SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ વિના કર્મનો પરિણામ હોય છે. આનું પણ “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વ્યાખ્યાન પ્રકાશ્ય છે. - તો પછી કર્મ આત્મામાં શું બદ્ધસ્કૃષ્ટ છે ? શું અબદ્ધસ્પષ્ટ છે ? એમ નય વિભાગથી (૧૪૧)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - ‘જીવમાં કર્મ બદ્ધ અને સ્પષ્ટ છે એમ વ્યવહારનયનું કથન છે, પણ શુદ્ધ નયના મતે તો જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ હોય છે. આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ પરિટ્યુટ વ્યાખ્યાન પ્રકાશ્ય છે - “જીવ અને પુદ્ગલકર્મના એક બંધાર્યાયત્વથી તદાત્વે (ત્યારે) વ્યતિરેકના અભાવને લીધે જીવમાં કર્મ બદ્ધ સૃષ્ટ છે એમ વ્યવહારનય પક્ષ છે ? જીવ અને પુગલના અનેક દ્રવ્યત્વથી અત્યંત વ્યતિરેકને લીધે જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ છે, એમ નિશ્ચયનય પક્ષ છે.' ઈ. આગલી ગાથામાં સમયસારને “પક્ષીતિક્રાંત' - સર્વ પક્ષથી પર કહ્યો, તે પક્ષાતિક્રાંતનું સ્વરૂપ શું છે? તેનું અત્ર (૧૪૩)મી ગાથામાં ભગવદ્ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટીકરણ કર્યું છે -- બન્ને ય નયોનું કથન કેવલ જાણે છે, પરંતુ સમયપ્રતિબદ્ધ એવો નયપક્ષ પરિહીન કંઈ પણ નયપક્ષ નથી ગ્રહતો.” આનું ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં દષ્ટાંત-દાષ્ટાંતિક ભાવ સાંગોપાંગ બિંબપ્રતિબિંબપણે દર્શાવતું તત્ત્વસર્વસ્વ સમર્પક અલૌકિક અદ્ભુત પરમ અમૃત વ્યાખ્યાન કરતાં અપૂર્વ તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે. આમ “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે કહ્યું તેના પર આ અમૃત સમયસાર કળશ (૯૨) ચઢાવતાં, આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી શુદ્ધ આત્મભાવની પરિપુષ્ટિ કરતાં વદે છે - “ચિત સ્વભાવભરથી ભાવિત ભાવ અભાવ ભાવની પરમાર્થતાથી એક અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિ ફગાવી દઈને ચેતું છું - અનુભવું છું.' પાતિક્રાંત જ સમયસાર એવા પ્રકારે અવતિષ્ઠ છે - એમ (૧૪૪) ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “આ (એક આત્મા જ) સમ્યગુદર્શન - જ્ઞાન એ કેવલ વ્યપદેશ (નામ નિર્દેશ) લહે છે, સર્વ નયપક્ષ રહિત એવો જે કહેવામાં આવ્યો, તે સમયસાર.” એમ અત્રે ઉપસંહાર રૂપ નિગમન કર્યું છે અને તેનું પરમ પરમાર્થ હાર્દ પ્રકટ કરતું તત્ત્વસર્વસ્વ સમર્પક અલૌકિક પરમ અમૃત વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમયસાર “આત્મખ્યાતિ પ્રાપ્તિવિધિની અદભુત રહસ્ય ચાવી (Master-key) દર્શાવી છે. આ અભુત “આત્મખ્યાતિનો પરમગંભીર પરમાર્થ આશય આ ગ્રંથમાં સર્વત્ર આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિક્રુટ વિવેચ્યો છે અને આત્મખ્યાતિ'ના અંગભૂત અમૃત કળશનો પરમાર્થ આશય પણ પરિસ્પષ્ટ વિવરી દેખાડ્યો છે." હવે આ કર્તા - કર્મ અધિકારનો સર્વોપસંહાર કરતાં સપ્ત અમૃત સમયસાર કળશ (૯૩-૯૯) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી ચિદ્ ગગનમાં સપ્તર્ષિ સમા ચમકાવે છે. તે મધ્યે આ પ્રથમ કળશમાં (૯૩) નયપેક્ષ વિના નિર્વિકલ્પ ભાવથી અનુભવાતા આ સમયસાર પુરાણ પુરુષનું ઉત્કીર્તન કરે છે - ૧. “નયોના પક્ષો વિના અચલ અવિકલ્પ ભાવને આક્રામતો એવો જે સમયનો સાર નિભૂતોથી (ગૂપચૂપ, મૌનથી) સ્વયં આસ્વાદાઈ રહેલો ભાસે છે, તે વિજ્ઞાનૈકરસ આ ભગવાન પુણ્ય પુરાણ પુરુષ છે, જ્ઞાન દર્શન પણ આ છે, અથવા તો શું? જે કંઈ છે તે એક જ આ છે.” *** તથાપિ આ મોહ અરે ! નેપથ્યમાં કેમ રભસથી – આવેગથી - જોરશોરથી નાટક રહ્યો છે ? ૭. અથવા નાટક ભલે કરે, તથાપિ - જ્ઞાન જ્ઞાન થાય ને પુદ્ગલ પુદ્ગલ થાય તેમ આ કેવલ જ્ઞાન જ્યોતિ ઝળહળે છે, એવા ભાવનો અમૃત સમયસાર કળશ અમૃતચંદ્રજી આત્મભાવોલ્લાસથી લલકારે છે - (સમશ્લોકી) “કર્તા કર્મ જ્યમ ન બનતો કર્મ તે કંર્મ ના જ, જ્ઞાન જ્ઞાન જ્યમ જ બનતું પુદ્ગલો પુદ્ગલો જ; જ્ઞાન જ્યોતિ જ્વલિત અચલા અંતરે વ્યક્ત તેમ, ચિત્ શક્તિના ભરથી અતિશે એહ ગંભીર એમ. | ઈતિ કર્તા-કર્મ પ્રરૂપક દ્વિતીય અંક |
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy