SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૫ ભૂલ ભાંગી, તે માટે તમારો ઉપકાર માનું છું. મને પણ ખાત્રી થઈ છે કે આ વસ્ત્ર હારૂં નથી જ, તમારૂં છે, તો તમે આ તમારું વસ્ત્ર સંભાળી લ્યો ! કૃપા કરી મ્હારી બેઅદબી ભરી ભૂલ માટે માફ કરજો ! તેમ જ્ઞાતા - જ્ઞાયક એવો આત્મા પણ “સંભ્રાંતિથી - અનાદિની મિથ્યાત્વ રૂપ ભ્રાંતિથી - ભૂલથી પારકા ભાવો - પરભાવો ગ્રહણ કરી, “પૂરફીયાનું ભાવાનાવાય', ભાંતિથી પરભાવ ગ્રહણ : આત્મીય - પોતાના માની બેઠો છે, ‘આત્મીય પ્રતિપસ્યા,” અને તેનો શાન થતાં ત્યાગ આત્મામાં અધ્યાસ કરી અજ્ઞાન નિદ્રામાં પોઢી ગયો છે - સુષુપ્ત - સૂઈ રહ્યો છે, માત્ર પ્યાર્ચ શયાન:, અર્થાતુ આ પરભાવો તે હું છું અને તે સ્વારા છે, એમ અહંકાર-મમકાર જાગતા રાખી, આત્મામાં પરભાવોનું આરોપણ કરી અજ્ઞાનતમસ્યાં સુષુપ્ત છે. "चिरं सुषुप्तास्तमसि मूढात्मानः कुयोनिषु । મનાત્મીવાત્મભૂતેષુ માહીતિ ના પ્રતિ ” - શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત “સમાધિ શતક' આમ તેને પોતાની આત્મભ્રાંતિનું - પોતાની ભ્રમણારૂપ ભૂલનું ભાન નહિ હોવાથી, તે પોતે તો અજ્ઞાની છે, “સ્વયમજ્ઞાની સન' એટલે નિષ્કારણ કરુણસિંધુ પરમ કૃપાળુ ભગવાનું જ્ઞાની સદ્ગુરુ તેની પાસે પરભાવનો પ્રગટ વિવેક કરી બતાવે છે – “ગુરુ પરમાવવિવે વૈશ્ચિયમાળો', અને બોધે છે કે આ સર્વ પરભાવથી તું તો સાવ જૂદો, એક શુદ્ધ એવો જ્ઞાયક સ્વભાવી આત્મા છે. માટે શીધ્ર પ્રતિબૂઝ ! પ્રતિબૂઝ ! “સંક્સ પ્રતિવૃધ્ય’ જગ જાગ ! ઊઠ ઊઠ ! ઉત્તિત્તિ નામૃત ! ખરેખર ! નિશ્ચય કરીને આ આત્મા એક જ છે, “: ર માત્મા’ એમ ‘ત્યનું શ્રૌતે વીવર્ય શ્રાવનું વારંવાર શ્રીમદ્ સદ્ગુરુનું પરમામૃતમય શ્રુતિ વાક્ય શ્રવણ કરતાં તે જાગે છે, પ્રતિબૂઝે છે અને “કવિર્ત વિદ્વૈઃ સુષ્ઠ પરીક્ષ્ય' - સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી જૂએ છે, તપાસી ચકાસીને ચોક્સી કરે છે, તો તેને સ્પષ્ટ જણાય છે કે આ સર્વ પરભાવો પ્રગટ જડ છે અને હું તો સ્પષ્ટ ચેતન છું, આ પરભાવરૂપી - મૂર્ત છે અને હું તો અરૂપી અમૂર્ત છું, આ પરભાવો દેશ્ય છે અને હું તો દેશ છે. મ્યાનથી તલવાર જૂદી છે, શરીરથી વસ્ત્ર જૂદું છે, ક્ષીરથી નીર જૂદું છે, મૉટરથી ડ્રાઈવર જૂદો છે, રથથી રથી જૂદો છે, ગૃહથી ગૃહી (ગૃહસ્થ) જૂદો છે, તેમ દેહથી દેહી (આત્મા) જૂદો છે, એમ દેહાદિ આ સમસ્ત પરભાવોથી હું જૂદો છું. આમ પરીક્ષા કરતાં તેને સુપ્રતીત થાય છે કે ચોક્કસ નિશ્ચિતપણે આ સર્વ પરભાવો પર છે, પારકા છે. નિશ્ચિતતે પરમાવ:' - એમ જાણી “જ્ઞાની સન’ - જ્ઞાની સતો તે “અચિરથી' - લાંબો વખત લગાડ્યા વિના શીઘ જ તે સર્વ ભાવોને મૂકી દે છે – “મુવતિ સન્ ભવાનવિરતુ’ | એક સામાન્ય સગૃહસ્થ પણ પારકી વસ્તુ પોતાનાથી કદાચ ભૂલથી લેવાઈ ગઈ હોય ને પોતાની ભૂલની ખબર પડે કે તરત જ તે પ્રમાણિકપણે તેના માલિકને પાછી સોંપી દે છે - સુપ્રત કરે છે, તો પછી આ તો અસાધારણ જ્ઞાનવંત - સાચા સંત એવા જ્ઞાની સાધુ પુરુષ - સત્ પુરુષ તે પરવસ્તુ તરત જ - જ્ઞાન થતાં ભેગું જ તલ્લણ જ પાછી સોંપી દે એમાં પૂછવું જ શું ? જ્ઞાની પુરુષ તો પોતાની આત્મભ્રાંતિ દૂર થતાં, જેવા પરભાવને પર જાણ્યા તેવા જ તત્પણ જ તેને છોડી ઘે છે, ઉચ્છિષ્ટ ભોજનની જેમ તરત જ “છાંડે છે અને પરભાવ પરિત્યાગ અંતરાત્માથી બોલી ઊઠે છે કે - અરે ! અત્યાર સુધી મ્હારી ભારી ભૂલ થઈ ! મેં આ પરભાવ મ્હારા છે એમ જાણ્યું હતું, તે મ્હારી આત્મબ્રાંતિ આ પરમ કૃપાળુ શ્રીમદ્દ સદગુરુદેવે આજે ભાંગી નાંખી છે. તે પરમ ઉપકારી સત્યરુષ પ્રભુના સદુપદેશથી મને હારી ભૂલનું ભાન થયું છે. માટે તે પરભાવો ! તમે તમારા છો, મ્હારા નથી, તે હું આત્મામાંથી વિસર્જન કરી - વોસરાવી દઈ તમને પાછા સુપ્રત કરી દઉં છું, તે સંભાળી લેશો ! અત્યાર સુધી મેં તમને મ્હારા માની પચાવી પાડ્યા, તે અપરાધની કૃપા કરી ક્ષમા કરશો ! વારુ, હવે આપણો ચિરકાળનો સંબંધ છૂટો થાય છે ! છેલ્લા સલામ ! good-bye ! આમ જ્ઞાનીને જેવું જ્ઞાન થાય ૩૦૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy