SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ પુદ્ગલો અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં તાદાત્મ અધ્યાસ હોવાથી જીવ જન્મ મરણાદિ દુઃખોને અનુભવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ, ૧ “અવિનાસી અજ પરમાતમાં સુજાન જિન, નિરંજન અમલાન સિદ્ધ ભગવંત હૈ; એસો જીવ કર્મ રોગ સંગ લગ્યો જ્ઞાન ભૂલિ, કસતૂર મૃગ ન્યું ભુવન મેં રટત હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૭પ અત્રે આત્માનું ત્રિવિધ પરિણામવિકારનું કર્તાપણું શી રીતે થાય છે તે ભગવાનું શાસ્ત્રકારે બતાવ્યું છે અને તે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી આત્માનું ત્રિવિધ અવ વવરોનિક મી અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયા વિવરી દેખાડી પ્રસ્તુટ કર્યું છે; હવે એમ - પરિણામવિકારનું કર્તાપણું ઉક્ત પ્રકારે અનાદિ “વવંતરભૂત' મોહથી યુક્તપણાને લીધે આત્મામાં ઉસ્લવી રહેલા - કૂદાકૂદ કરી રહેલા - ઊઠી રહેલા - મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિભાવ એ ત્રણ પરિણામવિકારો નિમિત્તભૂત સતે, આ ઉપયોગ ત્રિવિધ થઈને - ત્રણ પ્રકારનો થઈને, જે જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તેનો તેનો તે નિશ્ચય કરીને કર્તા હોય. તે કેવી રીતે ? પરમાર્થથી શુદ્ધ નિરંજન અનાદિ નિધન - અનાદિઅનંત વસ્તુસર્વસ્વભૂત ચિત્માત્ર ભાવપણાએ કરી એકવિધ - એક પ્રકારનો છતાં, અશુદ્ધ સાંજન અનેક ભાવપણાને આપન્ન થતો - પ્રાપ્ત થતો ત્રિવિધ - ત્રય પ્રકારનો થઈને, સ્વયં-પોતે અજ્ઞાનીભૂત - અજ્ઞાની થયેલો - અજ્ઞાનરૂપ થયેલો કર્તાપણાને ઉપઢૌકતો - સ્વયં અંગીકાર કરી રહેલો વિકારથી પરિણમીને. આ વ્યાખ્યાનો સ્પષ્ટ આશયર્થ આ પ્રકારે - એમ ઉપરમાં કહ્યું તેમ ‘મનારિવāતરમૂતમીદયુક્તત્વીતુ - અનાદિ “વવંતરભૂત” - પરવસ્તુ રૂપ મોહના યુક્તપણાને લીધે, મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ એ ત્રણ શુદ્ધ નિરંજન ચિત્માત્ર ભાવ પરિણામવિકાર આત્મામાં “ઉગ્લવે' છે, કૂદી પડે છે, એકદમ ઊઠે છે, અશુદ્ધ સાંજન ત્રિવિધ થઈ, ઉદયમાં આવે છે, ઉસ્લવ - ક્ષોભ - ખળભળાટ મચાવે છે; અને ‘સાનિ હસ્તવનેષુ' “આત્મામાં ઉગ્લવતા” - કૂદી પડતા આ મિથ્યાદર્શનાદિ ત્રણ પરિણામવિકાર “નિમિત્તભૂત” થાય છે, એટલે ‘પરમાર્થતઃ' - પરમાર્થથી આ ઉપયોગ (આત્મા) શુદ્ધ નિરંજન અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચિન્માત્ર ભાવપણાએ કરીને એકવિધ હોવા છતાં, શુદ્ધનરંગનાનાિિનયનવસ્તુસર્વસ્વમૂતવિન્માત્રમાવવૅનૈવિધf', અશુદ્ધ સાંજન એવા અનેક ભાવપણાને પામી રહેલો ત્રિવિધ હોય છે. “સદ્ધાંગનાનેમવત્વમાપમાન: ત્રિવિધી મૂત્વ' - અર્થાતુ પરમાર્થથી - તત્ત્વથી - શુદ્ધ નિશ્ચયથી આ ઉપયોગ રાગાદિ ભાવકર્મથી રહિત એવો શુદ્ધ અને જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મોજનથી રહિત એવો નિરંજન એક વસ્તુ સર્વસ્વભૂત ચિન્માત્ર ભાવ હોઈ એક પ્રકારનો છે, છતાં આત્મામાં ઉલ્લવતા - ઉલવી રહેલા - ઉદયાગત મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂપ ત્રિવિધ પરિણામ વિકારનું નિમિત્ત પામીને આ શુદ્ધ નિરંજન ચિન્મય ઉપયોગ પણ, નીલ-હરિત-પીત ત્રિવિધ ઉપાધિ પ્રમાણે પરિણત સ્ફટિકની જેમ, અશુદ્ધ સાંજન અનેક ભાવપણાને પામી રહેલો મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ એમ ત્રિવિધ પરિણામવિકાર અનુસાર ત્રણ પ્રકારનો હોય છે. અને આમ “સ્વયં ૩જ્ઞાનમ:' - સ્વયં “અજ્ઞાનીભૂત' - અજ્ઞાની થઈ ગયેલો આ ઉપયોગ કર્તાપણાને “ઉપઢીકે' છે - સામે ચાલી ચલાવીને કર્તાપણું સ્વયં અંગીકાર કરે છે અને ત્વમુદ્રીજમાનો - કર્તાપણાને “ઉપઢૌકતો' - સ્વયં અંગીકાર કરી રહેલો આ ઉપયોગ વિકારથી પરિણમી - ‘વિજારેખ રિન્થિ' - જે જે ભાવ આત્માનો કરે છે, આ મ્હારો આત્માનો ભાવ - આ ૫૫૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy