SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ” મહાભાષ્ય “વિભાવ' એટલે “વિરુદ્ધ ભાવ' નહીં, પરંતુ વિશેષ ભાવ'. આત્મા આત્મારૂપે પરિણમે તે ભાવ” છે અથવા “સ્વભાવ' છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ “વિશેષ ભાવે' પરિણમે તે “વિભાવ” છે. આજ રીતે જડને માટે પણ સમજવું.- શ્રીમદ્ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર “ઉપાદાન ઉપાદાન પરિણતિ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન.” - શ્રી દેવચંદ્રજી જીવ પરિણામનું અને પુદ્ગલ પરિણામનું એકબીજા સાથે નિમિત્ત માત્રપણું છે, તો પણ તે બેનો કર્તા કર્મભાવ નથી એમ અત્રે ત્રણ ગાથામાં પ્રતિપાદન કર્યું છે અને જીવ પરિણામ સત્રાત્મક શૈલીથી અપૂર્વ તત્ત્વકલાથી નિબદ્ધ આત્મખ્યાતિમાં પરમર્ષિ પુદ્ગલ પરિણામનું પરસ્પર અમૃતચંદ્રાચાર્યજીએ તેનું તલસ્પર્શી મીમાંસન કર્યું છે, જીવ પરિણામના અને 'નિમિત્તમાત્રપણું, પણ કર્નાકર્મભાવ નહિ યુગલ પારણામના ઇતરેત પુદ્ગલ પરિણામના ઈતરતર હેતુપણાનો - અન્યોન્ય નિમિત્તપણાનો ઉપન્યાસ - રજૂઆત છે, “નીવપુર્નપરિમયરિંતરેતરહેતુત્વોપચાસેfપ' - કેવા પ્રકારે ? જીવ - પરિણામને નિમિત્ત કરી પુદગલો કર્મપણે પરિણમે છે, પુદ્ગલકર્મને નિમિત્ત કરી જીવ પણ પરિણમે છે, એવા પ્રકારે અન્યોન્ય નિમિત્તનો ઉપન્યાસ છતાં, જીવને પુદ્ગલ પરિણામોના અને પુદગલકર્મને પણ જીવપરિણામોના કર્તા-કર્મપણાની અસિદ્ધિ છે. શાને લીધે ? જીવન અને પુદ્ગલના પરસ્પર-એક બીજા સાથે વ્યાય-વ્યાપક ભાવના અભાવને લીધે - “નવપૂતયોઃ પરસ્પર વ્યાયવ્યાપમાવાવ’ | - આમ ભલે જીવ-પુદ્ગલના કર્તા-કર્મપણાની અસિદ્ધિ છે, છતાં નિમિત્ત-નૈમિત્તિક ભાવ માત્રનું તો અપ્રતિષિદ્ધપણું - અનિષિદ્ધપણું છે. તેને લીધે ઈતરેતર-એક બીજા સાથે નિમિત્તમાત્રી ભવનથી જ બન્નેયનો પરિણામ છે. આ ઉપરથી શું ફલિત થાય છે ? તે કારણથી “સ્વ ભાવ” - પોતાના ભાવ વડે કરીને “સ્વ ભાવના' - પોતાના ભાવના કરણને લીધે - કરવાપણાને લીધે જીવ સ્વભાવનો કર્તા કદાચિત હોય, નીવ: સ્વભાવસ્થ ર્જા દ્રાવિત થત, કોની જેમ ? મૃત્તિકા વડે કલશની જેમ - મૃત્તિયાં નશચેવ, પણ પુદ્ગલભાવોનો કર્તા તો કદાચિત પણ - કદી પણ ન હોય. શાને લીધે ? સ્વભાવ વડે કરીને પરભાવના કરવાના અશક્યપણાને લીધે. કોની જેમ ? મૃત્તિકા વડે વસ્ત્રની જેમ, પૃત્તિયાં વસનચેવ- માટીથી જેમ કપડું કરાય નહિ તેમ. હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ. “કર્મ કે નિમિત્ત કહે આતમા કે પરિણામ, આત્મ પરિણામ કો નિમિત્ત પૂર્વ કર્મ હૈ, યાતે દુદુભાવની કો હેતુ હેતુમંત ભાવ, લગી રહ્યો પર ભાવ મેરો એ તો ભર્મ હૈ, જેસે લોહ ભ્રમ કો નિમિત્ત કહ્યો ચમક કો, ચમક કી શક્તિ કો નિમિત્ત લોહ કર્મ હૈ, ઐસે જીવ કર્મ કો સંયોગ લગી રહ્યો તો ભી, નિહયે વિચારે ભિન્ન કર્મ જીવ ધર્મ હૈ.' - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૩૧ જીવ પરિણામનું નિમિત્ત પામીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મનું નિમિત્ત પામીને જીવ પણ પરિણમે છે – એમ જીવ પરિણામ ને પુદ્ગલ પરિણામનું ઈતરતર હેતુપણું અર્થાત્ પરસ્પર એક બીજાનું નિમિત્તકારણપણું છે એવો ઉપદેશરૂપ ઉપન્યાસ કરાય છે. આમ છતાં જીવ અને પુદ્ગલ બન્ને સર્વથા ભિન્ન દ્રવ્ય હોઈ, તે બન્નેના પરસ્પર - એકબીજા સાથે વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ છે, અર્થાતુ જીવ પુદ્ગલમાં વ્યાપતો નથી ને પુદ્ગલ જીવમાં વ્યાપતો નથી, અથવા તો જીવ પદ્ગલથી વ્યાપાતો નથી ને પુદ્ગલ જીવથી વ્યાપાતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યની અંદર ઘૂસી જવારૂપ અંત:પ્રવેશ કરતું નથી, પણ પોત પોતાના દ્રવ્યની મર્યાદામાં જ - સમયમાં ૫૧૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy