SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ હવે આચાર્યજી (૧૫૨)મી ગાથામાં જ્ઞાનને વિહિત કરે છે – “પણ પરમાર્થમાં અસ્થિત એવો જે તપ કરે છે અને વ્રત ધારે છે, તે સર્વને સર્વશો બાલતપ અને બાલવ્રત જાણે છે.” અને (૧૫૩)મી ગાથામાં જ્ઞાન-અજ્ઞાનને મોક્ષહેતુ-બંધહેતુ નિયમે છે – “વ્રત-નિયમો તથા શીલો ધારતા અને કરતા એવા પરમાર્થબાહ્ય જેઓ છે, તેઓ નિર્વાણને નથી પામતા.' - આ ત્રણે ગાથાનો અદ્ભુત પરમાર્થ “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે અને ઉપરમાં જે જ્ઞાનને જ મોક્ષહેતુ સુનિશ્ચિત કર્યો, તેની પરિપુષ્ટિરૂપ આ સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૦૫) લલકાર્યો છે - “જ્ઞાનાત્મ એવું જે આ ધ્રુવ અચલ ભવન ભાસે છે, આ શિવનો હેતુ છે, કારણપણે સ્વયં પણ તે (જ્ઞાન) શિવ છે, એનાથી અન્ય બંધનો હેતુ છે, કારણકે સ્વયં પણ તે (અન્ય) બંધ છે, તેથી જ્ઞાનાત્મત્વ (જ્ઞાનાત્મપણું) ભાન તે ફુટપણે અનુભૂતિ જ વિહિત છે.” ઈ. હવે આચાર્યજી પુનઃ પણ પુણ્યકર્મના પક્ષપાતીના પ્રતિબોધનાર્થે પ્રકાશે છે - “પરમાર્થબાહ્ય” તે અજ્ઞાનથી અજાણતાં, સંસારગમન હેતુ પણ પુણ્યને ઈચ્છે છે.' આ ગાથાનો અદ્ભુત ભાવ અદ્ભુત આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ એક જ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં સેંકડો ગ્રંથોથી પણ ન દર્શાવા તેવો ભાવ અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથી અપૂર્વ તત્ત્વ પ્રકાશ રેલાવ્યો છે, “અહીં નિશ્ચય કરીને કોઈ - નિખિલ કર્મપક્ષના ક્ષયથી સંભાવિત છે આત્મલાભ જેનો એવા મોક્ષને અભિલષતાં છતાં - તદ્દેતુભૂત સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્ર સ્વભાવના પરમાર્થભૂત જ્ઞાનભવન માત્ર ઐકાચ્ય લક્ષણ સામાયિક પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રના ઉત્તરણમાં કલીતાએ (પૌરુષહીનતાએ) કરીને, ** સકલ કર્મકાંડને નહિ ઉખૂલતાં, સ્વયં અજ્ઞાનને લીધે કેવલ અશુભ કર્મને બંધહેતુ અધ્યાસી (માની બેસી) એમ વ્રત - નિયમ - શીલ - તપ પ્રમુખ શુભકર્મને - બંધહેતુને પણ - અજાણતાં અભ્યપગમે છે. (માની બેસે છે.)” ઈ. “આત્મખ્યાતિ'ના સર્વ ભાવ આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિસ્યુટ વિવેચ્યા છે. હવે આ (૧૫૫) ગાથામાં આચાર્યજી પરમાર્થ મોહેતુ તેઓને દર્શાવે છે - “જીવાદિ શ્રદ્ધાન (તે) સમ્યક્ત, તેઓનો (જીવાદિનો) અધિગમ (તે) જ્ઞાન, રાગાદિ પરિહરણ (ત) ચરણ (ચારિત્ર) - આ જ મોશપથ.” આ ગાથાનો પરમાર્થ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિફુટ પ્રકાશ્યો છે - “મોક્ષહેતુ’ નિશ્ચયે કરીને સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્ર, તેમાં - સમ્યગદર્શન જીવાદિ શ્રદ્ધાન સ્વભાવથી જ્ઞાનનું ભવન (હોવું, પરિણમવું), જીવાદિ જ્ઞાન સ્વભાવથી જ્ઞાનનું ભવન જ્ઞાન, રાગાદિ પરિહરણ સ્વભાવથી જ્ઞાનનું ભવન ચારિત્ર. તેથી એમ સમ્યગદર્શન – જ્ઞાન ચારિત્ર એક એવ જ્ઞાનનું ભવન આવ્યું, તેથી જ્ઞાન જ પરમાર્થ મોક્ષહેતુ.” ઈ. હવે આ (૧૫૬) ગાથામાં આચાર્યજી પરમાર્થ મોક્ષહેતુથી અન્ય એવા કર્મને પ્રતિષેધે છે - નિશ્ચયાર્થ મૂકીને વિદ્વાનો વ્યવહારથી પ્રવર્તે છે, પણ કર્મક્ષય તો પરમાર્થ આશ્રિત યતિઓનો વિહિત છે.” આ ગાથાનો પરમાર્થ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્પષ્ટ વિવર્યો છે. ઉપરમાં જે “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં પરમ તત્ત્વજ્ઞાન પ્રકાશ્ય, તેના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૦૬, ૧૦૭) અમૃતચંદ્રજી સંગીત કરે છે - (૧) “જ્ઞાનનું ભવન સદા જ્ઞાન સ્વભાવથી વૃત્ત છે, તેથી એકદ્રવ્યસ્વભાવપણાને લીધે, તદ્ એવ (જ્ઞાન ભવન જ) મોક્ષહેતુ છે. (૨) જ્ઞાનનું ભવન કર્મસ્વભાવથી વૃત્ત (વિટાયેલું) નથી જ, તેથી દ્રવ્યાંતર સ્વભાવપણાને લીધે કર્મ મોક્ષહેતુ નથી.' એમ ઉક્ત પ્રકારે જ્ઞાનભવન જ મોહેતુ છે અને કર્મ મોક્ષહેતુ નથી જ, એટલા માટે જ તે નિષેધવામાં આવે છે, એમ પછીની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૦૮) અમૃતચંદ્રજી લલકારે છે - “મોક્ષહેતુના તિરોધાનને લીધે અને સ્વયમેવ બંધપણાને લીધે અને મોક્ષહેતુ તિરોધાયિ ભાવપણાને લીધે તે (કર્મ) નિષેધાય છે.” ઈ. હવે આ ત્રણ ગાથામાં (૧૫૭-૧૫૯) આચાર્યજી કર્મનું મોહેતુનું તિરોધાનકરણ સાધે છે - (૧) “વસ્ત્રનો જૈતભાવ જેમ મલમલનાસક્ત નાશે છે. તેમ મિથ્યાત્વમલથી અવચ્છત્ર (આચ્છાદિત, ૮૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy