SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્માની બહારમાં સ્થિત પરદ્રવ્યના પરિણામને - કળશને મૃત્તિકાની જેમ - આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે તેવા પ્રકારે પરિણમતો અને નથી તથા પ્રકારે – તેવા પ્રકારે ઉપજતો, અર્થાત્ મૃત્તિકા જેમ કળશને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને રહે છે, તેમ પરિણમે છે, તેમ ઉપજે છે, તેમ આત્મા પરદ્રવ્યપરિણામને નથી ગ્રહતો, નથી તેમ પરિણમતો, નથી તેમ ઉપજતો. આ ઉપરથી શું ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવા વ્યાપ્યલક્ષણ પરદ્રવ્યપરિણામ કર્મને નહિ કરતા જ્ઞાનીનો, સ્વપરિણામને જાણતા છતાં, સ્વ પરિણામે નાનતો જ્ઞાનિન, પુદ્ગલની સાથે કર્તા-કર્મભાવ નથી, પુલ્તન સદ ન રૃમાવઃ | અમૃતચંદ્રજીની આ વ્યાખ્યાનો સ્પષ્ટ ભાવાર્થ આ પ્રકારે - કોઈ પણ પરિણામરૂપ કર્મ ત્રણ તબક્કામાં (stages) હોય, કાં તો તે પ્રાપ્ત થવા યોગ્ય હોય, કાં તો તે વિકાર પામી રહેલું હોય, કાં તો તે ઉત્પન્ન થવા યોગ્ય હોય. પ્રાપ્ત થવા યોગ્ય - પ્રથમ ગ્રહણ થવા યોગ્ય (Initially approachable) આદિ અવસ્થા (Beginning, starting phase) તે પ્રાપ્ય કહેવાય છે, વિકાર (Transformations) પામી રહેલી મધ્ય અવસ્થા પરિણામ કર્મના ત્રણ તબકકા - (Middle phase) તે “વિકાર્ય કહેવાય છે અને ઉત્સર્ગરૂપપૂર્ણ પરિણામના પ્રાણ, વિકાર્ય, નિર્વર્ય (finished prodent) નિર્વર્તન - સર્જનપણે ઉત્પન્ન થવા યોગ્ય અંત્ય ન અવસ્થા (Terminal - final phase) તે “નિર્વત્થ' કહેવાય છે. દાખલા તરીકે - માટીમાંથી ઘડો બને છે. તેમાં ઘડો બનવાની શરૂઆત થાય તે અર્થાત માટી સૌથી પ્રથમ પિંડો બની ઘડાના પરિણામને ગ્રહવા માંડે તે “પ્રાપ્ય અવસ્થા, માટીના પીંડામાંથી ઉત્તરોત્તર એક પછી એક જૂદા જૂદા ઘાટ બદલાતાં ઘડો ઉત્પન્ન થાય તે પૂર્વેની વચલી (Intermediate) અવાંતર અવસ્થા તે વિકાર્ય અવસ્થા અને છેવટે માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો, ઘડાનો ઉત્સર્ગ થયો, ઘડાનું નિર્વર્તન - ઉત્સર્જન થયું, માટી ઘડા રૂપે ઉપજી - નિષ્પન્ન થઈ, તે “નિર્વત્થ' અવસ્થા. આ તો સ્થૂલ દેણંત છે. પણ પ્રત્યેક સૂક્ષ્મ પરિણમન ક્રિયામાં પણ આ ત્રણ વૈજ્ઞાનિક (scientific) તબક્કા હોય છે અને તેથી જ તેના આદિ-મધ્ય ને અંત એવા બુદ્ધિગમ્ય (Intelligent) વિભાગ પડે છે. આકૃતિ પ્રાપ્ય વિકાર્ય નિર્વર્ય માટે માટી કળશ દેણંત તેમ આત્મપરિણામરૂપ કર્મ પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એમ ત્રણ તબક્કામાં (stages) હોય છે. કોઈ પણ આત્મપરિણામ કર્મમાં આત્માથી પ્રથમ પ્રાપ્ત થવા યોગ્ય વ્યાણલક્ષણા આત્મપરિણામ ચેતનમય આત્મપરિણામ તે પ્રાપ્ય, તેની ઉત્તરોત્તર તે તે ચેતનમય વિકાર કર્મ: અંતર વ્યાપકપણે વિશેષ પામતી અવસ્થા તે વિકાર પામવા યોગ્ય - વિકાર્ય અને તેવા તેવા આત્મા કર્તા વિશિષ્ટ આત્મપરિણામનું નિર્વર્તન થવું - સર્જન થવું તે નિર્વત્યે, એમ ત્રણ તબક્કા છે. આવું આ આત્મપરિણામ કર્મ “વ્યાપ્ય લક્ષણવાળું' છે અર્થાતુ. વ્યાપક - વ્યાપનાર એવા કત્તથી વ્યાપ્ત થવા યોગ્ય હોવાથી તે વ્યાપ્ય' કહેવાય છે અને તે તે સર્વ ૫૦૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy