SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૬ એવી સેળભેળ શંભુમેળારૂપ અવસ્થામાં પણ પરભાવનો અને આત્મભાવનો સ્વાદ અનુભવથી પરિસ્ફુટ–સર્વથા સ્ફુટ ભિન્ન-જૂદો જૂદો જણાય છે. જેમ ખટમીઠા શ્રીખંડમાં દહીં અને ખાંડ એ બે જૂદા જૂદા પદાર્થનું સંમિશ્રણ છે, તેમાં પણ આ ખાટો દહીંનો સ્વાદ અને આ મીઠો ખાંડનો સ્વાદ, એમ પ્રગટ જૂદો જૂદો સ્વાદભેદ અનુભવાય છે, તેમ પરભાવ સાથેની આત્માની આ જડ-ચેતન સંયોગરૂપ મિશ્ર બંધપર્યાય અવસ્થા છે, તેમાં પણ આ જડ વા જડજન્ય મોહરૂપ પરભાવ અને આ ચેતન એવો શાયકસ્વભાવરૂપ આત્મભાવ, એમ પ્રગટ જૂદો જૂદો ભેદરૂપ અનુભવાસ્વાદ થાય છે. તેથી આત્મભાવને અનુભવતો એવો હું આ પરભાવ રૂપ મોહ પ્રત્યે નિર્મમત્વ છું, મ્હારૂં એના પ્રત્યેનું મમત્વ-હારાપણું નિર્ગત છે – નીકળી ગયું છે, મ્હારે એના પ્રત્યે કાંઈ પણ મમત્વ નથી, એ મ્હારો નથી જ એમ નિશ્ચય માનું છું. કારણકે 'सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेवस्थितत्वात् ' સર્વદા જ સર્વ કાળે જ આત્મ એકત્વગતપણે જ સમયનું - આત્માનું તેમજ સર્વ પદાર્થનું એમજ સ્થિતપણું છે, અર્થાત્ કોઈ પણ સમય-પદાર્થ એક પોતાના નિજ સ્વરૂપપણે જ વર્ષે અને પરિણમે, અન્ય કોઈ પણ સમયપણે - પદાર્થપણે વર્ષે નહિં જ અને પરિણમે નહિં જ. પ્રત્યેક સમય (વસ્તુ) પોતપોતાના સમયમાં જ - સ્વરૂપની મર્યાદામાં જ વર્તે, સ્વરૂપની સીમાને ધરતો સીમંધર જ હોય, આ અખંડ સિદ્ધાંત છે. એક સમયમાં અન્ય સમયનો અનુપ્રવેશ થાય જ નહિં, પ્રત્યેક સમય અદ્વૈતપણે જ સ્થિતિ કરે, આ સમયસ્થિતિ વસ્તુસ્થિતિ શાસ્ત્રસ્થિતિ છે, શાસ્ત્ર મર્યાદા છે, ત્રણે કાળમાં બાધિત ન થાય એવો ત્રિકાળાબાધિત અખંડ નિશ્ચલ નિશ્ચય સિદ્ધાંત છે, એવા પ્રકારે આમ ભાવક ભાવનો વિવેક થઈ ગયો હતો, ‘તીર્થં માવળમાવિવેોમૂતઃ ।' - - કારણકે શ્રીમદ્ સદ્ગુરુના સદ્બોધ નિમિત્તથી આત્મસ્વરૂપનો બોધ થતાં અનાદિની પરભાવમાં આત્મભાવની ભૂલ નષ્ટ થઈ અને મિથ્યાત્વરૂપ પ્રમાદની નિદ્રા છાંડી દઈ ‘સમ્યગ્ જ્ઞાનસુધારસ ધામ' એવો આત્મા જાગ્યો - પ્રતિબુદ્ધ થયો. એટલે સ્વ-પર ભાવનો સહજ વિવેક પ્રગટ્યો અને અંતર આત્મા સ્વભાવરૂપ ધર્મના સાધનમાં સ્થિર થયો. આત્માની શાયકતા સર્વથા આત્મસ્વરૂપ સાધ્યના અવલંબનવાળી થઈ, એટલે સ્થિરપણે પ્રવહતી નિજ-પરિણતિ નિજ ધર્મરસ સ્થાપવા લાગી - જમા કરવા લાગી. આમ સર્વ પ૨પરિણતિ રસની રીઝ ત્યાગી દઈ, નિજ આત્મ અનુભવની ઈષ્ટતા જાગી અને આશ્રવભાવની ચાલ સહેજે છૂટી જઈ જાલીમ-ઉગ્ર સંવર શિષ્ટતા પ્રગટી. એટલે હવે આમ આત્મસ્વરૂપમાં સંવૃત આત્માને સ્યાાદી એવી નિજ પ્રભુતાનું એકત્વ થતાં, શુદ્ધ આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ નિજ રત્નત્રયી ક્ષાયિક ભાવે પ્રગટ થઈ, તે પરભાવમાંથી વ્યાવૃત્તિ રૂપ પ્રત્યાહાર કરી, શુદ્ધ આત્મભાવમાં ધારણ રૂપ ધારણા ધરી, તત્ત્વાનંદી એવી પૂર્ણ સમાધિમાં લયમયી આત્મસ્થિતિ પ્રાપ્ત કરશે, આ ક્રમે આત્મસ્વરૂપના કર્તા-ભોક્તાભાવે અને તેમાં ૨મણપણે અવ્યાબાધ સ્વગુણની પૂર્ણ રીતિ ધારી, સહજાત્મસ્વરૂપી સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદને અવશ્ય પામશે. પ્રતિબુદ્ધ થયેલા વિવેકી આત્માનો આ તાત્ત્વિક વિકાસ ક્રમ મહા ગીતાર્થ દેવચંદ્રજી મહામુનિએ અપૂર્વ લાક્ષણિક શૈલીથી સંગીત કર્યો છે - ‘‘જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો. જાગ્યો સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડિ દુર્રય મિથ્યાનિંદ પ્રમાદની રે લો... જગત. સહેજે પ્રગટ્યો નિજ પરભાવ વિવેક જો, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો. સાધ્યાલંબી થઈ શાયકતા છેક જો, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસ વે રે લો. ત્યાગીને સવિ પરપરિણતિ રસ રીઝ જો, જાગી છે નિજ આતમ અનુભવ ઈષ્ટતા રે લો. સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો. સ્યાદ્વાદી નિજ પ્રભુતાને એકત્વ જો, ક્ષાયક ભાવે થાયે નિજ રત્નત્રયી રે લો. પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જો, તત્ત્વાનંદી પૂર્ણ સમાધિલય મયી રે લો. અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જો, કર્તા ભોક્તા ભાવે રમણપણે ધરે રે લો. સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લો.'' - શ્રી દેવચંદ્રજી ૩૧૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy