SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯ પરમાર્થથી – નિશ્ચયથી - તત્ત્વથી જીવને પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાનો પણ ષ પ્રકારે અરસ નથી અભાવ છે - “નિદ્રવ્યસ્વામિત્વામવાત', અર્થાતુ વ્યવહારથી ભલે એને જીવ અરસ પુદ્ગલ દ્રવ્યનું સ્વામિપણું કહેવાતું હો પણ પરમાર્થથી તો એને પુદ્ગલ દ્રવ્યનું સ્વામિપણું પણ નથી, એટલે ‘દ્રવ્યેન્દ્રિયાવિષ્ટમેનારસનાતુ’ - દ્રવ્યેન્દ્રિયના અવરંભથી - આધારથી (ઓઠાથી - ટેકાથી) આ જીવને અરસન છે, રસન - રસાસ્વાદ - રસ ચાખવાપણું છે નહિ, માટે. (૪) “સ્વમાવત: સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવનો અભાવ છે - ‘લાયો શમિજમાવીમાવત,' અર્થાત્ સ્વભાવ તો ક્ષાવિકભાવરૂપ (શુદ્ધ) છે અને ભારેંદ્રિયથી જે કાંઈ જણાય છે તે તો ક્ષયોપશમ-ભાવરૂપ છે, એટલે “માદ્રિયાવર્તન કરસનાતું' - ભાવેંદ્રિયના અવલંબથી – આશ્રયથી પણ જીવને અરસન છે, રસન-રસાસ્વાદન છે નહિ, માટે. (૫) આમ પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાને લીધે જીવમાં ભલે રસગુણ મ હો, પુદ્ગલ દ્રવ્યના ગુણથી ભિન્નપણાને લીધે જીવ પોતે ભલે રસગુણ રૂપ મ હો, તેમજ પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવને લીધે દ્રલેંદ્રિયના અવખંભ વડે ભલે રસન-રસાસ્વાદન મ કરતો હો અને સ્વભાવથી ક્ષાયોપથમિકભાવના અભાવને લીધે ભાવેંદ્રિયના આલંબ વડે ભલે રસન-રસાસ્વાદન મ કરતો હો અને આમ પોતે ભલે રસગુણરૂપ ન હોઈ તેમજ પર અવલંબન વડે પણ રસન ન હોઈ જીવ ભલે અરસ હો, પણ તેને રસનું સંવેદન શું નહિ થતું હોય ? અને થતું હોય તો પછી તે અરસ કેમ હોય ? - એ આશંકાનો ઉત્તર એ છે કે - હા, જીવનું સંવેદન પરિણામ સ્વભાવપણું જરૂર છે, પણ તે સત્તાધારણ' - “સકલ સાધારણ” - સર્વ સામાન્ય એવું એક - સંવેદન પરિણામ સ્વભાવપણું છે, સંવૈનપરિણામસ્વભાવવત, કેવલ - માત્ર રસવેદના પરિણામપણાને પામતું નથી, વત્તરસ સંવેવનપરિણામપત્રવેન કરસના અર્થાત્ તે સંવેદન પરિણામ સ્વભાવ સકલ સાધારણ - સામાન્ય સંવેદનરૂપે જરૂર પરિણમે છે પણ કેવલ રસવેદનારૂપે પરિણમતો નથી, એટલે કેવલ રસવેદના પરિણામાપન્નપણે અરસનને લીધે જીવ અરસ છે. તાત્પર્ય કે આ જીવ અનુભવરૂપ સંવેદન કરે છે, તે એક સકલ સાધારણ-સર્વ સામાન્ય સંવેદન પરિણામ રૂપ હોય છે અને તે સકલ સાધારણ સંવેદનમાં રસનું સંવેદન પણ અંતર્ભાવ પામે છે, પણ તે સંવેદન કેવલ રસ સંવેદન રૂપ (કે કેવલ રૂપ સંવેદન આદિ રૂ૫) હોતું નથી, આ અપેક્ષાએ અરસનને લીધે જીવ અરસ છે, માટે, (૬) અને આમ સકલસાધારણ સંવેદનમાં અંતર્ભાવ પામતું રસ સંવેદન સંવેદે છે, છતાં જીવ તે રસરૂપે પરિણમતો નથી. કારણકે સત્તયજ્ઞાતીવાસ્થય થિતુ - સર્વ ષેય અને જ્ઞાયકના તાદાભ્યનો નિષેધ છે, શેય તે જ્ઞાયક ને જ્ઞાયક તે જોય એમ શેય-જ્ઞાયકનું તાદાભ્ય (Identity) હોતું નથી, એટલે જ્ઞાયક આત્માને પોતાના જાણપણા - સ્વભાવને લીધે જોય એવા રસના પરિચ્છેદનું - પરિજ્ઞાનનું પરિણતપણું હોય છે રસપરિરિપતિ અર્થાતુ જ્ઞાયક આત્મા રસના જણપણારૂપ પરિણામે પરિણમે છે, રસને જાણે છે, છતાં સ્વયં રસરૂપેTFરિઝમનાતુ પોતે કોઈ તે સ્વયં રસરૂપે પરિણમતો નથી, રસરૂપ બની જતો નથી, જીવ કાંઈ રસ થઈ જતો નથી માટે તે અરસ છે, મરતઃ | તાત્પર્ય કે – જીવમાં રસપણે ક્યારે સંભવે ? જો તે પોતે પુદ્ગલ દ્રવ્ય હોય તો અથવા તે પોતે પુદ્ગલ દ્રવ્યનો ગુણ હોય તો અથવા તે પુદ્ગલ દ્રવ્યનો સ્વામી હોય તો અથવા રસન એવો સ્વભાવ હોય તો અથવા કેવલ રસ સંવેદન થતું હોય તો અથવા તે રસરૂપે પરિણમતો હોય તો, પણ ઉપરમાં સ્પષ્ટ વિવરી બતાવ્યું તેમ આમાનું આ એકેક સંભવતું નથી. એટલે આમ પુદ્ગલ દ્રવ્યથી અન્યપણું હોવાથી, પુદ્ગલ દ્રવ્યના ગુણોથી ભિન્નપણું હોવાથી, પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવે દ્રલેંદ્રિય અવખંભને અરસન હોવાથી, સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવના અભાવે ભાવેંદ્રિય અવલંબને અરસન હોવાથી, સર્વ સાધારણ સંવેદન પરિણમન હોઈ કેવલ રસસંવેદન પરિણમન નહિ હોવાથી અને રસપરિચ્છેદ છતાં – રસનું પરિજ્ઞાન - જાણપણું છતાં સ્વયં રસરૂપે પરિણમન નહિ હોવાથી, આ જીવ ૩૮૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy