SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પુણ્ય પાપ અધિકાર પુણ્ય-પાપ પ્રરૂપક તૃતીય અંક હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈ પુણ્ય-પાપરૂપે પ્રવેશે છે અને તેનો પ્રવેશ કરાવતાં, પરમાર્થ-મહાકવિ અમૃતચંદ્રજી તે કર્મના શુભ-અશુભ દ્વિરૂપની મોહબ્રાંતિ ટાળનારા જ્ઞાન-અમૃતચંદ્રનો ઉદય ઉદ્યોષતા આ અમૃત સમયસાર કળશ (૧૦૦, ૧૦૧) સંગીત કરે છે અને તાદેશ્ય ચિત્રમય સ્વભાવોક્તિ સંયુક્ત અન્યોક્તિ રજૂ કરે છે. “એક બ્રાહ્મણત્વનાં અભિમાન થકી દૂરથી મદિરા ત્યજે છે, બીજો “હું શુદ્ધ સ્વયં છું' એમ અભિમાની નિત્ય તે વડે જ સ્નાન કરે છે ! આ બન્નેય શુદ્રિકાના ઉદરમાંથી યુગપત - એક સાથે જોડકાં) નીકળેલા સાક્ષાત્ બે શૂદ્રો છતાં તેઓ જાતિભેદના ભ્રમથી વિચરે છે !' આવું ગ્રંથ સહસ્ત્રથી પણ ન દાખવી શકાય એવું પરમ તત્ત્વરહસ્ય અત્ર અમૃતચંદ્રજીએ માર્મિકપણે સૂચવી આગલી ગાથામાં (૧૪૫) આવતા ભાવનું સૂચન કર્યું છે. આ (૧૪૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “અશુભ કર્મને કુશીલ અને શુભ કર્મને સુશીલ તમે જાણો છો, તે સુશીલ કેમ હોય છે? - કે જે સંસારમાં પ્રવેશાવે છે. આનું તત્ત્વ સર્વસ્વ સમર્પક અદૂભુત વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાયું છે. ઉક્ત વસ્તુના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૦૨) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રયના સદાય અભેદને લીધે નિશ્ચય કરીને કર્મભેદ નથી જ, તેથી બંધ માગશ્રિત એક માનવામાં આવેલું તે કર્મ સ્વયં સમસ્ત નિશ્ચયે બંધહેતુ છે.' ઈ. - હવે (૧૪૬)મી ગાથામાં આચાર્યજી ઉભય કર્મને અવિશેષથી બંધહેતુ સાધે છે - “સૌવર્ણિક (સોનાની) બેડી પણ અને લોહમય (લોઢાની) બેડી પણ જેમ પુરુષનું બાંધે છે, એમ શુભ વા અશુભ કરેલું કર્મ જીવને બાંધે છે'; અને (૧૪૮-૧૪૯) ગાથામાં ઉભય કર્મને પ્રતિષેધ્ય સ્વયં દાંતથી સમર્થે છે - “જેમ સ્કુટપણે કોઈ પણ પુરુષ જનને કુત્સિત શીલવાળો જાણીને તેની સાથેનો સંસર્ગ અને રાગકરણ વર્જે છે (દૂરથી પરિહરે છે), એમ કર્મપ્રકૃતિનો શીલ સ્વભાવ કુત્સિત દુષ્ટ) જાણીને સ્વભાવરત જનો તેનો સંસર્ગ વર્જે છે અને પરિહરે છે.” આના ભાવનું “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ વનહસ્તીના સુંદર દૃષ્ટાંતથી ઓર સંવર્ધન કર્યું છે. હવે (૧૫૦)મી ગાથામાં આચાર્યજી ઉભય કર્મને બંધહેત અને પ્રતિષેધ્ય આગમથી સાધે છે - “રક્ત (રાગયુક્ત) કર્મ બાંધે છે, વિરાગ સંપ્રાપ્ત જીવ મૂકાય છે - આ જિનોપદેશ છે, તેથી કર્મોમાં મ રંજ !' - આના ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ઓર સ્પષ્ટીકરણ કર્યું છે. અને આ લેખકે સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પ્રવચનસાર' અને અમૃતચંદ્રાચાર્યકૃત પ્રવચનસાર ટીકાના પ્રબળ અવલંબને પરિપુષ્ટ કર્યો છે; અને “આત્મખ્યાતિ'માં તેની પુષ્ટિ અર્થે સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૦૩) અમૃતચંદ્રજી સંગીત કરે છે – “કારણકે કર્મને સર્વને પણ સર્વવિદો અવિશેષ બંધસાધન કહે છે, તેથી સર્વ પણ તે પ્રતિષિદ્ધ છે, જ્ઞાન જ શિવહેતુ - (મોક્ષકારણ) વિહિત છે.” ઈ. અને આના અનુસંધાનમાં અમૃત સમયસાર કળશ (૧૦૪) અમૃતચંદ્રજી લલકારે છે - “સર્વ સુકૃત - દુકૃત કર્મ સ્કુટપણે નિષેધવામાં આવ્યું, નષ્કર્મ (નિષ્કર્મપણું) પ્રવૃત્ત થયે મુનિઓ ખરેખર ! અશરણ છે જ નહિ, ત્યારે જ્ઞાનમાં પ્રતિચરિત જ્ઞાન એઓનું શરણ છે, ત્યાં નિરત એઓ સ્વયં પરમ અમૃત અનુભવે છે.” અર્થાત તદા - ત્યારે તથારૂપ “મુનિ' - શુદ્ધોપયોગ દશાસંપન્ન સાચા શ્રમરૂપ જ્ઞાની જેવા તે ઉચ્ચ અધિકારીને શુભ - અશુભ કર્મથી પર એવી નિષ્કર્મ મુનિદશા - જ્ઞાનદશા પ્રાપ્ત થયે, જ્ઞાનમાં પ્રતિચરિત જ્ઞાન - “જ્ઞાનું જ્ઞાને પ્રતિવરિતે' - એઓનું નિશ્ચય કરીને શરણ છે – “gષ દિ શરdi ' ઈ. ઉપરમાં શુભાશુભ કર્મને અવિશેષથી બંધહેતુ સિદ્ધ કર્યો, ત્યારે મોહેતુ કોણ? તેના ઉત્તરમાં આ (૧૫૧)મી ગાથામાં આચાર્યજીએ જ્ઞાનને જ મોક્ષહેતુ સાધ્યો છે “પરમાર્થ જ નિશ્ચય કરીને જે સમય, શુદ્ધ, કેવલી, મુનિ, શાની છે, તે સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણ પામે છે.” આ અદ્ભુત ગાથાનો ભાવ અદભુત “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે. ૮૭.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy