SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઢંકાયેલ) સમ્યત્વ નિશ્ચયથી જાણવું. (૨) વસ્ત્રનો શ્વેતભાવ જેમ મલમલનાસક્ત નાશે છે, તેમ અજ્ઞાનમલથી અવચ્છત્ર જ્ઞાન હોય છે એમ જાણવું. (૩) વસ્ત્ર શ્વેતભાવ જેમ મલમલનાસક્ત નાશે છે તેમ કષાયમલથી અવચ્છિન્ન ચારિત્ર પણ જાણવું. ઈ. હવે (૧૬૦)મી ગાથામાં કર્મનું સ્વરૂપ બંધપણું સાધે છે - “તે સર્વ જ્ઞાનદર્શી નિજ કર્મરજથી અવચ્છ (ઢંકાયેલ) એવો સંસાર સમાપત્ર (સંસારને પામેલો) સતો સર્વતઃ સર્વ નથી જાણતો.' અને ત્રણ ગાથામાં (૧૬૧-૧૬૨-૧૬૩). આચાર્યજી કર્મનું મોક્ષહેતુનું તિરોધાયિભાવપણું દર્શાવે છે. “સમ્યક્ત’ પ્રતિનિબદ્ધ મિથ્યાત્વ જિનવરોથી પરિકથિત છે, તેના ઉદયથી જીવ મિથ્યાષ્ટિ' એમ જાણવો. (૨) જ્ઞાનનું પ્રતિનિબદ્ધ અજ્ઞાન જિનવરોથી પરિકથિત છે, તેના ઉદયથી જીવ અજ્ઞાની જાણવો. (૩) ચારિત્રનો પ્રતિનિબદ્ધ કષાય જિનવરોથી પરિકથિત છે. તેના ઉદયથી જીવ અચારિત્ર જાણવો.” આ સર્વ ગા વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્યુટ વિવર્યું છે અને આ લેખકે “અમૃત જ્યોતિ” મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યું છે. આમ સમસ્ત કર્મનું તત્ત્વ નિખુષ યુક્તિથી સિદ્ધ કરી, કેવલ જ્ઞાનના પરમોલ્લાસમાં રમણ કરતા પરમ આત્મભાવનાથી ભાવિતાત્મા મહાકવીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ અધિકારના સમસ્ત વક્તવ્યના પરમ સારસમુચ્ચયરૂપ - પરમ તત્ત્વ નિષ્કર્ષરૂપ પરમ પરમાર્થ અમૃતરસથી સંભૂત આ ચાર પરમ મંગલ સમયસાર કાવ્ય-કળશ અત્ર સમયસાર તત્ત્વમંદિરના મેરુ શિખર પર ચઢાવ્યા છે. તે જાણે તત્ત્વ દિવિજય કરવા ધર્મચક્રવર્તીના ચારે દિગંતમાં રોપિત કરેલા શાશ્વત ભાવ-કીર્તિ સ્થંભો હોયની ! ૧. “તે આ સમસ્ત પણ કર્મ જ મોક્ષાર્થિએ સંન્યસવા યોગ્ય (ત્યજવા યોગ્ય) છે, તે સંન્યસ્ત (ત્યક્ત) સતે તત્ર ખરેખર ! પુણ્યની વા પાપની કથા શી ? સમ્યક્ત્વાદિ નિજ સ્વભાવભવન થકી મોક્ષનો હેતુ થતું એવું નૈષ્કર્મે પ્રતિબદ્ધ (નૈષ્કર્મ સાથે જોડાયેલું) ઉદ્ધત રસવાળું જ્ઞાન સ્વયં દોડે છે. ૨. જ્યાં લગી જ્ઞાનની તે કર્મવિરતિ સમ્યફ પાક પામતી નથી, ત્યાં લગી કર્મ-જ્ઞાનનો સમુચ્ચય પણ વિહિત કર્યો તો કોઈ ક્ષતિ નથી, પરંતુ અત્રે પણ અવશથી જે કર્મ સમુલ્લસે છે, તે બંધાર્થે છે, મોક્ષાર્થે તો સ્વતઃ વિમુક્ત પરમ જ્ઞાન સ્થિત છે. ૩. કર્મનય અવલંબનપરા એવા જે જ્ઞાનને ન જાણતા, તેઓ મગ્ન (ડૂબેલા) છે, જ્ઞાનનય ઈચ્છનારાઓ પણ જેઓ અતિ સ્વચ્છેદથી મંદ ઉદ્યમી છે, તેઓ પણ મગ્ન છે, વિશ્વની ઉપર તેઓ તરે છે, કે જેઓ સતત જ્ઞાન ભવંતા (જ્ઞાન ભવનવંત) કદી પણ કર્મ નથી કરતા અને કદી પણ નથી પ્રમાદને વશ જતા. ૪. ભેદ ઉન્માદના ભ્રમરસભરથી મોહ પીધેલ હોય એવું નાટક કરતું તે સકલ પણ કર્મ બલથી મૂલોભૂલ કરી (જડ મૂળથી ઉખેડી નાંખી), હેલાથી ઉન્મીલન પામતી પરમ કલા સાથે કેલિ આરંભી છે જેણે એવી તમને કવલિત કરનારી (કોળીઓ કરનારી) જ્ઞાન જ્યોતિ ભરથી (પૂર્ણ પણે) પ્રોજ઼ભિત (વિકસિત) થઈ. | ઈતિ પુણ્ય-પાપ રૂપે દ્વિપાત્ર રૂપ થયેલું કર્મ એકપાત્રરૂપ થઈને નિષ્ઠાંત થયું (વ્હાર નીકળી ગયું) . | ઈતિ પુણ્ય-પાપ પ્રરૂપક તૃતીય અંક | ૮૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy