SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ છે કે તેવું જ તેની સાથો સાથ જ પ્રત્યાખ્યાન પણ થાય જ છે.” અને “હું” પરોનો હોતો નથી, પરો મ્હારા હોતા નથી, અહીં કિંચિત્ મ્હારૂં નથી એમ નિશ્ચિત એવો જિતેંદ્રિય યથાશતરૂપધર થયેલો તે સર્વ સંગ પરિત્યાગને “શ્રમણ નિગ્રંથને પંથે પડે છે અથવા તો “સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને' બાહ્યાંતર નિગ્રંથ થઈ “વિચરશું કવ મહત પુરુષને પંથ જે” એવા “અપૂર્વ અવસરની' તે ગવેષણા કરે છે. આ અંગે પરમ અસંગ દશાને પામેલા પરમ આત્મ નિમગ્ન શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે... અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમ રૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. “જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે તો પણ તેમને સર્વ સંગ પરિત્યાગાદિ સપુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે.” દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિગ્રંથને કહ્યું છે, તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહેજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૬૩, ૮૨૮, ૬૮૧, ૫૫૧, ૪૨, ૬૪૩ શુદ્ધ આત્માનુભૂતિમય સમ્યગુ દર્શન અથવા નિશ્ચય “વેદ્ય સંવેદ્યપદ જેને પ્રાપ્ત થાય છે તે જ્ઞાની પુરુષને સર્વ પરભાવ હેય છે, ત્યાગવા યોગ્ય છે, છોડી દેવા યોગ્ય છે, અનાદેય છે - ગ્રહણ કરવા યોગ્ય નથી, એવો દઢ નિશ્ચય - ત્રણે કાળમાં કદી ન ફરે એવો અખંડ નિશ્ચય અંતરાત્મામાં સ્થિર થાય છે અને તે નિશ્ચયને તે યથાશક્તિ આચરણમાં મૂકવા તે સતત પ્રયત્નશીલ બને છે. કારણકે ભિન્ન ગ્રંથિ*, દેશવિરતિ - સમ્યગુ દર્શન જેનું મૂલ છે એવી ભાવ દેશવિરતિ, ભાવ સર્વવિરતિ આદિ પણ આ વેદ્યસંવેદ્ય પદનું લક્ષણ છે. એટલે વસ્તુ સ્વરૂપનું યથાર્થ ભાન થયા પછી જીવ સ્વયમેવ સ્વાભાવિક રીતે જ પરપરિણતિથી - પરભાવથી ઓસરતો જાય છે, અને સ્વભાવ પરિણતિ ભણી ઢળતો જાય છે - સંચરતો જાય છે. સમાધિરસ ભર્યા શુદ્ધ નિજ સહજ આત્મસ્વરૂપનું અથવા જિન સ્વરૂપનું દર્શન થયા પછી, અનાદિ કાળથી વિસરાઈ ગયેલા આત્મસ્વરૂપનું ભાન આવ્યા પછી, જીવ સ્વયમેવ સકલ વિભાવ ઉપાધિથી પાછો હઠે છે, ઓસરે છે, પ્રતિક્રમે છે અને શુદ્ધ આત્મસત્તાની સાધના પ્રત્યે વર્તે છે અને આમ અનાદિની મોહાદિની ઘૂમિ (ધૂમાવો-ભ્રમણા) ઉતરી જતાં ને અમલ અખંડ અલિપ્ત એવો આત્મસ્વભાવ સાંભરી આવતાં, તત્ત્વરમણ રૂપ શુચિ-પવિત્ર-શુક્લ-શુદ્ધ ધ્યાનને જીવ આદરે જ છે અને સમતા રસના ધામરૂપ જિન મુદ્રાને - શુદ્ધ આત્મસ્વરૂપને વરે છે, પ્રાપ્ત કરે છે. જિન દર્શન આદિ શુદ્ધ ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ થકી, વસ્તુના સાધર્મ્સથી આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં, તે પ્રત્યે બહુમાનયુક્ત રુચિ ઉપજે છે, એટલે પછી તે રુચિને અનુયાયી - અનુસરતું વીર્ય - આત્મસામર્થ્ય પ્રવર્તે છે અને તે “ચરણધારા' આત્મચારિત્રની અખંડ પરંપરા સાધે છે. આમાં દેશવિરતિ-સર્વવિરતિ આદિનો "णाहं होमि परेसिं ण मे परे णत्यि मज्झमिह किंचि । સર નિશ્ચિત નિર્વિલો નો વધ નવો ” - શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત “પ્રવચન સાર', ચારિત્રાધિકાર ગા. ૪ "ततोपि श्रामण्यार्थी यथाजातरूपधरो भवति । तथाहि - अहं तावन्न किंचिदपि परेषां भवामि परेपि न किंचिदपि मम भवन्ति, सर्वद्रव्याणां परैः सह तत्त्वतः समस्तसंबन्धशून्यत्वात् । तदिह षड्द्रव्यात्मके लोके न मम किंचिदप्यत्मनोऽन्यदस्तीति निश्चितमतिः परद्रव्यस्वस्वामिसंबन्धानामिन्द्रियनोइन्द्रियाणां जयेन जितेन्द्रियश्च सन् કૃતિથનિબત્રીભદ્રવ્યશુદ્ધત્વેન યથાનાંતરૂTઘરો મવતિ '' - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ટીમ "तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादि लक्षणम् । અનર્થો તત્તને વેવસંવેવમુરા ” - શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય, ગ્લો. ૭૪ (જુઓઃ ડૉ. ભગવાનદાસ કૃત વિવેચન) ૩૦૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy