SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ (૨) વિવેચક જનને સર્વસ્વ સમર્પિત કરતા, (૩) સકલ લોકાલોકને પણ કવલ (કોળીઓ) કરી અત્યંત સૌહિત્યથી જમે મંથર હોય એવા (૪) સકલ કાલ જરા પણ અવિચલ અનન્ય સાધારણતાએ કરીને સ્વભાવભૂત, એવા સ્વયં ' અનુભૂયમાન (અનુભવાઈ રહેલા) ચેતનાગુણથી નિત્યમેવ અંતઃ પ્રકાશમાનપણાને લીધે ચેતના ગુણ (ચેતનાગુણવાળો), - એવો તે પ્રગટ નિશ્ચય કરીને ભગવાન અમલાલોક અહીં આલોકને વિષે એક ટંકોત્કીર્ણ પ્રત્યગુ જ્યોતિ (પૃથફભિન્ન જ્યોતિ) એવો જીવ છે. ૪૯ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, સ્પર્શ રહિત છે, અજર અમર શાશ્વત વસ્તુ છે.” આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ-જરા-મરણ રહિત અસંગ સ્વરૂપ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫, ૭૮૧ “વર્ણ રસ ગંધ વિષ્ણુ, ફરસ સંસ્થાન વિષ્ણુ, યોગ તનુ સંગ વિનું, જિન અરૂપી; પરમ આનંદ આત્મિક સુખ અનુભવી, તત્ત્વ તન્મય સદા ચિત્ સ્વરૂપી.” - શ્રી દેવચંદ્રજી જે આગલી ગાથામાં કહ્યું તેમ અધ્યવસાનાદિ ભાવો વ્યવહારથી જીવ કહેવાય છે, તો પછી એક ટંકોત્કીર્ણ એવો “પરમાર્થ જીવ’ . પરમાર્થ રૂપ ખરેખરો તાત્ત્વિક જીવ કયા લક્ષણવાળો છે ? પરમાર્થ જીવનું લક્ષણ શું છે ? એ પ્રશ્નનો અત્ર આ મહાન* ગાથામાં પરમર્ષિ પરમાર્થ જીવનું કુંદકુંદાચાર્યજીએ ઉત્તર આપ્યો છે. જે અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, સ્વરૂપ લક્ષણ અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અવ્યક્ત, અલિંગગ્રહણ અને ચેતનાગુણવંત છે તે જીવ છે. અર્થાત્ જેનામાં રસનો અભાવ છે, રૂપનો અભાવ છે, ગંધનો અભાવ છે, સ્પર્શનો અભાવ છે, શબ્દનો અભાવ છે, જેનું કોઈ પણ સંસ્થાન (આકાર) નિર્દેશી શકાતું નથી, જે વ્યક્ત નથી, લિંગથી - અનુમાનથી જેનું ગ્રહણ નથી અને જે ચેતનાગુણવાળો છે, તે જીવ છે, એમ હે શિષ્ય ! તું જાણ ! આ નકારાત્મક (Negative) અને હકારાત્મક (Positive) બન્ને લક્ષણની અથવા વ્યતિરેક - અન્વયરૂપ બન્ને લક્ષણની અપૂર્વ તાત્ત્વિક મીમાંસા પરમતત્ત્વદેખા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અનન્ય લાક્ષણિક શૈલીથી “આત્મખ્યાતિ'માં કરી અનન્ય આત્મખ્યાતિ (આત્મસિદ્ધિ) પ્રકાશવા સાથે પોતાના દિવ્ય આત્માની ઝાંખી કરાવવા રૂપ આત્મખ્યાતિ પ્રકાશી છે. તેનો યત્ કિંચિત આશય આ પ્રકારે - આ જીવ અરસ છે, રસનો જ્યાં અભાવ છે એવો છે, કારણકે જોઈ જોઈને જોઈએ તો કોઈ પણ પ્રકારે તેનામાં રસની સંભાવના નથી, (૧) રસ એ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે, પણ આ જીવ તો પુદ્ગલદ્રવ્યથી પ્રગટપણે અન્ય-સર્વથા જૂદો છે, તેથી “પુત્રીતિદ્રવ્યાખ્યત્વેન’ - પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાએ રા, કરીને. જીવમાં રસગુણપણું - અવિદ્યમાન છે - છે નહિ, માટે - ‘વિદ્યમાનરસTખતાત્ |' (૨) પુતદ્રવ્યTો મિત્રત્વેન’ - પુદ્ગલ દ્રવ્યના ગુણોથી પણ આ જીવનું ભિન્નપણું છે, તેથી આ જીવનું સ્વયં અરસગુણપણું છે – “ સરસગુણાત', આ જીવ પોતે રસગુણ રૂપ નથી, માટે. (૩) આમ પુદ્ગલ દ્રવ્યથી અને પુદ્ગલ દ્રવ્યના ગુણથી જીવનું ભિન્નપણું છે, એટલું જ નહિ પણ “પરમાર્થતઃ' ભેદ વિજ્ઞાન કરાવતી આ મહાન ગાથા એટલી બધી મહત્ત્વની છે કે, શાસ્ત્રકર્તા કુંદકુંદાચાર્યજીએ તેમના “પંચાસ્તિકાય” - “પ્રવચનસાર' આદિ ઈતર ગ્રંથોમાં તે સૂત્રિત કરી છે - અને તે તે ગ્રંથોમાં ભિન્ન ભિન્ન પ્રકારે તેની અપૂર્વ અપૂર્વ વ્યાખ્યા અનન્ય ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશી છે. (ભગવાનદાસ) ૩૮૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy