SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ મન નિશંવિમુપમન્નેન' - હિંસાનો અભાવ થશે અને તેથી બંધનો પણ અભાવ થશે. કારણકે જેમ ભસ્મ નિર્જીવ છે, તેનું ઉપમદન કરતાં - કચરી નાખતાં કાંઈ હિંસા થતી નથી ને બંધ થતો નથી, તેમ જીવથી સર્વથા એકાંતે જૂદા માનેલા નિર્જીવ ગસ-સ્થાવર શરીરનું ઉપમર્દન કરતાં - કચ્ચરઘાણ કાઢી નાંખતાં કાંઈ હિંસા લાગે નહિ અને તેથી બંધ પણ થાય નહિ ! આમ જીવથી શરીરનો એકાંતે ભેદ માનવામાં આવતાં હિંસા-અહિંસાદિના વ્યવહારનો અને બંધની વ્યવસ્થાનો સર્વથા લોપ થાય જ છે, જે અનિષ્ટપત્તિરૂપ હોઈ મહા ભયંકર અનર્થરૂપ છે, પ્રગટ મહા અનિષ્ટ દોષસ્વરૂપ છે. દેહથી આત્મા એકાંતે ભિન્ન જ હોય તો પુરુષને ઈષ્ટ-અનિષ્ટ સ્પર્શ આદિનું વેદન નહિ થાય, નિગ્રહ-અનુગ્રહ પણ નિરર્થક થઈ પડશે; અને દેહે કરેલા કર્મનો આત્માથી સુખ દુઃખ અનુભવરૂપ ભોગવટો નહિ થાય, તેમજ આત્માએ કરેલા કર્મનો દેહથી પણ તેવો ભોગવટો નહિ થાય; અને આમ સર્વલોક પ્રતીત દૃષ્ટનો અને શાસ્ત્રસિદ્ધ એવા ઈષ્ટનો અપલાપ થશે.' - પ્રશાવબોધ મોક્ષમાળા પા. ૭૬ (ડૉ. ભગવાનદાસ મ. મહેતા કૃત) તથા - “વર્તાહિgવમઢી વધ્યમાનો નોવની : - “રક્ત-દ્વઝ-વિમૂઢ જીવ બધ્યમાન મોચનીય છે', અર્થાતુ રાગ-દ્વેષી-વિમૂઢ જીવ બંધાતો હોય તે મૂકાવવો યોગ્ય છે, રાગાદિથી જીવના એકાંતે રાષણોદેખ્યો નીવય પરમાર્થતી મેનેન - પણ રાગ-દ્વેષ-મોહથી જીવનો ભેદમાં મોલોપાય ગ્રહણ - જે પરમાર્થથી એકાંતે ભેદ માનવામાં આવે, તો “મોક્ષ ઉપાયના અભાવે મોણ અભાવે પરિગ્રહણનો અભાવ' થશે, મોક્ષના ઉપાયનું ગ્રહણ કરવાનું જ નહિ થાય. કારણ કે રાગથી, દ્વેષથી, મોહથી જીવ જે સર્વથા જૂદો જ છે અને તેથી જો બંધાતો જ નથી, તો પછી તેને છૂટવાનું કે છોડાવવાનું જ ક્યાં રહ્યું? જે બંધાયો જ નથી, તેને મુક્ત કરવાના ઉપાયની માથાફોડની જરૂર પણ ક્યાં રહી ? જેને બંધ જ નથી તેનો મોક્ષ કરવાનો પ્રયત્ન પણ શા સારૂ કરવો જોઈએ? આમ રાગ-દ્વેષ-મોહથી જીવનો પરમાર્થથી એકાંતે ભેદ માનવામાં આવતાં મોક્ષના ઉપાય ગ્રહણનો અભાવ થશે, એટલે મોલ બંધ-સાપેક્ષ હોઈ મોક્ષનો પણ અભાવ થશે. અર્થાત મોક્ષમાર્ગના વ્યવહારનો અને મોક્ષની વ્યવસ્થાનો સર્વથા લોપ થવારૂપ મહાઅનિરુપત્તિરૂપ મા ભયંકર અનર્થ થશે. આમ દેહાદિથી જીવનો એકાંતે ભેદ માનતાં અનેક મહા અનર્થકારક દોષની આપત્તિ થાય છે. હિંસા-અહિંસાદિ વ્યવહારનો લોપ થાય છે. બંધ-મોક્ષ વ્યવસ્થા બીલકલ ઘટતી નથી અને મોક્ષનો તે મોક્ષમાર્ગનો નિષેધ થાય છે. માટે એકાંતે આત્મા અને દેહનો ભેદ માનવો અનિષ્ટ છે, હા, કથંચિત અપેક્ષાવિશેષે - શુદ્ધ-નિશ્ચયનયની દૃષ્ટિએ તે ભેદ છે, પણ તે પણ સાપેક્ષ છે - એકાંતે નથી અને વ્યવહારનયની અપેક્ષાએ કથંચિત્ આત્મા અને દેહનું અભેદપણું પણ છે, એમ સાપેક્ષ વિવલા અત્ર સર્વદા સર્વથા લક્ષમાં રાખવા યોગ્ય છે; અને એ અપેક્ષાએ જ અત્રે સિદ્ધસેન દિવાકરજીના સન્મતિતત્તર્ગત આ વચનો ખાસ મનન કરવા યોગ્ય છે - “જેટલા વિશેષ પર્યાયો છે ત્યાં લગી) દૂધ-પાણીની જેમ અન્યોન્ય અનુગતોનું આવા તે એવ વિભજન (વિભાગકરણ) અયુક્ત છે. જે રૂપાદિ આ અંગે શ્રી હરિભદ્રાચાર્યજીના ધામબિન્દુમાં આ મનનીય સૂત્રો છે - "परिणामिन्यात्मनि हिंसादयो भिन्नाभित्रे च देहादिति । अन्यथा तदयोग इति । " भिन्न एव देहान स्पृष्टवेदनमिति । तथा - निरर्थकश्चानुग्रह इति । अभिन्न एवामरणं वैकल्यायोगादिति । मरणे परलोकाभाव इति । तथा देहकृतस्यात्मनाउनुपभोग इति । તયા માત્મા સા રવાતિ ” - ધર્મબિંદુ, ૨-સૂ. ૫૩-૫૪ ૫૭ થી ૩ "अण्णोण्णाणुगयाणं इम व तं वत्ति विभयणमयुत्तं । जह दुद्धपाणियाणं जावंत विसेसपजाया ॥ रूबाइ पजवा जे देहे जीवदवियम्मि सुद्धम्मि । તે મળીuTગુરાવા પવિઝા અવાજ ” . શ્રી સન્મતિ તર્ક, ૧-૪૭-૪૮ ૩૭૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy