SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૬ આ અધ્યવસાનાદિ સર્વેય ભાવો જીવો છે એમ જે પરમ આનૈશ્વર્યસંપન્ન “ભગવત’ સર્વજ્ઞોથી પ્રજ્ઞાપવામાં – જણાવવામાં આવ્યું છે, તે અભૂતાર્થ એવા પણ વ્યવહારનું જ વ્યવહાર અભતાર્થ છતાં દર્શન છે. અર્થાત્ જે વ્યવહાર છે તે ભેદગ્રાહી તે વ્યવહાર અથવા પરાશ્રિત પ્લેચ્છોને સ્વેચ્છ ભાષા તે વ્યવહાર એવો પોતાના સ્વરૂપની અપેક્ષાએ ભલે સાચો-ભૂતાર્થ હોય, પણ જેમ વ્યવહારીઓને પરમાર્થની - યથાભૂત ખરેખરી મૂળ વસ્તુસ્થિતિની અપેક્ષાએ તો તે દર્શાવવો ન્યાય જ ખોટો-અભતાર્થ જ છે. એટલે અધ્યવસાનાદિ ભાવોને જીવ કહેવા તે જે કે નિરુપચરિત (“અનુભવમાં આવવા યોગ્ય ઉપચાર રહિત') વ્યવહારની અપેક્ષાએ ભૂતાર્થ છે - યથાર્થ – સત્યાર્થ છે - સાચું છે, તો પણ પરમાર્થથી - નિશ્ચયથી - યથાભૂત તત્ત્વથી અભૂતાર્થ છે, મૂળ વસ્તુ સ્થિતિથી અસતુ-ખોટું- મિથ્યા છે. માટે તેમ કહેવું તે અભૂતાર્થ જ એવા વ્યવહારનું દર્શન દેખાડવાપણું (Display) છે અથવા અભૂતાર્થ જ એવી વ્યવહાર દૃષ્ટિથી થતું દર્શન - દેખવાપણું છે (Vision). અત્રે પ્રશ્ન થવો સંભવે છે કે જે વ્યવહાર પોતે જ અભૂતાર્થ છે અને તેથી થતું દર્શન અભૂતાર્થ છે, તો પછી આવા અભૂતાર્થ વ્યવહારનું દર્શન શા માટે કરવું – કરાવવું જોઈએ ? તેનો ઉત્તર આપતાં પરમ વિચક્ષણ ટીકાકાર આચાર્યવર્ય વદે છે કે - “વ્યવહારો હિ વ્યવહરિણાં સ્વૈચ્છમાવ સ્વૈચ્છીનાં’ - વ્યવહાર વ્યવહારીઓને - બ્લેચ્છભાષા જેમ મ્લેચ્છોને પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે અપરમાર્થ છતાં તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે દર્શાવવો ન્યાય જ છે. અર્થાત્ આ શાસ્ત્રની ૮મી ગાથાના વિવરણમાં વિસ્તારથી કહ્યું છે તેમ પ્લેચ્છોને - અનાર્યોને સમાવવા મ્લેચ્છ - અનાર્ય ભાષાનો ઉપયોગ જેમ ન્યાધ્ય-ન્યાય યુક્ત છે, પરમાર્થ પ્રતિપાદપણાને હવે તેમ વ્યવહારીઓને પરમાર્થ સમજાવવા વ્યવહાર પોતે અપરમાર્થ-અયથાર્થ વ્યવહાર તીર્થ પ્રવૃત્તિ છતાં તીર્થ પ્રવૃત્તિ હેતુએ દર્શાવવો ન્યાય-જ ન્યાયયુક્ત જ છે. કારણકે જેને નિમિતે ઉપકારી વ્યવહાર જ પરિચિત છે ને પરમાર્થનું ભાન નથી એવા વ્યવહારવર્ણી - વ્યવહારાલંબી વ્યવહારી જનોને પરમાર્થ સમજાવવા માટે, પરમાર્થ - સન્માર્ગે અવતારવા માટે, વ્યવહાર “તીર્થ' રૂપ હોઈ પરમ ઉપકારી છે, પરમ ઉપયોગી છે, જેમ નદી કાંઠે ઉતરવા માટે તીર્થ-ઓવારો ઉપકારી - ઉપયોગી છે તેમ. આ સમયસાર શાસ્ત્રની ૮ મી ગાથામાં અને તેની આત્મખ્યાતિ વૃત્તિમાં તાદૃશ્ય વર્ણવ્યું છે. તે પ્રમાણે જેમ મ્લેચ્છને સમજાવવો હોય, તો તેની પ્લેચ્છ ભાષાના આશ્રયથી જ સમજાવી શકાય, તેમ વ્યવહારીઆ જનને સમજાવવો હોય, તો તેને સુપરિચિત - સુપ્રતીત એવા વ્યવહારનો આશ્રય કરવો જ જોઈએ. આમ “પરમાર્થ પ્રતિપાદક’ - પરમાર્થ માવનાર હોવાથી વ્યવહાર અભૂતીર્થ છતાં તીર્થરૂપ - સંસારસમુદ્રથી પાર ઉતરવાના સાધનરૂપ - તરવાના કારણરૂપ છે, એટલે જ જગતારક તીર્થ પ્રવૃત્તિ નિમિત્ત હેતુએ ભગવાન જગન્તારક તીર્થકરે પરમ આલંબનભૂત એવા વ્યવહાર તીર્થનું સુપ્રતિષ્ઠાપન કર્યું છે, કે જેથી કરીને તરવાના કામી વ્યવહારનિષ્ઠ જીવો સુગમતાથી પરમાર્થ માર્ગે - પરમાર્થ તીર્થે ઉતરી શકે. અવા પ્રકારે વ્યવહાર અભૂતાર્થ છતાં તેને તારનારૂં “તીર્થ કહી તેનું કેવું ગૌરવ બહુમાન કર્યું છે, તે એકાંત નિશ્ચયના આગ્રહી જનોએ અત્રે સાવ સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. આમ વ્યવહારનું દર્શન પરમાર્થ પ્રતિપાદકપણાએ કરીને ન્યાપ્ય છે, પણ આથી ઉલટું વ્યવહારનું | દર્શન જે ન કરવામાં આવ્યું હોય અથવા તે વ્યવહાર અપેક્ષાની સર્વથા શરીરથી જીવના એકાતે એકાંતે ઉપેક્ષા કરવામાં આવી હોય, તો અનેક પ્રકારના ભયંકર દોષરૂપ ભેદમાં હિંસાદિ અભાવે મહા અનર્થો થવાનો ભય છે. તેની પણ અત્ર સુસ્પષ્ટ શબ્દોમાં ભગવદ્ બંધ અભાવ અમૃતચંદ્રાચાર્યજીએ ચોખવટ કરી છે. જેમકે “તમંતરે શરીરાણીવર્ય પરમાતો એના શરીરથી જીવનો પરમાર્થથી એકાંતે ભેદ માનવામાં આવે, તો ત્ર-સ્થાવર જીવોનું - ભસ્મની જેમ – ઉપમદન - ઉદ્દન - હિંસન કરતાં - ત્રસસ્થાવરણ ૩૭૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy