારૂપ શાનદશા રૂપે પરિણમવાપણું “આભાસે' છે - ‘આ’ - તેની સ્વરૂપ મર્યાદા પ્રમાણે “ભાસે છે - પ્રકાશે છે, તે આ શિવનો - મોક્ષનો હેતુ છે. અવિસંવાદી કારણ છે, કારણકે સ્વયં પણ - પોતે પણ ‘તે’ - જ્ઞાનભવન - જ્ઞાન પરિણમન “શિવ' - મોક્ષ છે. આનાથી અન્ય - આ જ્ઞાનભવનથી બીજું એટલે કે અજ્ઞાન ભવન અથવા તો જ્ઞાનઅભવન તે બંધનો હેતુ છે, કારણકે સ્વયં પણ – પોતે પણ તે બંધ છે. તેથી કરીને “જ્ઞાનાત્મત્વ ભવન” – જ્ઞાનાત્મપણું ભવન જ્ઞાન સ્વરૂપપણું હોવું - જ્ઞાન સ્વરૂપપણું પરિણમવું - પરિણમન તે અનુભૂતિ વિહિત છે, જ્ઞાનીઓથી વિધાન કરાયેલ છે.