SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૪ વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે ૮. અર્થક્રિયા સમર્થ એવો કમસંયોગ નિશ્ચયે કરીને જીવ નથી, અષ્ટ કાષ્ઠ સંયોગથી ખાટલીમાં સુતેલા પુરુષની જેમ, કર્મસંયોગથી અતિરિક્તપણે અન્ય એવા ચિસ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે. અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ (અનુભૂતિ) વિષયમાં વિપ્રતિપન્ન (વિપરીત માન્યતાવાળો) સામથી જ (સમજાવટથી) આમ આ કહેવામાં આવતા કળશમાં કહેવાય છે તેમ અનુશાસ્ય – અનુશાસન કરવા યોગ્ય છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આજ મને ઉછરંગ અનોપમ, જન્મ કૃતારથ જગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેચક, એ ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૧૫૭ (૨), ૧૯૪ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૭ “દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ દ્વેષ ન વિચિત્ત છે; પુદ્ગલિ ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જૂઓ જૂઓ એક હોવે કિમે.” - શ્રી યશોવિજયજી કૃત સા.2.ગા.સ્તવન આગલી ગાથામાં એમ કહ્યું કે અધ્યવસાનાદિ પરભાવોને આત્મા કહેનારા સર્વે દુર્મતિ પરાત્મવાદીઓ પરમાર્થવાદી - તત્ત્વવાદી - યથાર્થવાદી નથી, તે એમ કયા આ અધ્યવસાનાદિ સર્વે ભાવો કારણથી કહો છો ? એવી શિષ્યની શંકાનો અહીં જવાબ આપ્યો છે - આ પુદ્ગલ પરિણામ-નિષ્પન્ન બધા ભાવોને કેવલજ્ઞાની જિનોએ પુદગલ દ્રવ્યના પરિણામોથી નિષ્પન્ન - સિદ્ધ થયેલા કહ્યા છે, તે જીવ એમ કેમ કહેવાય વારુ ? આ ગાથાની પરમ તાત્ત્વિક મીમાંસા કરતાં આત્મખ્યાતિકર્તા આચાર્યવર્ય પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ શિષ્યની બુદ્ધિમાં સાંગોપાંગ શીધ્ર બેસી જાય એવી ઉત્તમ સરલ સુગમ સચોટ વાદાનુવાદ શૈલીથી, તે તે મિથ્યાવાદી પરાત્મવાદોનું સમર્થ નિરસન કરતું સેંકડો ગ્રંથોથી પણ ન થઈ શકે એવું એક જ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં પરમ સમર્થ પ્રતિપાદન કર્યું છે. તે આ પ્રકારે - આ અધ્યવસાન વગેરે જે સમસ્ત ભાવો આગલી ગાથામાં સવિસ્તર કહ્યા તે તો પુદ્ગલ દ્રવ્ય પરિણામમય છે – “પુન્નદ્રવ્યપરિણામમૂયત્વેન ! - પુદ્ગલ - દ્રવ્ય પરિણામાત્મક છે એમ “વિશ્વસાક્ષી' - વિશ્વ દૃષ્ટા સર્વજ્ઞ શ્રીમદ્ અહંત ભગવંતોએ પ્રજ્ઞપેલા છે - પ્રરૂપેલા છે, “મવિિિર્વવસfક્ષમાઈનિ: - પ્રજ્ઞRT:' | આમ પરમ આત-પરમ વિશ્વાસપાત્ર - અત એવ પરમ એમ ભગવત વિશ્વસાક્ષી પ્રમાણભૂત શ્રી સર્વજ્ઞ દેવની પ્રજ્ઞાપના છે, એટલે આ અધ્યવસાનાદિ અહંતોની પ્રશાપના પુદગલમય ભાવો ચૈતન્ય સ્વભાવી જીવદ્રવ્ય થઈ શકવાને ઉત્સાહતા નથી - ઉત્સાહ ધરતા નથી - હામ ભીડતા નથી - સમર્થ થતા નથી - ચૈતન્યસ્વમાવે નીવદ્રવ્ય વિતું નોત્સદન્ત | કારણકે ચૈતન્યસ્વભાવી જીવદ્રવ્ય તો ચૈતન્યશૂન્ય પુદ્ગલદ્રવ્યથી જુઓ : “રાજ જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત) ૩૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy