SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આમ જે ખરેખરો વિવેકી જ્ઞાની સમ્યગુ દેષ્ટિ હોય છે, તે સ્વ-પરનો ભેદ જાણી, આ પરભાવ હેય છે એમ જાણવા-શ્રદ્ધવા રૂપ વિવેક કરે છે, એટલું જ નહિ પણ તે તે મોહાદિ પરભાવને વીણી વીણીને આત્મામાંથી પૃથક - ભિન્ન - અલગ કરવા રૂપ - પૃથક્કરણરૂપ વિવેક પણ કરે છે. અર્થાત તે તે મોહાદિ પરભાવને આત્માથી જુદા પાડવા રૂપ તથારૂપ આચરણ આચરે છે, “વારિત્ત વ7 ઘો’ | - ચારિત્ર એ જ નિશ્ચય કરીને ધર્મ છે એ સૂત્રને ચરિતાર્થ કરતાં શુદ્ધ આત્મસ્વભાવમાં વર્તવારૂપ - ચારિત્રરૂપ આત્મધર્મને આદરે છે અને એટલે જ - ત્યારે જ શુદ્ધોપયોગ રૂપ શુદ્ધ ચારિત્ર ધર્મમાં વર્તતાં તે શુદ્ધ આત્માનો અનુભવ કરવાને સમર્થ થાય છે. શ્રી પ્રવચન સાર’ની સુપ્રસિદ્ધ ૭મી ગાથામાં કહ્યું છે તેમ ચારિત્ર એ જ નિશ્ચય કરીને ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે અને જે સામ્ય છે તે મોહ-ક્ષોભ વિનાનો આત્માનો પરિણામ છે.' આની અદ્ભુત અપૂર્વ વ્યાખ્યા કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ - સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમય પ્રવૃત્તિ તે ચારિત્ર છે, તે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે, અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે અને તે જ યથાવસ્થિત આત્માગુણપણાથી સામ્ય છે અને સામ્ય તો દર્શન મોહનીય ને ચારિત્ર મોહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મોહ-ક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે.” એટલે કે ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાર્યવાચક શબ્દો અમોહ રૂપ આત્મસ્વરૂપના વાચક છે. આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ને આત્માનું ચારિત્ર - એ અભેદ રત્નત્રયી રૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાનો સમ્યગુદૃષ્ટિ જીવ સતત ઉપયોગ રાખે છે. તાત્પર્ય કે જેમ અમોહ સ્વરૂપ જ્ઞાની સર્વ પરભાવને છાંડી સ્વભાવમાં વર્તવાને નિરંતર પ્રયત્નશીલ બને છે, જેમ બને તેમ આત્મા સતત શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે અને એટલે જ ક્ષીર-નીર જેમ સ્વ-પરનો ભેદ-આત્મા-અનાત્માનો વિવેક જેણે કર્યો છે, એવા આ અમોહ સ્વરૂપ પરમ વિવેકી પરમહંસો શુદ્ધ માનસ-સરોવરના નિર્મલ અનુભવ-જલમાં ઝીલે છે. જીવન્મુક્તપણાની પાંખે ઊંચા ચિદાકાશને વિષે ઊડતા આ વિહગ જેવા અપ્રતિબદ્ધ સંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યાંય પણ પ્રતિબંધ કરતા નથી. આત્મા સિવાયની સર્વ વસ્તુનો પ્રસંગ તે સંગ છે અને આ “સર્વ સંગ મહાશ્રવ છે' એવું તીર્થંકર વચન જેણે જાણ્યું છે, એવા આ શાંતમૂર્તિ અસંગ નિગ્રંથ અમોહસ્વરૂપ નિર્મમ મહાત્માઓ સહજ આત્મસ્વરૂપમાં ગુપ્ત-સંવૃત થઈ પરમ સંવર આદરે છે અને આમ સ્વરૂપમાં સમાઈ ગયેલા આ શુદ્ધોપયોગી શ્રમણો પરમ આત્મસમાધિ અનુભવે છે. આવી પરમ અસંગ સ્વરૂપગુપ્ત શુદ્ધોપયોગમય આત્મસમાધિ દશાસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર છે કે – સત્સંગનો જોગ નથી અને વીતરાગતા વિશેષ છે એટલે ક્યાંય સાતું નથી', અર્થાતું મન વિશ્રાંતિ પામતું નથી. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તો પ્રાયે મુક્ત સ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ હૈયે.” સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહિં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨પ૩, ૨૬૬, ૨૯૩) ૧૯૮, ૩૧૭, ૩૫૩ "चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिहिट्ठो । મોદqોદ વિહીનો નાનો ગવળો દુ સમો ” - શ્રી “પ્રવચન સાર', ગા. ૭ "स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थ । तदेव वस्तु स्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थ । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य પરિણામ: ” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત, પ્ર.સ. ટીકા, ગાથા-૭ ૩૧૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy