SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૩૯ થી ૪૩ (વિપાક-પરિણામ) દુષ્ટ છે એવા દુરંત રાગરસથી નિર્ભર ભરેલું એવું અધ્યવસાન સંતાન એટલે કે અધ્યવસાનોની સંતતિ-પરંપરા તે જ જીવ છે, કારણકે તે અધ્યવસાન સંતાનથી અતિરિક્તપણે - અધિકપણે - અતિશાયિપણે - અલગપણે બીજે કોઈ જીવ ઉપલભ્ય થતો નથી, દેખાતો નથી, અનુભવમાં આવતો નથી. ૪. “નવપુર/Tધવસ્થામાવેગ પ્રવર્તમાન - નવ-પુરાણ અવસ્થાદિ ભાવથી પ્રવર્તતું નોકર્મ જ જીવ છે, “નોર્મેવ નીવ:' શરીરથી અતિરિક્તપણે અધિકપણે - અતિશાયિપણે - ૪. નવ-પુરાણ નોકર્મ જ અલગપણે - ભિન્નપણો અન્યનું અનુપલભ્યમાનપણું - નહિ અનુભવાવાપણું (શરીર જો જીવ - નહિ જણાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ કોઈ એમ કહે છે કે - નવી-પુરાણી - નવી-જૂની અવસ્થા આદિ ભાવથી પ્રવર્તતું નોકર્મ જ – શરીર જ જીવ છે, કારણકે શરીરથી અતિરિક્તપણે - જુદાપણે બીજે કોઈ જીવ ઉપલભ્ય થતો નથી, જણાતો-દેખાતો નથી, અનુભવગમ્ય થતો નથી. અથવા દેહ જ આતમા, અથવા ઈદ્રિય પ્રાણઃ મિથ્યા જૂદો માનવો, નહિ જૂદું એંધાણ. વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય છે તે હોય તો, ઘટપટ આદિ જેમ.” - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૪૬-૪૭ (શિષ્યની શંકા) ૫. વિશવ પુષ્ય રૂપેણામ - વિશ્વને પણ – આખા જગતને પણ પુણ્યપાપરૂપે આક્રામતો કર્મવિપાક જ જીવ છે, વિપાવર વ નવઃ શુભાશુભ ભાવથી ૫. શભ-અશુભ કર્મ અતિરિક્તપણે - અધિકપણે - અલગપણે - અન્યનું અનુપલભ્યમાનપણું છે વિપાક જ જીવ - નહિ અનુભવાઈ રહ્યાપણું - નહિ જણાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ બીજા કોઈ એમ કહે છે કે અખિલ વિશ્વને પણ પુણ્યપાપરૂપે જે આક્રમી રહ્યો છે, પોતાનો પુણ્ય પાપરૂપ ફળ વિપાક દર્શાવતો પગ તળે દબાવી રહ્યો છે, કચરી રહ્યો છે, એવો કર્મવિપાક જ જીવ છે, કારણકે શુભાશુભ ભાવથી અતિરિક્તપણે - ભિન્નપણે બીજો કોઈ જીવ ઉપલભ્ય થતો નથી, દેખાતો - જણાતો નથી, અનુભવગમ્ય થતો નથી. ૬. “સાત સાતરૂપેળામા ' - સાત-અસતરૂપથી અભિવ્યાપ્ત - સર્વથા વ્યાપેલા સમસ્ત તીવપણા-મંદપણા ગુણથી જે ભેદ પામી રહ્યો છે એવો - “સતતીવ્ર છે. સાત-સાત રૂપ મંહત્વપુજમ્યાં ઉમધમાનઃ કર્માનુભવ જ જીવ છે - “નુભવ gવ નીવ:' તીવ-મંદ કર્યાનુભવ જ જીવ - સખદ:ખથી અતિરિક્તપણે - અતિશાયિપણે - અલગપણે - ભિન્નપણે અન્યનું - બીજનું અનુપલભ્યમાનપણું - નહિ જણાવાપણું - નહિ અનુભવાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ બીજા કોઈ એમ કહે છે કે સાતા-અસાતારૂપ તીવ્ર-મંદ કર્યાનુભવ જ જીવ છે, એટલે કે તીવ્રપણે કે મંદપણે વેદાતો-અનુભવાતો કર્યાનુભવ કાં તો સાતારૂપ - સુખ સંવેદનરૂપ કાં તો અસાતારૂપ - દુઃખ સંવેદનરૂપ હોય છે, એટલે સાતા-અસાતાથી જે અભિવ્યાત-સર્વથા સર્વત્ર વ્યાપ્ત છે એવો સુખદુઃખરૂપ તીવ્ર-મંદ કર્માનુભવ જ જીવ છે, કારણકે સુખદુ:ખથી અતિરિક્તપણે - ભિન્નપણે - જૂદાપણે કોઈ બીજો જીવ ઉપલભ્ય થતો નથી. દેખાતો-જણાતો નથી, અનુભવગમ્ય થતો નથી. ૭. મન્નિતાવતું સમયાત્મિહત્વ૬ મસ્જિતા-શ્રીખંડની જેમ ઉભયાત્મકપણાને લીધે - ઉભયમયપણાને લીધે આત્મા - કર્મ ઉભય જ (બન્ને જ) જીવ છે, “આત્મિમયમેવ નીવ:' કાત્સર્ચથી - સમગ્રપણે - સમસ્તપણે કર્મથી અતિરિક્તપણે - અલગપણે અન્યનું અનુપલભ્યમાનપણું - નહિ જણાવાપણું - નહિ ૩૫૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy