SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ (અધિકપણે અતિરિક્તપણે અતિશાયિપણે चैतन्यशून्यात्पुद्गलद्रव्यादतिरिक्तत्वेन ભિન્નપણે-અલગપણે) પ્રજ્ઞપવામાં આવ્યું છે, અર્થાત્ ચૈતન્યશૂન્ય જડ એવું પુદ્ગલ અને ચૈતન્યપૂર્ણ ચૈતન્ય સ્વભાવી એવો જીવ એ બન્ને દ્રવ્ય ત્રણે કાળમાં પ્રગટ ભિન્ન છે, તે કોઈ કાળે એક થઈ શકે. એમ નથી અને આ ‘પુદ્ગલ પરિણામ નિષ્પન્ન' અધ્યવસાનાદિ ભાવો પુદ્ગલ પરિણામમય છે, તેથી તે કદી પણ ચૈતન્ય સ્વભાવી બની શકે એમ નથી. આમ નિશ્ચયથી ત્રણે કાળમાં ન ફરે એવી સ્થિતિ છે. એટલે આ અધ્યવસાનાદિ તે તે પુદ્ગલ-પરિણામાત્મક પરભાવોને આત્મા કહેનારા ‘પરાત્મવાદીઓ’નો પક્ષ આગમથી, યુક્તિથી અને સ્વાનુભવથી બાધિત થાય છે, ‘ઞામયુક્તિત્વાનુમવૈધિતપક્ષત્વાત્,' સર્વથા બાધિત પક્ષપણાને લીધે કોઈ પણ રીતે ક્ષણભર પણ ટકી શકતો નથી, એથી તેમ વદનારા પરાત્મવાદીઓ પરમાર્થવાદી નથી - જ્ઞ તવાભવાવિનઃ પરમાર્થવાદ્દિનઃ' । અત્રે આ જે સર્વજ્ઞ વચન કહ્યું તે જ આગમ - શાસ્ત્ર છે, ડ્વમેવ સર્વજ્ઞવશ્વનું તાવવામ: આમ પ્રણીત ત્રિકાળાબાધિત નિશ્ચય જ્ઞાન વચન છે અને ‘વંતુ સ્વાનુભવર્મિતા યુક્તિઃ' - સ્વાનુભવ ગર્ભિતાઅર્થાત્ સ્વાનુભવ જેના ગર્ભમાં - અંતરમાં રહ્યો છે એવી યુક્તિ તો આ છે, સન્યાયયુક્ત સુબુદ્ધિગમ્ય દલીલવાળું અનુમાનપ્રમાણ તો આ પ્રકારે છે - `મલિનતાથી સુવર્ણ જેમ ઉકત અષ્ટ પ્રકારથી ૧. નૈનિરાગદ્વેષન્માષિતમધ્યવસાનું ન હતુ નીવ:' - નૈસર્ગિક - નિસર્ગજન્ય - કુદરતી રીતે આપોઆપ ઉદ્ભવતા રાગદ્વેષથી કલુષિત - મલિન અધ્યવસાન તે જીવ નથી જ એ નિશ્ચય છે, કારણકે શ્યામિાયાઃ હાર્નસ્વરચેવ કાલિમાથી મલિનતાથી અતિરિક્તપણે અધિકપણે અતિશાયિપણે ભિન્નપણે અલગપણે સુવર્ણનું જેમ ઉપલભ્યમાન પણું - અનુભવાઈ રહ્યાપણું - જણાવાપણું - દેખાવાપણું છે, અતિરિક્તપણે ચિત્ત્વભાવનો તેમ તથાવિધાધ્યવસાનાત્ પ્રતિરિવતત્વન અન્યસ્ય વિશ્વમાવસ્ય - તથા પ્રકારના વિવેચકોને સ્વયં અનુભવ અધ્યવસાનથી અતિરિક્તપણે - ભિન્નપણે અલગપણે અન્ય ચિત્ત્વભાવનું વિવેચકોથી - વિવેકીઓથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભવાઈ રહ્યાપણું - જણાવાપણું દેખાવાપણું છે માટે, “વિવેત્તી: સ્વયમુવતમ્યમાનાત્। અર્થાત્ સોનાની અશુદ્ધિથી જૂદું સોનું વિવેચકો (Analyst) સ્વયં અનુભવે છે, તેમ તેવા અધ્યવસાનથી જૂદો અન્ય ચિત્ત્વભાવ વિવેચકો ચેતનનું પૃથક્કરણરૂપ વિવેચન (analysis) કરનારા વિવેકી (Analyst) આધ્યાત્મિક વૈજ્ઞાનિકો (spiritual scientists) સ્વયં પોતે આત્માનુભવથી અનુભવે છે. જડ - ૨. અનાદિ અનંત પૂર્વાપરભૂત - એક પછી એક ઉત્તરોત્તર અવસ્થારૂપ - પર્યાયરૂપ અવયવવાળી એક સંસરણ લક્ષણ ક્રિયારૂપે ક્રીડંતું - ક્રીડા કરતું - રમત કરતું કર્મ જ જીવ નથી એ નિશ્ચય છે. ભિન્નપણે અલગપણે કારણકે કર્મથી અતિરિક્તપણે પૃથભૂતપણે * અન્ય ચિસ્વભાવનું વિવેચકોથી – સ્વપરની હેંચણરૂપ વિવેચન કરનારા વિવેકી પુરુષોથી સ્વયં ઉપલભ્યમાનપણું અનુભવાઈરહ્યાપણું - દેખાવાપણું - જણાવાપણું છે, માટે. ૩. તીવ્ર-મંદ અનુભવથી જેનો ભેદ પડે છે એવા દુરંત રાગરસથી નિર્ભર-ભરપૂર અધ્યવસાન સંતાન-અધ્યવસાન-સંતતિ-અધ્યવસાન પરંપરા તે જીવ નથી એ નિશ્ચય છે, કારણકે તે અધ્યવસાન સંતાનથી અતિરિક્તપણે - ભિન્નપણે - અલગપણે અન્ય ચિહ્વભાવનું વિવેચકોથી - સ્વપરનું વિભાગ રૂપ વિવેચન કરનારા વિવેકી વૈજ્ઞાનિકોથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભવાઈ રહ્યાપણું (અનુભૂયમાન પણું) છે, સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાવાપણું - જણાવાપણું છે, માટે. ભિન્નપણે ૪. નવી-પુરાણી વગેરે અવસ્થાઓના ભેદથી પ્રવર્તી રહેલું નોકર્મ- શરીર તે જીવ નથી એ નિશ્ચય છે, કારણકે પુદ્ગલમય શરીરથી અતિરિક્તપણે અલગપણે અન્ય ચિત્ત્વભાવનું વિવેકોથી વિવેકીઓથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાનપણું - અનુભવાઈરહ્યાપણું - છે, પ્રત્યક્ષ દેખાવાપણું - જણાવાપણું છે, માટે. - - - - ૩૬૬ - “ર્મમ્ય: ર્નાર્યમ્ય: પૃથમૂર્ત વિવાભમ્ । આભાનું ભાવયંત્રિત્ય નિત્યાનંપવપ્રમ્ ।।'' - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, ઉપાસક સંસ્કાર અધિ. ૬૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy