SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આમ આ ક્રમ છે. નિયમસાર’માં પણ પ્રથમ વ્યવહાર ચારિત્રનું નિરૂપણ કરી પછી નિશ્ચય ચારિત્રનું વર્ણન કર્યું છે તેનું પણ આ જ રહસ્ય છે કે પ્રથમ તો પરમાર્થના લક્ષે વ્યવહાર ચારિત્ર જેટલી પ્રાથમિક યોગ્યતા તો પ્રાપ્ત કરે, પછી જ નિશ્ચય ચારિત્ર જેવી અતિ અતિ ઉચ્ચ ભૂમિકાની પ્રાપ્તિ સંભવે, નહિ તો તથારૂપ યોગ્યતા વિના નિશ્ચયની વાત પણ શોભે નહિ શુષ્કશાનીના માત્ર વાણીવિલાસ રૂપ હવાઈ કિલ્લા જ (castles in the air) થઈ પડે ! માટે આ ક્રમની બા. માં બીજા શબ્દોમાં કહીએ તો પ્રથમ તો અવ્રતાદિ રૂપ અશુભોપયોગને સર્વથા ત્યજી દઈ નિશ્ચયના લક્ષપૂર્વક વ્રત-તપ આદિ રૂપ શુભોપયોગને ભજે અને પછી તેના આલંબને ઉત્તરોત્તર શુદ્ધિ પામતાં ક્રમે કરી શુભોપયોગને પણ છોડતો જઈ શુદ્ધોપયોગ દશાને પામી કેવલ શુદ્ધોપયોગને જ ભજે. આમ વ્યવહાર સંયમ પણ પરમાર્થ સંયમને ઉપકારી છે એટલા માટે કોઈ પણ જ્ઞાનીએ કદી પણ તેનો નિષેધ કર્યો નથી, પરંતુ સભ્યપણે આચરવાનું સદા સમ્યક્ વિધાન કર્યું જ છે. સ્વ જીવ ૫૪ - પર પુદગલ કર્મ
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy