SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૨ આત્મા શુચિ અનન્ય અને અદુઃખકારણ હોઈ આત્માને સર્વથા પરમ ઉપાદેય - ગ્રહણ કરવા યોગ્ય આદરવા યોગ્ય છે, એમ સ્પષ્ટ વિવેક રૂપ ભેદજ્ઞાન પ્રગટે છે તે જ ક્ષણે આ આત્મા આસવોનું મલની જેમ વિસર્જન કરે છે, આસ્રવોમાંથી શીઘ્ર નિવૃત્તિ કરે છે, તાબડતોબ પાછો વળે છે અને તેવા તથારૂપ જ્ઞાની આત્માના આવા સહજ અનુભવોદ્ગાર નીકળી પડે છે હે જીવ ! આ ક્લેશ રૂપ સંસારથી નિવૃત્ત થા ! નિવૃત્ત થા ! હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા ! નિવૃત્ત થા ! હે જીવ ! હવે તું સંગનિવૃત્તિ રૂપ કાળની પ્રતિજ્ઞા કર ! પ્રતિજ્ઞા કર !'' ‘‘વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો, જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ તે બોધ આ જગમાં કોઈ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. ઈ.'' ‘‘અનંત વીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે; નિજ આત્મભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનાવંત રે.’’ ‘પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ ભોગ હો મિત્ત ! જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત !'' - શ્રી દેવચંદ્રજી કારણકે તે ક્રોધાદિ આસ્રવોમાંથી જે નિવર્તતો નથી, પાછો વળતો નથી - તેને ખરેખરા પારમાર્થિક ભેદ જ્ઞાનની સિદ્ધિ જ - - - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૪૯, હાથનોંધ.-૫૦૦ કોધાદિ આસવ - પારમાર્થિવતવ્યેવજ્ઞાનાસિàઃ । અર્થાત્ ખરેખરૂં પારમાર્થિક ભેદશાન થયું નિવૃત્તિ નથી તેને પારમાર્થિક હોય, તો તે તે જ સમયે ક્રોધાદિ આસ્રવોમાંથી નિયા વિના રહે જ ભેદશાનની અસિદ્ધિ નહિ, નિવૃત્ત થાય જ થાય, ને તે જ પારમાર્થિક ભેદ જ્ઞાનનું અવિનાભાવી અવિસંવાદી અચૂક લક્ષણ છે. જ્ઞાની હોય તે આસ્રવોમાંથી નિયો હોય જ, આસ્રવોમાંથી નિવસ્યો હોય તે જ જ્ઞાની હોય; અજ્ઞાની હોય તે આસ્રવોમાંથી ન નિવર્યો હોય, આસ્રવોમાંથી ન નિવર્યો હોય તે અજ્ઞાની જ હોય - એમ ચોભંગી અત્ર ફલિત થાય છે. માત્ર વાચા જ્ઞાનરૂપ-શુષ્ક જ્ઞાનરૂપ કથન માત્ર ભેદજ્ઞાનથી કાંઈ ફલ નથી, આસ્રવોથી આત્મા જૂદો છે ભિન્ન છે એમ પોકાર્યા માત્રથી - કથન માત્ર ભેદજ્ઞાનથી કાંઈ શાની થઈ જવાતું નથી, પણ આસ્રવોથી આત્મા જૂદો વિવિક્ત કર્યાથી, જૂદો પાડ્યાથી તથારૂપ પરિણમનરૂપ ભેદજ્ઞાન આચર્યાથી, ભેદજ્ઞાનને અમલમાં - આચરણમાં મૂકવારૂપ ચારિત્રથી જ્ઞાનના વિરતિરૂપ ફલને ચરિતાર્થ કર્યાથી, આમ્રવનું વિસર્જન કરી તેનું પુનઃ સર્જન ન થવા દેવા રૂપ વીતરાગતા આદર્યાથી વીતરાગ શાનદશા પામ્યાથી વાસ્તવિક જ્ઞાની થવાય છે. એ સ્પષ્ટ વસ્તુ આધુનિક તેમજ સર્વ કાળના શુષ્કજ્ઞાનીઓએ અમૃતચંદ્રજીના આ આટલા સ્પષ્ટ વક્તવ્ય પરથી સ્પષ્ટ સમજી લેવાની પૂરેપૂરી જરૂર છે. ઓસરતો નથી, થઈ નથી ૪૬૭ આ અંગે પરમતત્ત્વ દૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘‘ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે.'' જ્યાં સુધી અંતર પરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વ સંગ પરિત્યાગ પણ નામમાત્ર થાય છે.'' “સાચાં જ્ઞાન વિના અને સાચાં ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. (ઈ.)'' “સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણ વ્યવહાર સંયમ કહ્યો છે.''
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy