SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રક્ષીણ-અત્યંત ક્ષીણ કરવા ભણી અપૂર્વ આત્મવીર્યોલ્લાસથી પ્રવર્તે છે અને તે કેવા પ્રકારે? તેનું અપૂર્વ દર્શન અપૂર્વ ભાવથી સંગીત કરેલા “અપૂર્વ અવસર” નામક અપૂર્વ કાવ્યમાં પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ કરાવ્યું છે. જેમકે – “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગ તમે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો... અપૂર્વ. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે... આ પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જે; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો. અપૂર્વ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો... અપૂર્વ. બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જે... અપૂર્વ. નગ્નભાવ, મંડભાવ સહ અજ્ઞાનતા, અદત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો... અપૂર્વ. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો; જીવિત, કે મરણે નહીં ચૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો... અપૂર્વ. એકાકી વિચરતો વળી શ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો... અપૂર્વ. ઘોર તપશ્વર્યામાં પણ મનને તેપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનકિ દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો... અપૂર્વ એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણી શપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.. અપૂર્વ - શ્રીમદ્ રાજચંદ્રજી અર્થાત્ તાત્પર્ય કે - “દેહથી ભિન્ન એવા કેવલ ચૈતન્યમૂર્તિ આત્માનું અનુભવ જ્ઞાન જેને ઉપર્યું છે, એવા આ જ્ઞાની મુનીશ્વર દર્શનમોહરૂપ મહા મિથ્યાત્વગ્રંથિને છેદી નાંખી, ચારિત્રમોહના ક્ષય અપૂર્વ અવસર' : નિગ્રંથનો ભણી પરમ શૂરવીરપણે સર્વાત્માથી પ્રવર્તી હોય છે. એક શુદ્ધ આત્મા પરમ આદર્શ સિવાય બીજું કાંઈપણ પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી એવો અખંડ નિશ્ચય થયો હોવાથી, આ મહાત્માને આત્મા સિવાય અન્ય સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ રૂપ પરમ વૈરાગ્ય વર્તે છે. આ નિઃસાર દેહમાંથી પણ પરમાર્થરૂપ સાર કાઢી લેવાને ઈચ્છતા આ શાંતમૂર્તિ સંતનો દેહ પણ માત્ર આત્મસંયમના હેતુએ જ હોય છે, બીજા કોઈ પણ કારણે તેને કાંઈ પણ કલ્પતું નથી. ** આત્મસ્વરૂપના તેજથી પ્રતપતા આ વીર તપસ્વીને પોતાના દેહમાં પણ કિંચિત માત્ર મમત્વરૂપ મૂચ્છ હોતી નથી, તો પછી ઉપકરણાદિમાં તો ક્યાંથી હોય ? “નિરંતર સ્વાધ્યાય-ધ્યાનમાં નિમગ્ન આ યોગી પુરુષ મન-વચન-કાયાના યોગને જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે અને તે ત્રણે સંક્ષિપ્ત યોગની માવજીવ આત્માને વિષે એવી સ્થિરતા કરે છે, કે ગમે તેવા ઘોર પરીષહ કે ઉપસર્ગના ભયથી તે ક્ષોભ પામતી નથી. આ સંક્ષિપ્ત યોગની ક્વચિત પ્રવૃત્તિ કરવી પડે, તે આ સંયમી પુરુષ માત્ર આત્મસંયમના હેતુથી જ સમ્યકપણે કરે છે અને તે પણ નિજ ૩૨૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy