SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય કૈવલજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું જોવામાં આવે. વળી તે કેવલજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી, તે તો આત્મા વડે પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩ “येनात्माबुध्यातात्मेव परत्वेनैव चापरम् । અક્ષયાનન્તવોધાય તસ્મૈ સિદ્ધાત્મને નમઃ ।'” - શ્રી પૂજ્યપાદ સ્વામીજી વ્યવહારનયથી ભલે શરીર સ્તવનથી આત્મસ્તવન ઘટતું હોય, પણ નિશ્ચયનયથી તો શરીર સ્તવનથી આત્મસ્તવન ઘટતું જ નથી એમ અત્ર પ્રતિપાદન કર્યું છે, કારણકે શરીર ગુણો કેવલિના નથી હોતા, જે કેવલિના ગુણોને સ્તવે છે તે કેવલિ તત્ત્વને સ્તવે છે.' આ વસ્તુ સોના-ચાંદીના ચાલુ દૃષ્ટાંતથી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિષ્ઠુષપણે સ્પષ્ટ સમજાવી છે : સોનું છે, તેને ચાંદીના ધોળાપણાના ગુણનો અભાવ છે, તેથી નિશ્ચયથી તે ધોળાપણના વ્યપદેશથી નિર્દેશથી સોનાનો વ્યપદેશ નિર્દેશ થતો નથી, ધોળાપણાનું નામ લેવાથી કાંઈ સોનું ઓળખાતું નથી. કારણકે સોનાના ગુણના વ્યપદેશથી જ – નિર્દેશથી જ સોનાનો વ્યપદેશ-નિર્દેશ કરાય છે, સોનાના ગુણના કથનથી જ સોનું ઓળખાય છે. તેમ - તીર્થંકર કેવલી પુરુષ આત્મા છે, તેને શરીરના ધોળાપણા-રાતાપણા આદિ ગુણનો અભાવ છે शरीरगुणस्य शुक्ललोहितत्वादेरभावात् તેથી કરીને નિશ્ચયથી તે શ્વેત-રક્ત આદિ શરીર ગુણના સ્તવનથી તીર્થંકર કેવલિ પુરુષ આત્માનું સ્તવન થતું નથી. કારણકે તીર્થ વ્યવતિપુરુષનુસ્ય સ્તવનેનૈવ - તીર્થકર કેવલી પુરુષના - આત્માના ગુણના સ્તવનથી જ તે સહજાત્મસ્વરૂપી તીર્થંકર કેવલિ પુરુષનું સ્તવન થાય છે. ‘તીર્થવતિપુરુષસ્ય સ્તવનાત્ ।' જેમકે તીર્થંકર ભગવાનની પરમ અલૌકિક તાત્ત્વિક પરમોત્તમ સ્તુતિ કરતું અદ્ભુત અપૂર્વ સ્તુતિ ચતુષ્ટય પ્રકાશતાં પરમ તત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી પ્રકાશ્યું છે કે - નિશ્ચયથી શરીર સ્તવનથી આત્મસ્તવન ન ઘટે ઃ સોના-ચાંદીનું દૃષ્ટાંત = - જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છૈયે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચય શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છૈયે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર કરવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યે છતે પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છૈયે.'' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૫૮, ૪૩૬ તીર્થંકર-કેવલિપુરુષના ગુણના સ્તવનથી જ તીર્થંકર-કેવલિપુરુષના સ્તવનને લીધે. ॥ તિ‘આત્મજ્ઞાતિ' ટીજા ગાભભાવના (પ્રસ્તુત ગાથા) ||૨૧|| ૨૬૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy