SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૦ સ્વરૂપનો નિરંતર લક્ષ રાખીને તથા જિનદેવની આજ્ઞાને આધીનપણે રહીને - નહિ કે સ્વચ્છેદે કે સ્વરૂપનો લક્ષ ચૂકીને. આત્મારામી મુનિની આ સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય છે અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય છે. આવા પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત આ સ્વરૂપગુપ્ત સંતો પંચ મહાવ્રતની દઢ પ્રતિજ્ઞા લઈ તેના પરિપાલનમાં નિરંતર ઉઘુક્ત રહે છે. પંચ ઈદ્રિયના વિષયમાં એને રાગ-દ્વેષ રૂપ ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ હોતી નથી. પંચ પ્રમાદથી એના મનને ક્ષોભ ઉપજતો નથી અને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યાંય પણ પ્રતિબંધ કર્યા વિના એ પ્રારબ્ધ ઉદયને આધીન થઈને નિર્લોભપણે વિચરે છે. આ ક્ષમાશ્રમણો કદી ક્રોધ કરે તો ક્રોધ પ્રત્યે જ ક્રોધ કરે છે, માન કરે તો દીનપણાનું માન કરે છે, માયા કરે તો સાક્ષી રૂપ દશભાવની માયા કરે છે અને લોભ કરે તો અલોભનો લોભ કરે છે ! કોઈ બહુ ઉપસર્ગ કરે તો તેના પ્રત્યે આ ક્ષમામૂર્તિ કોપતા નથી, ચક્રવર્તી આવીને વંદન કરે તો પણ એમનામાં માન ગોત્યું જડતું નથી, દેહ છૂટી જાય તો પણ એમના રોમમાં પણ માયા ઉપજતી નથી, મોટી લબ્ધિ સિદ્ધિ પ્રગટે તો પણ એમને લોભનો અંશ પણ સ્પર્શતો નથી. આમ સન્માર્ગની દીક્ષા પામેલા આ સંતોએ શિરોમુંડન કરવા સાથે જ કષાયોનું મુંડન કરી નાંખ્યું હોય છે, અચલકપણું ધરવા સાથે જ સર્વ પરભાવ-વિભાવથી વર્જિત એવું આત્મમગ્નતારૂપ ભાવ નગ્નપણે દાખવ્યું હોય છે, માવજીવ અસ્નાનપણું ભજવા સાથે જ નિરંતર જ્ઞાનગંગામાં નિમજ્જન કરવારૂપ પરમ શુચિ સ્નાતકપણું સેવ્યું હોય છે, અગારવાસ ત્યજવા સાથે જ વેષ વિભૂષા કે શરીરની ટાપટીપરૂપ પરિકર્મ વર્યું હોય છે. “સદા સામાયિક ભાવમાં વર્તતા આ શુદ્ધોપયોગવંત શ્રમણને શત્ર-મિત્રમાં, માન-અપમાનમાં, જીવિત-મરણમાં, કે ભવ-મોક્ષમાં સર્વશ શુદ્ધ સમભાવ વર્તે છે. આવા નિરંતર આત્મસમાધિમાં સ્થિત આ અવધૂત એકાકીપણે ભયાનક સ્મશાનને વિષે વિચરતા હોય, કે જ્યાં વાઘ-સિંહનો ભેટો થાય છે એવા પર્વતમાં વિચરતા હોય, તો પણ એમનું આત્મામાં સમવસ્થાન રૂપ આસન અડોલ રહે છે ને મનમાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ ઉપજતો નથી. આમ જેણે દ્રવ્ય-ભાવ સંયમમય નિગ્રંથપણું સિદ્ધ કર્યું છે, એવા આ આત્મજ્ઞાની સમ્યગૃષ્ટિ વીતરાગ મુનીશ્વર, દેહ છતાં દેહાતીત જીવન્મુક્ત દશાએ, આ અવનિતલને પાવન કરતા વિચરે છે.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૪ (ડૉ. ભગવાનદાસ કૃત) ૩૨૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy