SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી." પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે. - “તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન માટે જીવને પ્રયોજન રૂપ છે તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ વચનનું શ્રવણ કે સાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞા રૂપ ધર્મનો, ઓઘ સંજ્ઞા રૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે.- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૬૬, ૫૮૮, ૭૧૮, ૫૭૫, ૩૦૫), ૯૪૦, ૫, ૭૮૪, ૩૭૫ તેથી કરીને ક્રોધાદિ આસવ નિવૃત્તિથી અવિનાભાવી એટલે કે ક્રોધાદિ આમ્રવની નિવૃત્તિ વિના હોય જ નહિ, એવા જ્ઞાનમાત્ર થકી જ અજ્ઞાનજન્ય પૌગલિક કર્મબંધનો શાન ક્રોધાદિ આસવ નિવૃત્તિ નિરોધ સિદ્ધ થાય છે. અર્થાતુ ખરેખરું જ્ઞાન થયું હોય તો ક્રોધાદિ અવિનાભાવી આસવોથી નિવૃત્તિ થયા વિના રહે જ નહિ, ને એનું નામ જ જ્ઞાન છે, એટલા માટે ક્રોધાદિ આગ્નવોની નિવૃત્તિથી અવિનાભાવી એવા જ્ઞાનમાત્ર થકી જ જ્ઞાનનો પ્રતિપક્ષ અજ્ઞાન નિવૃત્ત થાય છે, એટલે અજ્ઞાનને લીધે જ ઉપજતા કર્મના બંધનો નિરોધ - અટકવું સહેજે સિદ્ધ થાય છે, કર્મનો બંધ અટકી પડે છે - રોકાઈ જાય છે એમ આપોઆપ સાબિત થાય છે. હવે આ અંગે બીજી ન્યાયસિદ્ધ યુક્તિથી પણ ન્યાય પારદેશ્વા અમૃતચંદ્રજીએ આજ વસ્તુને પુષ્ટ કરી છે - જે આ આત્મા અને આસ્રવનું ભેદજ્ઞાન છે તે શું અજ્ઞાન છે ? આત્મા-આસવનું ભેદશાન કે શું જ્ઞાન છે ? એમ બે પક્ષ જ અત્ર ઘટે છે. તેમાં પ્રથમ જે તે અજ્ઞાન શાન? કે અજ્ઞાની છે. તો અ-ભેદજ્ઞાનથી - ભેદજ્ઞાન અભાવથી તેનો વિશેષ - તફાવત નથી; અર્થાત ભેદ જયો ન જાયા બરાબર હોઈ તે ભેદજ્ઞાન ભેદજ્ઞાન જ નથી, અ-ભેદ જ્ઞાન જ છે, ભેદજ્ઞાન અભાવ જ છે. હવે જે તે ભેદજ્ઞાન જ્ઞાન છે, તો તે શું આગ્નવોમાં પ્રવૃત્ત ? કે શું આમ્રવોથી નિવૃત્ત ? જો આમ્રવોમાં પ્રવૃત્ત, તો પણ તેના અ-ભેદજ્ઞાનથી તેનો વિશેષતફાવત નથી; અર્થાત તે ભેદજ્ઞાન જે આગ્નવોમાં પ્રવૃત્ત છે, તો પછી આમ્રવોમાંથી નિવૃત્તવા રૂપ સ્વફલથી વંચિત હોવાથી તે જાણ્યું ન જાણ્યા બરાબર હોઈ તે ભેદજ્ઞાન ભેદજ્ઞાન જ નથી, અભેદ જ્ઞાન જ છે, ભેદજ્ઞાન અભાવ જ છે. હવે જો આગ્નવોમાંથી નિવૃત્ત છે, તો જ્ઞાન થકી જ બંધ નિરોધ કેમ નહિ ? અર્થાતુ જ્ઞાન થકી જ બંધનો નિરોધ સિદ્ધ થાય જ છે. એમ જ્ઞાન અંશવાળો ક્રિયાનય નિરાકરણ પામે છે. વળી એ પણ સમજવાનું છે કે જે આત્મા અને આમ્રવનું ભેદજ્ઞાન પણ આસ્રવોથી નિવૃત્ત નથી થતું, તે જ્ઞાન જ નથી હોતું, એને જ્ઞાન નામ પણ નથી ઘટતું, એમ જ્ઞાન અંશવાળો જ્ઞાનનય પણ નિરાકરણ પામે છે. આમ આ ન્યાય યુક્તિથી પણ ઉપરમાં જે કહ્યું હતું તે સર્વ ઓર વિશેષ પુષ્ટ થાય છે. “પ્રવૃત્તિને આડે નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી એમ કહેવું એ માત્ર બહાનું છે. જે થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદ રહિત હમેશાં નિવૃત્તિનો વિચાર કરે, તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે.” “અનાદિ કાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે; અને તેના આધારે જ તે સત્ પુરુષ, અસપુરુષ કલ્પતો આવેલ છે. (ઈ.) જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઉનાં પાણીને વિષે અગ્નિપણાનો મુખ્ય ગુણ ૪૬૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy