SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૫ ભાવથી સમાવેશ થઈ જાય છે. મહાન્ તત્ત્વદેષ્ટા શ્રીમાન્ દેવચંદ્રજીએ સાક્ષાત્ જિન દર્શનનો અનુભવ થતાં પરમ ભાવાવેશથી લલકાર્યું છે કે ‘દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો... હો લાલ. ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો... હો લાલ. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ... દીઠો. મોહાદિની ઘૂમિ અનાદિની ઉતરે... હો લાલ. અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ. તત્ત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે... હો લાલ. તે સમતારસ ધામ સ્વામી મુદ્રા વરે... હો લાલ... દીઠો. પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે હો લાલ. દ્રવ્ય તણે સાધર્મ્સ સ્વ સંપત્તિ ઓળખે હો લાલ. ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે... હો લાલ. રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.. હો લાલ, દીઠો.'' - શ્રી દેવચંદ્રજી આમ આત્મસ્વરૂપનું ભાન થતાં પરભાવ પ્રવૃત્તિ ઘટે છે, ને સ્વભાવ પ્રવૃત્તિ વધે છે. એટલે સ્ત્રી આદિ સમસ્ત પરભાવ હેય છે - ત્યાગવા યોગ્ય છે અને એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે - ગ્રહણ કરવા યોગ્ય છે, એવો નિશ્ચલ નિશ્ચય રૂપ વિવેક આત્મામાં થાય છે. તેથી કરીને ખરેખરા ભાવથી આ જીવના દેશ વિરતિ, સર્વ વિરતિ આદિ પરિણામ અવશ્ય ઉપજે છે અને આ સમસ્તની પરમ રહસ્યભૂત ચાવી (master key) આ છે કે - આત્માનો ગ્રાહક થાય એટલે પરનું ગ્રહણપણું એની મેળે છૂટી જાય છે, તત્ત્વનો ભોગી થાય એટલે પરનું ભોગ્યપણું આપોઆપ ટળે છે. ‘“આત્મ ગ્રાહક થયે ટળે પરગ્રહણતા, તત્ત્વભોગી થયે ટળે પરભોગ્યતા.'' - શ્રી દેવચંદ્રજી આમ, ખરેખરો જ્ઞાની હોય તે સમસ્ત પરભાવનું પચ્ચખાણ કર્યા વિના રહે જ નહિં, પચ્ચખાણ કરે જ કરે, જેવું જ્ઞાનથી જાણ્યું તેવું અસંગ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પ્રગટ કરવા સમસ્ત પરભાવ પ્રપંચનો પરિત્યાગ કરે જ. વાચાજ્ઞાનથી જ્ઞાનની ખાલી પોકળ નિશ્ચયમુખ વાતો કર્યાથી કલ્યાણ થવાનું નથી, પણ તદનુસાર આચરણ કર્યાથી જ કલ્યાણ થશે. આ શુદ્ધાત્મપ્રરૂપક નિશ્ચય પ્રધાન સમયસાર શાસ્ત્ર વાંચી રખેને કોઈ (શુષ્કજ્ઞાની) એમ ન માની લે કે આત્મા અસંગ છે શુદ્ધ છે એવા નિશ્ચયમુખ વચનો પોકાર્યા માત્રથી બસ આપણું કામ થઈ ગયું ! તેવાઓને અત્રે ગર્ભિતપણે લાલ બત્તી ધરી છે કે સર્વ પરભાવ પરિત્યાગપૂર્વક તથારૂપ અસંગ શુદ્ધ આચરણરૂપ ચારિત્ર અનુષ્ઠાનથી આત્મા તથારૂપ અસંગ શુદ્ધ કર્યાથી જ આત્મકાર્ય થવાનું છે, તથારૂપ શુદ્ધ આત્મચારિત્ર સંપન્ન ખરેખરી અસંગ જ્ઞાનદશા પ્રગટાવવાથી જ આત્મસિદ્ધિ થવાની છે અને એટલા માટે જ જ્ઞાની પુરુષોએ સ્વયં તેવું આચરણ કરી બાહ્યાત્યંતર નિગ્રંથપણારૂપ સર્વ સંગ પરિત્યાગનો સર્વત્ર ડિંડિમ નાદથી ઉદ્ઘોષ કર્યો છે. દા.ત. શ્રી પ્રવચન સાર'ના તૃતીય ચારિત્ર અધિકારમાં દ્રવ્ય-ભાવ નિગ્રંથ શ્રમણનું પરમ આદર્શ સ્વરૂપ પ્રકાશતાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ ભાખ્યું છે કે - ‘ધંધો ધ્રુવમુવધીયો વિ સમા છંડિયા સળં' ઉપાધિથી (પરિગ્રહથી) ધ્રુવ - ચોક્કસ બંધ થાય છે એટલા માટે શ્રમણોએ સર્વ છાંડ્યું છે - પરિત્યાગ કર્યું છે. આની વ્યાખ્યા" કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે - ભગવંતો અર્હતો ૫૨મ શ્રમણોએ - - " अत एव भगवन्तोऽर्हन्तः परमाः श्रमणाः स्वयमेव सर्वमेवोपधिं प्रतिषिद्धवन्तः । अत एव चापरैरप्यन्तरङ्गच्छेदवત્તવનાન્તરીત્વાબળેવ સર્વ ોધિ પ્રતિષેષ્યઃ ।'' (ઈત્યાદિ) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ‘પ્રવચન સાર’ ટીકા ૩૦૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy