SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સર્વ પ્રદેશે ચેતન ચેતન ને ચેતન જ છે એવો હું ચૈતન્યનો ઘન-ચૈતન્યઘન છું અને સર્વ તેજનો નિધિ-નિધાન એવો હું મહાતેજો નિધિ છું, પરમ જ્યોતિ સ્વરૂપ છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૭, પરમ આત્મતત્ત્વનું જેને દર્શન - સાક્ષાત અનુભવન સાંપડ્યું છે, આત્મસાક્ષાત્કાર થયો છે એવા સમ્યગુદૃષ્ટિ જ્ઞાની પુરુષ ભાવે છે કે - આ કેવલ જ્ઞાન જ્યોતિ જ અબાહ્ય “શુપિનકોનિવિજ છે, બાકી બીજાં બધું ય બાહ્ય છે, આ કેવલ જ્ઞાન જ્યોતિ જ હું છું ને તે જ હારી છે, બાકી કોઈ પણ પરભાવ મ્હારો નથી. આવી દેઢ આત્મભાવના જેને થઈ છે એવા સમ્યગૃષ્ટિ જ્ઞાની સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઈ, સ્વરૂપૈકનિષ્ઠ બની એવી પરમ આત્મશાંતિ અનુભવે છે, કે તે અમૃત સિંધુમાંથી તેને ક્ષણ પણ બહાર નીકળવું ગમતું નથી, એટલે તેના આત્માના ઊંડાણમાંથી સહજ અનુભવ ઉદ્દગાર નીકળી પડે છે - હું બધી બાજીએ સ્વચેતન રસથી નિર્ભર એક આત્માને અનુભવું છું, મને કોઈ મોહ છે નહિ - છે નહિ, હું શુદ્ધ ચિદૂઘન મહાનિધિ છું, નાસ્તિ નતિ મન વશ્વન મોદ: શુદ્ધવિનમહોતિથિરશ્મિ | અમૃતચંદ્રજીની આ શુદ્ધાત્માની અમૃતાનુભૂતિ દાખવતી કંકોત્કીર્ણ અમૃતવાણીનો પ્રતિધ્વનિ કરતી પરંબ્રહ્મકનિષ્ઠ શ્રીમદ્ રાજચંદ્રજીની તેવી અમૃતાનુભૂતિમય ટંકોત્કીર્ણ અમૃત વાણી છે કે – પરબ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. ક્યારેક તો તે માટે આનંદકીર્ણ બહુ ફરી નીકળે છે અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી, અમારી એ વેદના અથાગ છે.” આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે.” “જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે.” એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન ધરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૨૦૭, ૨૪૭, ૨૦૯, ૨૫૮), ૨૪૪, ૩૦૭ आत्मख्याति - एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाण-रसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ||३६।। આત્મખ્યાતિ ટીકાર્ય - અને એમ જ મોહ પદના પરિવર્તનથી (પલટાવવાથી) રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન એ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, આ દિશા પ્રમાણે બીજા પણ સમજી લેવા. ૩૬ અમૃત જ્યોતિ' મહાભાષ્ય પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. “અપૂર્વ.' ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો... અપૂર્વ.” - શ્રીમદ્ રાજચંદ્રજી "यदेव चैतन्यमहं तदैव, तदैव जानाति तदैव पश्यति । तदेव चैकं परमस्ति निश्चयात्, गतोस्मि भावेन तदेकतां परं ॥ -શ્રી પવનંદિ પંચવિંશતિકા, એક–સપ્તતિ, ૬૮ ૩૨૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy