SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અનુભવાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત બીજો કોઈ એમ કહે છે કે - આત્મા અને કર્મ એ ઉભય જ - બન્ને મળીને જ જીવ છે, શિખંડની જેમ. જેમ દહીં અને ૭. શ્રીખંડ જેમ આત્મ-કર્મ ખાંડ એ બન્ને મળીને જ શ્રીખંડ કહેવાય છે, તેમ આત્મા અને કર્મ એ બન્ને ઉભય જ જીવે મળીને જ જીવ છે, કારણકે કાર્ચથી - સમગ્રપણે – સંપૂર્ણપણે (As a whole Totally) કર્મથી અતિરિક્તપણે - અતિશાયિપણે - અધિકપણે - ભિન્નપણે બીજો કોઈ જીવ ઉપલભ્ય થતો નથી, દેખાતો-જણાતો નથી, અનુભવગમ્ય થતો નથી. ૮. ‘ઈક્રિયાસમર્થ “સંયT Uવ નીવઃ' અર્થક્રિયા સમર્થ - એવો કર્મસંયોગ જ જીવ છે. કર્મ સંયોગથી અતિરિક્તપણે - અષ્ટકાષ્ઠ સંયોગથી ખાટલાની જેમ - “વાયા ફુવ સાસંયો ત્ - અન્યનું અનુપલભ્યમાનપણું - નહિ જણાવાપણું - નહિ અનુભવાવાપણું છે માટે, ૮. અષ્ટ કાષ્ઠ સંયોગી ખાટલી “સંયોતિરિક્તત્વેનાન્યાનપત_માનતા' એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ જેમ, અષ્ટ કર્મસંયોગ જ જીવ બીજી કોઈ વળી એમ કહે છે કે - અર્થક્રિયામાં સમર્થ - પ્રયોજનભૂત ક્રિયામાં (Effective & purposeful) સમર્થ એવો કર્મસંયોગ જ જીવ છે, ખાટલાની જેમ. જેમ અષ્ટ કાષ્ઠના સંયોગથી - લાકડાના આઠ ટુકડાના સંયોગથી (Combination) ખાટલો બને છે અને ત્યારે જ તે સૂવાની અર્થક્રિયામાં - પ્રયોજનભૂત ક્રિયામાં - કામ આવે છે - સમર્થ થાય છે, તેમ અષ્ટ કર્મના સંયોગથી - કર્મના આઠ પ્રકારોના સંયોગથી જીવ બને છે અને ત્યારે જ તે જીવપણાની અર્થક્રિયામાં કામ આવે છે - સમર્થ થાય છે. કારણકે જેમ તે અષ્ટ કાષ્ઠથી અતિરિક્તપણે - જૂદાપણે કોઈ ખાટલો દેખાતો નથી, તેમ તે અષ્ટ કર્મસંયોગથી અતિરિક્તપણે - જૂદાપણે કોઈ બીજો જીવ ઉપલભ્ય થતો નથી, દેખાતો – જણાતો નથી, અનુભવગોચર થતો નથી. એવા એવા પ્રકારે “વહુઝવેરી સુધ:' બીજા પણ બહુ પ્રકારના “દુર્મેધા’ પરને આત્મા એવું નામ આપે છે, પરંતુ તેઓ પરમાર્થવાદીઓથી “પરમાર્થવાદી' એમ નિર્દેશાતા એવા એવા દુર્મેધા નથી, “ર તે પુરાવારિમિઃ પરમાર્થવરિનઃ તિ પઢિયંતે' ખરેખરા પરાત્મવાદીઓ પરમાર્થને જાણનારા એવા જે પરમાર્થવાદીઓ છે, તેથી તે પરને આત્મા પરમાર્થવાદીઓ નથી કહેનારાઓ “પરમાર્થવાદી' કહેવાતા નથી. અર્થાતુ પરને જે આત્મા કહે છે, તે પરમાર્થદર્શી નથી, તેઓને પરમાર્થનું - ખરેખરા પરમ અર્થનું - સાચા આત્મ તત્ત્વનું ભાન નથી, જ્ઞાન નથી, સમજણ નથી, તેથી જ તેઓ એવું તે તે પ્રકારનું અસમંજસ, અયથાર્થ, અસમ્યક, મિથ્યા, બ્રાંત, વિપર્યસ્ત કથન કરે છે. જે જરા પણ ઊંડા ઉતરીને તે તે મહાનુભાવો વિચારે તો તેમના તે તે કથનનું - વિવિધ વિચિત્ર વિપરીતવાદનું મિથ્યાપણું - બ્રાંતપણું - અસભ્યપણું સહેજે પ્રતીતાય એમ છે. આ અંગે પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ અદ્ભુત તલસ્પર્શી તાત્ત્વિક મીમાંસા કરતું ટંકોત્કીર્ણ અમૃત વચનામૃત છે કે – એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે, તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. એક પારમાર્થિક અને એક વ્યવહારિક અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે, કે આ જીવને ખરી મુમુક્ષતા આવી નથી, એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી, સપુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી, તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ અસતુ સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત્ દર્શનને વિષે સત્ દર્શનરૂપ ભ્રાંતિ તે છે. “આત્મા નામનો કોઈ પદાર્થ નથી, એવો એક અભિપ્રાય ધરાવે છે. આત્મા નામનો પદાર્થ સાંયોગિક છે, એવો અભિપ્રાય કોઈ બીજાં દર્શનનો સમુદાય સ્વીકારે છે. આત્મા દેહ સ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી, એવો અભિપ્રાય કોઈ બીજ દર્શનનો છે. આત્મા અણુ છે, આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે, આત્મા સાકાર છે, આત્મા પ્રકાશરૂપ છે, આત્મા સ્વતંત્ર નથી. આત્મા કર્તા ૩૬૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy