SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૦ આ ગાથામાં જે મોહ પદ મૂક્યું છે તેના પરિવર્તનથી' - પલટાવવાથી તેને સ્થાને વારાફરતી રાગ-દ્વેષ, ક્રોધ-માન આદિ સોળ પદો મૂકી સોળ સૂત્રો સમજવા અને એ જ દિશા પ્રમાણે ઉપલક્ષણથી બીજા પણ સમજી લેવા. અર્થાત્ જેમ મોહ ભાવની અનુભૂતિમય આત્મામાંથી પૃથકકરણરૂપ “વિવેકથી પ્રથક કર્યો - અલગ જુદો પાડ્યો, આત્મામાંથી વિસર્જન કર્યો, તેમ રાગ-દ્વેષ-ક્રોધ-માનાદિ સોળે ભાવોને તેમજ તેવા તેવા બીજા ભાવોને પણ આત્મામાંથી પૃથકકરણરૂપ વિવેકથી પૃથક કરવા - અલગ જુદા પાડવા, આત્મામાંથી વિસર્જન કરવા અને એમ કરાય ત્યારે જ અનુભૂતિ “શુદ્ધ' થાય અને ત્યારે જ શુદ્ધ આત્માનુભવ થાય. આમ જેને શુદ્ધ આત્માનુભવ કરવો હોય તેણે મોહ-રાગ-દ્વેષાદિ સમસ્ત વિભાવોને-અશુદ્ધ ભાવોને આત્મામાંથી વિસર્જન કરવા જોઈએ અને ત્યારે જ અને તે ચારિત્રનો અંતર્ભાવ છે એવી ખરેખરી શુદ્ધ આત્માનુભૂતિમય “જ્ઞાનદશા” પ્રાપ્ત થાય, નહિ તો વાણી વિલાસ માત્ર જ હોય. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. સકલ જગતુ તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહિયે શાની દશા, બાકી વાચા જ્ઞાન.” - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૯-૧૪૦ “અતીન્દ્રિય ગત કોહ, વિગત માનમય મોહ, આજ તો સોહે રે, મોહે જગ જનતા ભણીજી... વીરસેન.” - શ્રી દેવચંદ્રજી “જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે, સર્વ પ્રકારે રાગ-દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૧), ૨૩૫ અને ખરેખરા જ્ઞાની સમ્યગુદૃષ્ટિ તો મોહ-રાગ-દ્વેષ-વિષય-કષાયાદિ પરભાવ - વિભાવોને આત્મામાંથી વિસર્જન કરવા-પૃથક્કરણ કરવા ઈચ્છતા ધ્યાવે છે કે - હું સમ્યગુદૃષ્ટિની શુદ્ધાત્મ ભાવના દેહાદિથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. “આ હારા” સ્વરૂપથી મૃત થઈ હું ઈદ્રિયકારોથી વિષયોમાં પતિત-પડી ગયો હતો. તે વિષયોને પામીને “હું” એમ મને મેં પૂર્વે તત્ત્વથી ઓળખ્યો નહિ ! જે અગ્રાહ્યને ગ્રહતું નથી ને ગ્રહેલને મૂકતું નથી, જે સર્વથા સર્વ જાણે છે, એક સ્વસંવેદ્ય તે “તતું’ હું છું. તત્ત્વથી બોધાત્મા-બોધ સ્વરૂપ એવા મને સમ્યકપણે પેખતાં, રાગાદિ અત્રે જ ક્ષીણ થાય છે, તેથી કોઈ હારો શત્રુ નથી, કે કોઈ મ્હારો પ્રિય મિત્ર નથી. મને નહિ દેખતો એવો આ લોક નથી મ્હારો શત્રુ નથી મ્હારો મિત્ર.' આમ બહિરાત્માને ત્યજી અંતરાત્મામાં વ્યવસ્થિત થયેલો જ્ઞાની પુરુષ ભાવે છે કે - “જે પરમાત્મા છે તે હું છું, ને જે હું છું તે પરમ છું. તેથી હું જ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કોઈ નહિ એમ સ્થિતિ છે. વિષયોમાંથી મને પ્રત કરાવી, મ્હારાથી જ મહારામાં સ્થિત એવા પરમાનંદમય બોધાત્માને હું પ્રપન્ન થયેલો છું, શરણ. પ્રાપ્ત થયેલો છું.” આમ શુદ્ધ આત્મભાવનાના પરિભાવનથી જેને દર્શનમોહનો ક્ષય ઉપજ્યો છે એવા સમ્યગદષ્ટિ જ્ઞાનીને, દેહથી ભિન્ન એવા કેવલ શુદ્ધ ચૈતન્યનું આત્માનુભવમય જ્ઞાન જ્યાં વર્તે છે એવો પરમ સમબોધ ઉપજે છે અને એટલે જ તેને તે શુદ્ધ સ્વરૂપનું એવું ધ્યાન વર્તે છે કે તે ચારિત્રમોહને "हेयच कर्म रागादि तत्कार्यच विवेकिनः । ૩૫ાં પ ચોતિષવિનસ ” . પવનંદિ પં. એકવસતિ, ૭૫ "मत्तश्चयुत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपयाहमिति मां पुरा बेद न तत्त्वतः ॥ यद ग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहं ॥ क्षीयन्तेऽव रागायास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चित्र मे शत्रुर्न च प्रियः मामपश्यत्रयं लोको न मे शत्रुर्न च प्रियः । मां प्रपश्यनयं लोको न मे शत्रुर्न च प्रियः ॥ यः परात्मा स एवाहं योहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थिति ॥ પ્રચાવ્ય વિષવેગો કાં કવિ મા યિતા કોષાત્માનં પ્રપનો િમાનનિવૃત ” , “સમાધિ શતક’ ૩૨૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy