SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જાણતા નથી, તાત્ત્વિમાત્માનમનાનંતો, એટલે તે બહુજનો બહુપ્રકારે પરને જ આત્મા પ્રલપે છે, વહવો વહુધા પરમપ્યાભાનમિતિ પ્રત્તમંતિ' જેમકે - (૧) કોઈ અધ્યવસાનને આત્મા કહે છે, (૨) કોઈ કર્મને આત્મા કહે છે, (૩) કોઈ અધ્યવસાનસંતાનને આત્મા કહે છે, (૪) કોઈ નોકર્મને (શરીરને) આત્મા કહે છે, (૫) કોઈ કર્મવિપાકને આત્મા કહે છે, (૬) કોઈ કર્માનુભવને આત્મા કહે છે, (૭) કોઈ આત્મા-કર્મ ઉભયને આત્મા કહે છે, (૮) કોઈ કર્મસંયોગને આત્મા કહે છે. પણ તે સર્વ પ્રકાર માનનારા પરમાર્થવાદી નથી. એમ નિશ્ચયવાદીઓ વદે છે. આ સર્વ પ્રકારો આત્મખ્યાતિકાર પરમર્ષિએ અપૂર્વ લાક્ષણિક પરમાર્થઘન શૈલીમાં વિવરી બતાવ્યા છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - - ‘નૈસર્ગિક' – નિસર્ગજન્ય - કુદરતી રીતે ઉત્પન્ન १. नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानमेव जीवः થતા રાગદ્વેષથી કલુષિત-મલિન થયેલ અધ્યવસાન જ - જીવપરિણામ જ જીવ છે, કારણકે સાચેવડાિિતરિક્તત્વેન કોલસાની કાળાશથી અતિરિક્તપણે – અધિકપણે - અલગપણે અન્યનું જેમ અનુપલભ્યમાનપણું - નહિ જણાવાપણું નહિ અનુભવાતાપણું છે, ઉપલભ્યમાનપણું અનુભવાવાપણું નથી જણાવાપણું નથી, તેમ તેવા પ્રકારના અધ્યવસાનથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાન પણું - નહિ અનુભવાઈ રહ્યાપણે નહિ જણાવાપણું છે, ઉપલભ્યમાનપણું નથી - અનુભવાઈ રહ્યા પણું જણાવાપણું નથી अन्यस्यानुपलभ्यमानत्वात् અર્થાત્ કોલસાની કાળાશથી અલગપણે જૂદાપણે બીજો કોઈ જેમ જણાતો નથી અનુભવાતો નથી, તેમ તેવા પ્રકારના અધ્યવસાનથી અતિરિક્તપણે અધિકપણે અલગપણે - જૂદાપણે બીજો કોઈ ઉપલભાતો નથી જણાતો નથી - અનુભવાતો નથી - એમ કોઈ અજ્ઞાની અવિવેકી મોહમૂઢ જનો પ્રલપે છે, મોહમદિરા પાનથી ઉન્મત્તની જેમ પ્રલાપ કરે છે, જલ્પે છે, બકે છે - બડબડાટ કરે છે. ૧. રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન જ જીવ - - - - ૩. તીવ્ર-મંદ રાગનિર્ભર અધ્યવસાનસંતાન જ જીવ ભિન્નભિન્નપણે અનુભવ - - ૨. બનાવિઞનંતપૂર્વાપરીમૂતાવયવં - અનાદિઅનંત પૂર્વાપરભૂત અવયવવાળી એક સંસરણ ક્રિયારૂપે ક્રીડતું (ક્રીડા કરતું) કર્મ જ જીવ છે, કર્મથી ૨. એક સંસરણ ક્રિયા રૂપે અતિરિક્તપણે-અધિકપણે-અલગપણે અન્યનું અનુપલભ્યમાનપણું નહિ ક્રીડંતુ કર્મ જ જીવ અનુભવાવાપણું - નહિ જણાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ કોઈ એમ કહે છે કે - જે એક સંસરણ ક્રિયા રૂપે ક્રીડા કરતું કર્મ તે જ જીવ છે, જેની આદિ નથી ને જેનો અંત નથી એવી અનાદિ અનંત આ સંસરણ ક્રિયા પૂર્વાપર - એક પછી એક ઉત્તરોત્તર ઉપજતી અવસ્થારુપ અવયવવાળી સતત સંતતિ રૂપ (One continuous chain) હોઈ એક છે, આમ પૂર્વાપર-ઉત્તરોત્તર અવસ્થા જેના અંગભૂત છે એવી એક સંસરણ-ક્રિયારૂપે જે કર્મ ક્રીડા કરી રહ્યું છે, રમત કરી રહ્યું છે, વિલસી રહ્યું છે, સંસાર લીલા વિસ્તારી રહ્યું છે, તે આ સંસારનો ખેલ ખેલતું રમતીયાળ ક્રીડાશીલ કર્મ જ જીવ છે, કારણકે એ કર્મથી જૂદાપણે-અલગપણે-અધિકપણે-અતિરિક્તપણે કોઈ બીજો જીવ ઉપલભાતો નથી, જણાતો નથી અનુભવાતો નથી. “મતિ મત એમ વિચારો રે, મત મતીયન કા ભાવ, વસ્તુગતે વસ્તુ લહો રે, વાદવિવાદ ન કોય.'' - શ્રી ચિદાનંદજી (પદ-૫) ૩. તીવ્ર-મંદ અનુભવથી જેનો ભેદ પડી રહ્યો છે - ‘તીવ્રમંવાનુમમિઘમાન' એવા દુરંત રાગરસથી નિર્ભર-ભરપૂર ‘અંતરરસનિર્ભર’અધ્યવસાન સંતાન જ જીવ છે, ‘વ્યવસાનસંતાન વ નીવ:', તેનાથી અતિરિક્ત ભિન્ન અન્યનું અનુપલભ્યમાનપણું - નહિ અનુભવાવાપણું નહિ જણાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ કોઈ એમ કહે છે કે - તીવ્ર - મંદપણે જેનો થાય છે અને જેનો અંત આણવો દુષ્કર છે અથવા જેનો અંત ૩૫૮ - -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy