SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સર્વથા અરસ છે. આમ જીવનું સર્વથા અરસપણું અને સર્વથા સરસપણે અદ્ભુત તત્ત્વયુક્તિથી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ વિવરી બતાવ્યું છે. એ જ પ્રકારે આ જીવ સર્વથા* અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ છે, તે રસને સ્થાને રૂપ-ગંધ-સ્પર્શ-શબ્દ યોજીને યથાસંભવ ઘટાવવું અને તેમાં પણ શબ્દના વિચારમાં ગુણને સ્થાને પર્યાય' એમ યોજવું અને બીજું બધું તેમજ સમજી લેવું. આ અંગે પરમ આત્માનુભવી આત્મારામી પરમ આત્મદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ અદ્ભુત અનુભવોાર છે કે - એ જ પ્રકારે જીવ અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ “નેત્રોંકી સ્પામતા વિષે જો પુતલિયાં રૂપ સ્થિત હૈ, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સો અંતર કૈસે નહીં દેખતા ? જો ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીત ઉષ્ણાદિક કોં જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ, જૈસા તિલો વિષે તેલ વ્યાપક હોતા હૈ, તિસકા અનુભવ કોઈ નહીં કરતા. જો શબ્દ શ્રવણ ઈંદ્રિય કે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દ શક્તિકો જાનણેહા૨ી સત્તા હૈ, જિસ વિષે શબ્દ શક્તિકા વિચાર હોતા હૈ, જિસ કાર રોમ ખડે હોઈ આતે હૈ, સો સત્તા દૂર કૈસે હોવે ? જો જિહ્વાકે અગ્ર વિષે રસ સ્વાદકો ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણેહારી અલેપ સત્તા હૈ, સો સન્મુખ કૈસે ન હોવે, વેદ, વેદાંત સમ સિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો શેય, જાનપણે યોગ્ય આત્મા હૈ, તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કૈસે ન હોવે ?'' * શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૧૮), ૩૯ વળી આ જીવ ‘અનિર્દિષ્ટ સંસ્થાન' છે ‘અનિર્દિષ્ટસંસ્થાન:’, અર્થાત્ જીવનું કોઈ સંસ્થાન-આકાર વિશેષ છે નહિ, એટલે તેનું કોઈ પણ સંસ્થાન (આકાર) નિર્દેશી શકાય એમ નથી. કારણકે - (૧) જો આ જીવથી સંસ્થાનનું નિર્માણ કરાતું હોય તો તે જીવની કૃતિ કહી શકાય, પણ આ શરીર સંસ્થાન શરીરના સમચતુરસ્રાદિ આકારવિશેષ તો ‘દ્રવ્યાંતરથી આરબ્ધ' છે ‘દ્રવ્યાંતરાવ્યશરીરસંસ્થાનેન', જીવથી અતિરિક્ત અન્ય દ્રવ્યથી - પુદ્ગલ દ્રવ્યથી મંડાણ કરાયેલ છે, એટલે આકૃતિવિશેષરૂપ સંસ્થાન જે પુદ્ગલ દ્રવ્યની કૃતિ છે તે જીવદ્રવ્યની કૃતિ પ્રેમ હોઈ શકે માટે ‘વં સંસ્થાન વૃતિ નિર્દેદુમશયત્વાત્' - ‘આવા સંસ્થાનવાળો' એમ જીવને નિર્દેશવાનું અશક્યપણું છે અર્થાત્ જીવનું ‘આ આવું સંસ્થાન' એમ નિર્દેશી શકાતું નથી. (૨) વળી શરીરનું પણ જો અમુક નિયત સંસ્થાન જ રહેતું હોત તો કદાચ આરોપિતપણે ઉપચારથી પણ જીવનું આવું સંસ્થાન એમ નિર્દેશી શકાત, પણ આ જીવ તો પોતાના ત્રણે કાળમાં ન ચળે એવા નિશ્ચયરૂપ નિયત–ચોક્કસ સ્વભાવે અનિયત સંસ્થાનવાળા-આકારવાળા અનંત શરીરમાં વર્તે છે 'नियस्वभावेनानियत સંસ્થાનાનંતશરીરવત્તિત્વત્', અર્થાત્ જીવનો સ્વભાવ તો સર્વત્ર નિયત અવસ્થિત જ વહે છે અને તે નિયત સ્વભાવે તે શરીરે શરીરે ફરતા જતા અનિયત-અચોક્કસ આકારવાળા અનંત શરીરમાં સ્થિતિ કરે છે, એટલે તેને અમુક આવું સંસ્થાન એમ નિર્દેશી શકાતું નથી. (૩) ‘સંસ્થાનનામÉવિપાસ્ય પુાત્તેપુ निर्दिश्यमानत्वात्' ‘સંસ્થાન' નામનું જે નામકર્મ છે, તેના વિપાકની ગણના પુદ્ગલમાં થાય છે, તે પુદ્ગલ વિપાકી કર્મમાં ગણાય છે એમ હવે પછી નિર્દેશવામાં આવી રહ્યું છે, તેથી જીવનું સંસ્થાન એમ નિર્દેશી શકાતું નથી. (૪) ‘પ્રતિવિશિષ્ટસંસ્થાનપરિણતસમસ્તવસ્તુતત્ત્વસંવતિતસહન-સંવેવનશક્તિÒવિ' - સમસ્ત વસ્તુતત્ત્વ પ્રતિવિશિષ્ટ સંસ્થાનમાં પરિણત છે સમસ્ત સંસ્થાનમાં પરિણત છે – સમસ્ત વસ્તુતત્ત્વ પોતપોતાના પ્રત્યેકના વિશિષ્ટ ખાસખાસ આકારે પરિણત છે, તેની સાથે તે તે શેયાકાર ચાર પ્રકારે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન - - - ૩૮૮ - સરખાવો - 'अशब्दमस्पर्श्यमरूपमव्ययं तथारसं नित्यमगन्धवच्च यत् । બનાવનનાં મહત: પરં ધ્રુવં, નિવાસ્થ્ય તમૃત્યુનુવાદ્રમુક્તે ।।'' - શ્રી કઠોપનિષદ્, અ, ૧, વલ્લી ૩, શ્લો. ૧૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy