SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૩૦ શરીર સ્તવનથી - તેના અધિષ્ઠાતાપણાને લીધે – આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત નથી ? તો કે - णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणो थुव्वंते ण केवलिगुणा धुदा होति ॥३०॥ નગર વર્ણવ્ય જ્યમ રાયની રે, વર્ણના કીધી ન હોય; દેહગુણ ધૂણતાં કેવલિ રે, ગુણ ગુણ્યા ત્યમ નોંય... રે આત્મન ! વંદો સમયસાર, ૩૦ ગાથાર્થ : નગરનું વર્ણન કરવામાં આવ્યું, જેમ રાજાની વર્ણના કૃત (કરાયેલી) હોતી નથી, તેમ દેહગુણ સ્તવવામાં આવતાં કેવલિગુણો, સ્તુત (સ્તવાયેલા) હોતા નથી. ૩૦ आत्मख्याति टीका कथं शरीरस्तवनेन तदधिष्ठातृत्वादात्मनो निश्चयेन स्तवनं न युज्यते इति चेत् - नगरे वर्णिते यथा नापि राज्ञो वर्णना कृता भवति । देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवंति ॥३०॥ આત્મખ્યાતિ ટીકાર્ય શરીરના સ્તવનથી તેના અધિષ્ઠાતાપણાને લીધે આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત નથી? તો કે - નગર વર્ણવવામાં આવ્યું જેમ રાજાની વર્ણના કરાયેલી હોતી નથી, તેમ દેહના ગુણ સ્તવવામાં આવતાં કેવલિના ગુણો ખવાયેલા હોતા નથી. ૩૦ અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૫૮, ૪૩૬ શરીરના સ્તવન વડે - તેના અધિષ્ઠાતાપણાને લીધે - “તવધિષ્ઠાતૃત્વા - આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત નથી - કેમ ઘટતું નથી, તેનું અત્ર શાસ્ત્રકારે ભગવાને નગર અને રાજાના સુંદર સચોટ દાંતથી સમાધાન કર્યું છે : જેમ કોઈ નગરનું વર્ણન કરવામાં આવ્યું, રાજા તેનો “અધિષ્ઠાતા” - અધિપતિ રૂપ (Dominating master) છતાં, કાંઈ રાજાનું વર્ણન થઈ જતું નથી. તેમ દેહગુણનું – શરીરગુણનું સ્તવન કરવામાં આવતાં તીર્થકર કેવલિપુરુષ (આત્મા) તે શરીર - પુરનો અધિષ્ઠાતા છતાં, તે આત્માનું સ્તવન થઈ જતું નથી. આ વસ્તુનું સમર્થન કરતાં અત્રે પરમ સત્ કવીશ્વર અમૃતચંદ્રજીએ આબેહુબ તાદેશ્ય વર્ણન રૂપ સ્વભાવોક્તિમય અદ્ભુત કાવ્ય ચમત્કૃતિવાળા નીચેના બે કળશ (૨૫-૨૬) અપૂર્વ તત્ત્વકળાથી સંદિગ્ધ કર્યા છે.... आत्मभावना - થે શરીરસ્તવનેન તળિછાતાતૃવાલાભનો નિશ્ચયેન સ્તવનં પુન્યતે રૂતિ વેત્ - શરીરસ્તવન વડે કરી તેના અધિષ્ઠાતાપણાને લીધે - અધિનાયકપણાને લીધે આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત નથી? એમ જે શંકા કરો તો - યથા નારે વર્જિતે - જેમ નગર વર્ણિત થયે - વર્ણવવામાં આવ્યું, રાજ્ઞીપિ વર્ષના ર તા ભવતિ - રાજની પણ વર્ષના કૃત - કરાયેલી નથી હોતી, તેમ હેરાને સ્કૂલમાને - દેહગુણ-શરીરના ગુણ સ્તવવામાં આવતાં જૈવસિTUT: સુતા મયંતિ - કેવલીગુણો સ્તુત નથી હોતા. ll૩ી . ૨૬૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy