SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ સર્વે જ આ અધ્યવસાનાદિ ભાવો જીવો છે, એમ જે ભગવંત સકલશોથી પ્રજ્ઞપ્ત છે, તે અભૂતાર્થનું વ્યવહારનું પણ દર્શન છે. કારણકે વ્યવહાર વ્યવહારીઓને પણ મ્લેચ્છોને મ્લેચ્છ ભાષાની જેમ પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે અપરમાર્થ છતાં, તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે દર્શાવવો ન્યાય જ (ન્યાયયુક્ત જ) છે, પણ તે સિવાય તો - શરીરથી જીવના પરમાર્થથી ભેદ દર્શનને લીધે ત્રસ-સ્થાવરોના ભસ્મની જેમ નિઃશંકપણે ઉપમર્દનથી હિંસા અભાવને લીધે બંધનો અભાવ હોય જ છે. તથા - રક્ત-દ્વિષ્ટ-વિમૂઢ જીવ બધ્યમાન (બંધાતો) મોચનીય (મૂકાવવા યોગ્ય) છે, એટલે રાગ-દ્વેષ-મોહથી જીવના પરમાર્થથી ભેદ દર્શનથી મોક્ષ ઉપાય પરિગ્રહણના અભાવને લીધે મોક્ષનો અભાવ હોય જ છે. ૪૬॥ - ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘જીવ કાયા પદાર્થપણે જૂદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે.'' - (અં. ૫૦૯) ‘‘વ્યવહાર નયથી પરમાણુ પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ ત્યાગ આદિથી એક પરિમાણથી સંબંધ પામે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર ‘અંતર્ગત નિહચે ગહી રે, કાયાથી વ્યવહાર; ચિદાનંદ તવ પામીએ પ્યારે, ભવ સાયરનો પાર.'' - શ્રી ચિદાનંદજી, (પદ-૫) જો અધ્યવસાન કર્મ - એ વ્યવહારનું દર્શન નોકર્મ વગેરે ઉક્ત ભાવો પુદ્ગલ-સ્વભાવો છે, તો પછી તે સૂત્રમાં-આગમમાં જીવપણે કેમ સૂચિત છે – સૂચવવામાં આવેલા છે ? એ અધ્યવસાનાદિ ભાવો જીવ છે આશંકાનું અત્ર સમાધાન કર્યું છે. આ અધ્યવસાનાદિ સર્વે ભાવો જીવે છે એવો જે જિનવરોથી વર્ણવવામાં આવેલો વિસ્તારથી કથવામાં આવેલો ઉપદેશ છે, વ્યવહારનું દર્શન છે. આ વસ્તુ ભગવતી ‘આત્મખ્યાતિ’માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ૫રમાર્થ સાપેક્ષ વ્યવહારનું અને વ્યવહાર સાપેક્ષ ૫રમાર્થનું સમ્યક્ તત્ત્વસર્વે જ આ દર્શન કરાવી અત્ર નિષ્ણુષ સ્પષ્ટ કરી બતાવી છે. તેની સ્પષ્ટ સમજૂતી આ પ્રકારે અધ્યવસાનાદિ ભાવો જીવો છે એમ જે ભગવત્ સકલશોથી પ્રજ્ઞપ્ત છે - ‘માદ્ધિ: સતજ્ઞ: પ્રજ્ઞŕ' પ્રજ્ઞાપવામાં જણાવવામાં આવેલું છે, તે અભૂતાર્થ એવા પણ વ્યવહારનું પણ દર્શન છે ‘-ભૂતાર્થસ્યાપિ વ્યવહારસ્થાપિ દર્શનં.' જો આ વ્યવહાર અભૂતાર્થ છે તો તેનું દર્શન શા માટે કરાવવું જોઈએ ? તે દર્શાવતો ન્યાય - ન્યાયયુક્ત કેમ હોય ? વ્યવહાર છે તે અપરમાર્થ છતાં વ્યવહારીઓને, મ્લેચ્છ ભાષા જેમ મ્લેચ્છોને, દર્શાવવો ન્યાય્ય જ છે. શા માટે ? શું નિમિત્તે ? વ્યવહારનું પરમાર્થ – પ્રતિપાદકપણું છે માટે, તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે ‘પરમાર્થપ્રતિપાવવાત્તીર્થપ્રવૃત્તિનિમિત્તે.' વારુ, જો વ્યવહાર પોતે અપરમાર્થ છે અને તે પણ પરમાર્થ પ્રતિપાદન કરવા માટે જ છે, તો પછી વ્યવહાર વિના સીધેસીધા (Orionially) એકાંત પરમાર્થને ભજવામાં શી હાનિ ? તે વ્યવહાર વિના તો શરીરથી જીવના પરમાર્થથી ભેદ-દર્શનને લીધે બંધનો અભાવ થાય છે. કેવી રીતે ? ત્રસ-સ્થાવરોના ભસ્મની જેમ નિઃશંક ઉપમર્દનથી હિંસાનો અભાવ થાય છે, એટલે હિંસા અભાવને લીધે બંધનો પણ અભાવ થાય જ છે, “હિંસામાવામવત્યેવ અંધસ્યા ભાવ:' તથા રક્ત-દ્વિષ્ટ-વિમૂઢ જીવ બધ્યમાન–બંધાઈ રહેલો મોચનીય મોચન કરવા યોગ્ય - છોડાવવા યોગ્ય એટલા માટે રાગ-દ્વેષ-મોહથી જીવના પરમાર્થથી ભેદ દર્શનથી મોક્ષનો અભાવ થાય જ છે. કેવી રીતે ? રક્ત-દ્વિષ્ટ-વિમૂઢ જીવ બંધાઈ રહેલો - બંધાતો હોય તે મોચનીય-મૂકાવવો યોગ્ય છે, પણ આ તો રાગ-દ્વેષ-મોહથી જીવના પરમાર્થથી ભેદ દર્શને કરી મોક્ષ ઉપાયના પરિગ્રહણનો અભાવ થશે, એટલે એને લીધે મોક્ષનો પણ અભાવ થાય જ છે, મોક્ષોપાયપરિગ્રહળમાવાત્ ભવત્યેવ મોક્ષસ્યામાવઃ । હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ - - – - - ૩૭૪ - -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy