SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક તિય અંકઃ સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ જ રહે છે, એટલે આમ જીવ ને પુદ્ગલને એક બીજા સાથે વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ હોવાથી, જીવને પુદ્ગલપરિણામોનો કર્તા-કર્મપણાની અસિદ્ધિ છે, તેમજ પુદ્ગલકર્મને જીવ-પુદગલનો પરસ્પર પણ જીવપરિણામોના કર્તા-કર્મપણાની અસિદ્ધિ છે - “નીવચ વ્યાય-વ્યાપક ભાવ અભાવઃ પુતિપરિણામનાં પુતળ નીવપરિણામનાં Öર્માસિ | - અર્થાત્ કત્ત કર્મ ભાવ અભાવ જીવ કર્તા ને પુદ્ગલપરિણામ તેનું કર્મ એમ કર્તા-કર્મપણું સિદ્ધ થતું નથી, ત , . પ Sિાપ ટેન દઈ તેમજ પુદગલ કર્તા ને જીવપરિણામ તેનું કર્મ એમ કર્તાકર્મપણું સિદ્ધ થતું નથી. એટલે કે જીવ પુદગલપરિણામરૂપ કર્મનો કર્તા થતો નથી અને પુદગલકમ જીવપરિણામ રૂપ કર્મનો કર્તા થતું નથી. આમ છે છતાં અત્રે નિમિત્ત-નૈમિત્તિક ભાવ માત્રનો તો નિષેધ છે જ નહિ, અપ્રતિષિદ્ધપણું જ - અનિષિદ્ધપણું જ છે - “નિમિત્તનૈત્તિજમાવીત્રસ્થાતિષિદ્ધવત' - એટલે પરસ્પર નિમિત્ત માત્રી ભવનથી જ - “તરનિમિત્તાત્રીમવર્નવ', એક બીજા સાથે નિમિત્ત માત્રરૂપ પરસ્પર નિમિત્ત માત્રી થવાપણાએ કરીને જ બન્નેયનો પરિણામ છે, “યોર િપરિણામ:' - ભવનથી જ બન્નેયનો પરિણામ જીવપરિણામ નિમિત્ત ને પુદગલ કર્મ નૈમિત્તિક (નિમિત્ત થકી ઉપજતો ભાવ) અથવા પુદ્ગલકર્મ નિમિત્ત ને જીવપરિણામ નૈમિત્તિક, એમ જીવ-પુદ્ગલના એક બીજા સાથે નિમિત્ત-નૈમિત્તિક ભાવની “ના” તો પાડી શકાય એમ નથી, પણ તે “માત્ર' - કેવલ (only) નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે - વધારે નહિ, ઓછું નહિ (nothing more, nothing less). અર્થાત જીવપરિણામના નિમિત્તે પુદગલ પોતે - સ્વયં પોતાના - સ્વના પુદ્ગલ પરિણામરૂપ કર્મપણે પરિણમે છે અને પુદ્ગલપરિણામરૂપ કર્મના નિમિત્તે જીવ પણ પોતે જ - સ્વયં જ પોતાના - સ્વના જીવપરિણામે પરિણમે છે. આમ પરદ્રવ્યનું નિમિત્ત માત્ર પામીને પણ પ્રત્યેક દ્રવ્ય પોતે જ પોત પોતાના સ્વપરિણામે જ પરિણમે છે. પણ એટલું તો છે જ કે “કયોર િરનામ:' - જીવ દ્રવ્ય ને પુદગલ દ્રવ્ય એ બન્નેનો પ્રત્યેકનો પરિણામ પણ એકબીજા સાથે “નિમિત્ત માત્રી ભવન થકી જ - નિમિત્ત માત્ર હોવાપણા થકી જ હોય છે - “તરેતરનિમિત્તાત્રામવનેન ઇવ’, અન્યથા નહિ. જીવ પરિણામનું નિમિત્તપણું ન હોય તો પુદ્ગલનું કર્મપણે પરિણામ હોય જ નહિ, ને પુદ્ગલકર્મનું નિમિત્ત પણું ન હોય તો જીવનો ભાવકર્મપણે પરિણામ હોય જ નહિ, એટલે બન્નેયનો પરિણામ એકબીજાના પરિણામના નિમિત્તપણાને આધીન છે. માટે નિમિત્તની પણ કાંઈ ઓછી કિંમત આંકવાની જરૂર નથી. દંડ-ચક્રાદિનું નિમિત્ત ન હોય તો અનંત કાળે પણ માટીમાંથી ઘડો બને જ નહિ, પણ, કંભ કારાદિનું નિમિત્ત માત્ર પામીને જ માટીરૂપ ઉપાદાન સ્વયં ઘડો બને. આમ નિમિત્ત - ઉપાદાનનો પરસ્પર સાપેક્ષ સંબંધ અને યથાયોગ્ય મર્યાદા છે. અત્રે નિમિત્ત - ઉપાદાનની સામાન્ય સમ્યક વ્યવસ્થા સમજી લેવા યોગ્ય છે કે જેથી કોઈ પણ પ્રકારની ભ્રાંતિ રહે નહિ. જે કારણ છે તે પોતે જ પૂર્ણ પદે કાર્ય બને તે ઉપાદાન કારણ છે - જેમ ઘડામાં માટી છે તે ઉપાદાન છે. ઉપાદાનથી જે ભિન્ન-જુદું-પૃથક છે, ને જેના વિના કાર્ય થાય જ નહિ, તે નિમિત્ત કારણ છે - જેમ ઘડો બનવામાં દંડ-ચક્ર આદિ છે તે નિમિત્ત કારણ છે. ઈત્યાદિ. જૈસે માટી જલ સંગ ઘટ દીપકાદિ ચંગ, નવ નવ ભાવ ધારે મૃત્ત રૂપ વોઈ હૈ, તૈસે કર્મજલ ભોગ જીવ ચાર ગતિ રોગ, લહે મેં અખંડ ધ્રુવ ચેતનત્વ સોઈ હૈ; ઐસો નિજ ગુણવંત અચલ અખંડ સંત, તાહિકો સરૂ૫ ગહિ સિદ્ધ રૂપ જોઈ હૈ, કહે દેવચંદ નંદિ ઐસે ચિદાનંદ વિનુ મોક્ષ કો સાધક, ભઈયા ઔર નહીં કોઈ હૈ.” - શ્રી દેવચંદ્રજી કત દ્રવ્યપ્રકાશ”, ૨-૩ એટલા માટે - માટી જેમ સ્વભાવ વડે - સ્વપરિણામ વડે સ્વભાવના - સ્વપરિણામના કરણને લીધે કળશરૂપ સ્વભાવની - સ્વપરિણામની કર્તા કદાચિતું હોય, પણ સ્વભાવ - સ્વપરિણામ વડે પર ૫૧૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy